શુક્ર ગ્રહ આ રાશિવાળાના આવક અને લાભના સ્થાનમાં કરશે ગોચર, જાણો તેનાથી શું લાભ થશે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહોના ગોચરની અસર માનવ જીવન પર પડે છે. કેટલીક રાશિઓ માટે ગ્રહનું ગોચર લાભદાયક હોય છે, જ્યારે કેટલીક રાશિના લોકોએ તેને લઈને સાવચેત રહેવાની જરૂર હોય છે. શુક્રદેવને ધન અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. જણાવી દઈએ કે, 31 મી માર્ચે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન એટલે કે ગોચર થવા જઈ રહ્યું છે. જાણો શુક્રના રાશિ પરિવર્તનથી કઈ રાશિને ફાયદો થશે.
મેષ – મેષ રાશિના લોકો માટે શુક્રનું ગોચર લાભદાયક સાબિત થશે. શુક્ર તમારી રાશિના 11 મા ભાવ (ઘર) માં ગોચર કરશે. જેને જ્યોતિષમાં આવક અને લાભનું સ્થાન માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમારી આવક વધી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે. શુક્ર તમારી રાશિના બીજા અને સાતમા ભાવનો સ્વામી છે, જેના કારણે તમને ભાગીદારીના કામમાં સફળતા મળશે. જીવનસાથીનો સહયોગ મળશે.
મકર – શુક્ર તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરશે. જે પૈસા અને વાણીનું સ્થાન કહેવાય છે. આ સમય દરમિયાન તમને અચાનક નાણાંકીય લાભ મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. નોકરી કરતા લોકોને ઇન્ક્રીમેન્ટની ભેટ મળી શકે છે. મકર રાશિનો અધિપતિ ગ્રહ શનિદેવ છે. શુક્ર અને શનિ વચ્ચે મિત્રતાની લાગણીને કારણે તમને ગોચરના સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળી શકે છે.

કુંભ – કુંભ રાશિના લોકો માટે શુક્રનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. શુક્ર તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યો છે. તેથી આ સમયમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. કાર્યસ્થળ પર તમને અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. વેપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિદેવ છે. શનિ અને શુક્ર વચ્ચે મિત્રતાની લાગણીને કારણે તમને આ રાશિ પરિવર્તનનો લાભ મળશે.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.