જાણો કયા વારે કઈ વસ્તુ ખરીદવી અને કઈ નહીં, શનિવારે આ વસ્તુઓ ખરીદવાની ન કરવી ભૂલ.
હિન્દુ ધર્મમાં દરેક દિવસનું વિશેષ મહત્વ છે. અઠવાડિયાના સાત દિવસો કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં કોઈપણ કાર્ય કરતી વખતે શુભ સમય અને શુભ દિવસનું ધ્યાન કરવામાં આવે છે. તેથી દરેક કામ માટે એક દિવસ ખાસ હોય છે. તે પ્રમાણે કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજે આપણે જાણીશું ખરીદી માટેનો શુભ દિવસ. અને કયા દિવસે કઈ વસ્તુ ખરીદવી શુભ હોય છે.
સોમવાર – સોમવાર શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઈલેક્ટ્રોનિક સામાન જેમ કે કોમ્પ્યુટર, મોબાઈલ વગેરે ખરીદવું અશુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે અનાજ, ડેરી ઉત્પાદનો ખરીદવું શુભ હોય છે.
મંગળવાર – મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પગરખાં કે લોખંડની વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
બુધવાર – બુધવાર ગણેશજી અને મા સરસ્વતીનો દિવસ છે. આ દિવસે દવાઓ, વાસણો અને માછલીઘર વગેરે ખરીદવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે આ દિવસે પુસ્તકો અને સ્ટેશનરી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ.
ગુરુવાર – ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે. આ દિવસે કોઈપણ વાસણ અથવા ધારદાર વસ્તુઓ ખરીદવાનું ટાળો. આ દિવસે ઈલેક્ટ્રોનિક અથવા પ્રોપર્ટી સંબંધિત વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.

શુક્રવાર – શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ઈલેક્ટ્રોનિક્સ સામાન, સંપત્તિ વગેરે ખરીદવી શુભ હોય છે. આ દિવસે તમે પૂજાનો સામાન, કપડાં વગેરે પણ ખરીદી શકો છો.
શનિવાર – આ દિવસે સરસવનું તેલ, તલનું તેલ, મીઠું વગેરે ન ખરીદવું જોઈએ. આ દિવસે મશીનરી અને ફર્નિચર ખરીદવું શુભ માનવામાં આવે છે.
રવિવાર – આ દિવસે લોખંડ સંબંધિત વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. તેમજ આ દિવસે લાલ રંગની વસ્તુઓ, ઘઉં, દવાઓ વગેરેની ખરીદી કરી શકાય છે.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.