શુભ મુહુર્તના બહાના બનાવી 11 વર્ષ સુધી સાસરે ન ગઈ પત્ની, હવે કોર્ટે લીધો આ મોટો નિર્ણય.

0
366

પત્નીને પિયરથી લાવવા પતિએ કર્યા ઘણા પ્રયત્ન પણ પત્ની શુભ મુહુર્તનું બહાનું બનાવતી રહી, જાણો પછી શું થયું.

છત્તીસગઢમાં એક મહિલા શુભ મુહુર્તના બહાના બનાવી 11 વર્ષ સુધી પોતાના સાસરે જવાની ના પાડતી રહી. જ્યારે આ કેસ કોર્ટમાં પહોંચ્યો તો જજ ગૌતમ ભાદુડી અને રજની દુબેની બેચે તેને પરિત્યાગનો કેસ ગણીને હિંદુ મેરેજ એક્ટ હેઠળ તેનો (લગ્નનો) ભંગ કરી દીધો. કોર્ટે કલમ હેઠળ છૂટાછેડાની મંજુરી પણ આપી દીધી.

સંતોષ સિંહ નામના વ્યક્તિએ ફેમીલી કોર્ટમાં પરિત્યાગના આધારે છૂટાછેડા માટે અરજી કરી હતી. કોર્ટે તેના આધાર ઉપર છૂટાછેડા આપવાની મંજુરી આપવાનો અસ્વીકાર કરીને અરજીને રદ કરી દીધી હતી. ત્યાર પછી સંતોષે હાઈકોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. અરજીમાં સંતોષે જણાવ્યું હતું કે, 2010 માં લગ્ન પછી તેની પત્ની માત્ર 11 દિવસ તેની સાથે રહી અને પછી પિયર જતી રહી.

તેમણે પોતાની પત્નીને ઘરે પાછી લાવવા ઘણી વખત પ્રયત્ન કર્યા, પણ તે દરેક વખતે શુભ મુહુર્ત ન હોવાની વાત કરીને આવવાની ના કહેતી રહી. આ બાબતમાં પત્નીનું કહેવું હતું કે તેના પતિ શુભ મુહુર્ત ઉપર તેને લેવા નથી આવ્યા, જેથી તે સાસરે નથી જઈ શકી. પત્નીએ એવું પણ કહ્યું કે, તેણીએ પોતાના પતિને છોડ્યો નથી, તે બસ પોતાના રીવાજોનું પાલન કરી રહી હતી.

કોર્ટે છૂટાછેડાની આપી મંજુરી : તેની ઉપર કોર્ટે જણાવ્યું કે, શુભ મુહુર્ત કોઈ કુટુંબના સુખી સમય માટે હોય છે પણ આ કેસમાં તેનો એક અડચણના ઉપકરણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. કોર્ટે લગ્નનો ભંગ કરતા હિંદુ વિવાહ અધિનિયમ કલમ 13 (આઈબી) હેઠળ છૂટાછેડાની અરજીને મંજુરી આપી. પોતાના આદેશમાં કોર્ટે એ પણ કહ્યું છે કે, ફેક્ટસ મુજબ પત્ની તેના પતિને સંપૂર્ણ રીતે છોડી ચુકી હતી, એટલા માટે છૂટાછેડા પતિનો હક્ક છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.