જાણો શિવની ત્રીજી આંખનું આ મોટું રહસ્ય, વાંચો તેની સાથે જોડાયેલી કથા.

0
433

શું તમને ખબર છે ભગવાન શિવની ત્રીજી આંખ વિષે, જાણો તેના વિષેની અજાણી વાતો.

મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે ભગવાન શિવની પૂજાનો આ ખાસ દિવસ 1 માર્ચ 2022, મંગળવારના રોજ છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવના અનેક રૂપ છે. તેમના માથા પર જટા, ગળામાં માળાની જેમ લટકતો નાગરાજ અને ત્રીજી આંખ તેમના રૂપનું વર્ણન છે. દરેક વ્યક્તિએ શિવની ત્રીજી આંખ વિશે ઘણી સ્ટોરીઓ સાંભળી હશે, પરંતુ તેમ છતાં તે એક રહસ્ય જેવું લાગે છે. તો આવો જાણીએ શું છે ભગવાન શિવની ત્રીજી આંખનું રહસ્ય?

ભગવાન શિવની ત્રીજી આંખ દિવ્ય દ્રષ્ટિનું પ્રતીક છે : એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની ત્રીજી આંખ તેમની દિવ્ય દૃષ્ટિ છે. આ દિવ્ય દૃષ્ટિથી કશું છુપાયેલું રહી શકતું નથી. ભોલેનાથની ત્રીજી આંખ જ્ઞાનની આંખ જેવી છે, જે તેમને જ્ઞાનની અનુભૂતિ કરાવે છે. આ ત્રીજી આંખથી તે ત્રણેય લોકની ગતિવિધિઓ પર પણ નજર રાખે છે. શિવની ત્રીજી આંખ તેમને દરેક વસ્તુના અનંત ઊંડાણમાં જવા માટે મદદરૂપ માનવામાં આવે છે.

ભગવાન શિવની ત્રીજી આંખ તેમની શક્તિનું કેન્દ્ર પણ છે. તેનાથી તેમની છબી ખૂબ પ્રભાવશાળી બની જાય છે. એવું પણ માનવામાં આવે છે કે, ભગવાન શિવની ત્રીજી આંખ ખુલતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ ભસ્મ થઈ જશે.

ભગવાન શિવની ત્રીજી આંખ અને તેની સાથે જોડાયેલી કથા : ભગવાન શિવના ત્રીજા નેત્રના સંદર્ભમાં ઘણી કથાઓ વર્ણવવામાં આવી છે. આવી જ એક કથા છે કે જ્યારે ભગવાન શિવ તેમના ધ્યાનમાં મગ્ન હતા ત્યારે માતા પાર્વતીએ તેમની બંને હથેળીઓથી તેમની આંખો ઢાંકી દીધી હતી. જેના કારણે સમગ્ર વિશ્વમાં અંધકાર છવાઈ ગયો હતો.

કહેવાય છે કે તે સમયે મહાદેવે પોતાની ત્રીજી આંખથી એટલો બધો પ્રકાશ પ્રગટાવ્યો કે આખી પૃથ્વી સળગવા લાગી. પછી માતા પાર્વતીએ તરત જ પોતાની હથેળીઓ હટાવી દીધી અને બધું સામાન્ય થઈ ગયું. આ કથા પરથી જાણવા મળ્યું કે ભગવાન શિવની એક આંખ સૂર્ય સમાન અને બીજી ચંદ્ર સમાન છે.

બીજી કથા : બીજી એક કથા અનુસાર, એક વખત દક્ષ પ્રજાપતિએ ભવ્ય હવનનું આયોજન કર્યું હતું અને તે હવનમાં માતા સતી અને ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ માતા સતી ત્યાં ગયા. ત્યાં શિવનું અપમાન કરવામાં આવ્યું છે માતા સતી સહન ન કરી શક્યા અને તેમણે આ-ત્મ-દા-હ કરી લીધો.

આ ઘટનાથી ભોલેનાથ એટલા ભાંગી પડ્યા કે વર્ષો સુધી કઠોર તપ કરતા રહ્યા. એવું કહેવાય છે કે સમય જતાં માતા સતીનો હિમાલયની પુત્રી તરીકે પુનઃ જન્મ થયો હતો. પરંતુ ભગવાન શિવ તેમના ધ્યાનમાં એટલા લીન હતા કે તેમને કોઈ વાતનો અનુભવ જ ના હતો.

બધા દેવતાઓ ઈચ્છતા હતા કે જલ્દીથી માતા પાર્વતીનું શિવ સાથે મિલન થઈ જાય. પરંતુ તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા. પછી અંતે તેમણે ભગવાન કામદેવને મદદ માટે બોલાવ્યા. કામદેવે અલગ-અલગ રીતે ભગવાન શિવનું ધ્યાન તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયા. આ પછી કામદેવે આંબાના ઝાડની પાછળથી પુષ્પ બાણ ચલાવ્યું, જે સીધુ શિવના હૃદયમાં ગયું અને તેમનું ધ્યાન ભંગ થયું.

ધ્યાન ભંગ થવાને કારણે મહાકાલ એટલા ક્રોધિત થઈ ગયા કે તેમણે કામદેવને પોતાની ત્રીજી આંખથી ભસ્મ કરી દીધા. દેવતાઓ એ વાતથી સંતુષ્ટ હતા કે ભોલેનાથનું ધ્યાન પૂરુ થયું. પરંતુ તેમને એ વાતનું દુઃખ પણ હતું કે કામદેવે પોતાના પ્રાણનું બલિદાન આપવું પડ્યું. જ્યારે કામદેવની પત્નીએ શિવને તેમના પતિને પુનર્જીવિત કરવા વિનંતી કરી, ત્યારે શિવે કહ્યું કે દ્વાપર યુગમાં કામદેવ ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે ફરીથી જન્મ લેશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.