જો તમારા ઘરમાં પણ થઇ ગયુ છે કીડીઓનું ઘર, તો આવી શકે છે કાંઈક આવા સમાચાર.

0
1472

બાળપણમાં જયારે પણ આપણે ઘરના કીડીઓનું ટોળું જોતા હતા આપણેને કહેવામાં આવતું હતું કે વરસાદ થવાનો છે. ક્યારે ક્યારે તો તુક્કો લાગી પણ જતો હતો અને વરસાદ થઇ જતો હતો. ત્યારથી આપણા મનમાં બેસી ગયું છે કે ઘરમાં વધુ કીડીઓ જોવા મળે તો વરસાદ થશે પરંતુ એવું કાંઈ જ નથી હોતું. હંમેશા કીડીઓ કોઈ ગળી જગ્યા કે કોઈ ગંદકીમાં વધુ જમા થાય છે. પણ પરંતુ એવું પણ બને છે જયારે આપણે ઘરમાં કીડીઓની લાઈન કરતી જોઈએ છીએ તો તે થોડુ થોડું કરીને ખાવાનું ભેગું કરે છે.

ખાસ કરીને તેની પાછળનું કારણ એ હોય છે કે કીડીઓ વરસાદના સમયમાં કામ નથી કરતી અને વરસાદ આવતા પહેલા તે પોતાનું અને પોતાના કુટુંબનું ખાવાનું એકઠું કરે છે. શાસ્ત્રોમાં કાળી અને લાલ કીડીઓના જુદા જુદા ફાયદા અને નુકશાન જણાવવામાં આવ્યા છે. જો તમારા ઘરમાં પણ થઇ ગયું હોય કીડીઓનું ઘર, તો તમારે પણ સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં કયું કામ થવાનું છે સારું કે ખરાબ.

જો તમારા ઘરમાં પણ થઇ ગયું છે કીડીઓનું ઘર :-

હંમેશા તમે તમારા ઘરમાં કીડીઓ જોતા હશો, જેનું પ્રમાણ ઘણી વખત એટલું હોય છે કે કંટ્રોલ કરવું આપણી હેસિયત બહાર બની જાય છે. આ કીડીઓ આપણું કાંઈ નથી બગડતી પણ જો આપણે તેમાં છંછેડવાનો પ્રયાસ કર્યો તો તે ટોળામાં જ બદલાઈ જાય છે. આ કીડીઓમાં ઘણી વખત મોટા પ્રમાણમાં કીડીઓ આવે છે. જે ઘણી વખત તો આપણા માટે એક શીખ બની જાય છે. તો ક્યારેક આપણા જીવનની ઝઝાંળ બની જાય છે. કીડીઓ આપણેને આપણા જીવનમાં ઘણું બધું શીખવે છે.

જેમાંથી તમે તેની પાસેથી શીખી શકો છો કે કોઈપણ કાર્ય અશક્ય નથી હોતું. કેમ કે એક નાની એવી કીડી પોતાના વજનથી કેટલાય ગણું વધારે વજન વાળી વસ્તુને ઉપાડીને પોતાની મંજિલ સુધી લઇ જાય છે. જો તે એક વખત પડે તો ત્યાં સુધી પ્રયત્ન કરતી રહે છે જ્યાં સુધી તે ચડી ન જાય. તેમાંથી આપણેને એ શીખ મળે છે કે આપણે આપણા જીવનમાં ક્યારે પણ હાર ન માનવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રો એ ઘરમાં કીડી આવવાના થોડા બીજા કારણ જણાવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં કીડીઓ આવે છે તો તે તમારા ભવિષ્યના બનનારી ઘટનાઓ વિષે ઘણું બધું જણાવી શકે છે.

કાળી કીડીઓ :-

જો તમારા ઘરમાં કાળી કીડીઓ આવવા લાગે છે અને લાખો ઉપાયો પછી પણ નથી જઈ રહી તો તેનો અર્થ એ હોય છે કે તમારું ભાગ્ય જલ્દી જ ખૂલવાનું છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું કે કાળી કીડીઓના ઘરમાં આવવાનો અર્થ એ થાય છે કે ઘરમાં સુખ અને શાંતિ અને આનંદ આવવાનો છે. તમારા ઘરમાં ખુબ જલ્દી જ માં લક્ષ્મીનો વાસ થવાનો છે, સફળતા મળવા માટેના તમામ દરવાજા ખુલી ગયા છે.

લાલ કીડીઓ :-

તે લાલ કીડીઓ વિષે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે લાલ કીડીઓ લોકોને ખુબ કરડે છે, જો તે તમારા ઘરમાં આવવા લાગી છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કાંઈક તકલીફ જલ્દી જ આવવાની છે. જેના માટે તમારે પહેલાથી તૈયાર રહેવું પડશે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.