શનિની શુભ સ્થિતિથી કુંડળીમાં બને છે આ અતિ શુભ યોગ, તેનાથી પ્રભાવિત વ્યક્તિ હોય છે છુપી શક્તિઓના સ્વામી.

0
620

જો તમારી કુંડળીમાં શનિ આ સ્થિતિમાં છે તો સમજી લો તમારું ભાગ્ય ચમકી ગયું, મોટું પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિના જીવન ઉપર ગ્રહોની અસર જરૂર પડે છે. ગ્રહ નક્ષત્રોના માધ્યમથી જ કુંડળીમાં યોગોનું નિર્માણ થાય છે. વ્યક્તિની કુંડળી ઉપર ગ્રહોની સકારાત્મક અને નકારાત્મક સ્થિતિની પણ અસર થાય છે.

કેટલાક ગ્રહ નકારાત્મક યોગ બનાવે છે અને કેટલાક ગ્રહ શુભ યોગ પણ બનાવે છે. તે શુભ યોગમાંથી એક યોગ છે શશ યોગ. શશ યોગ ખાસ કરીને કુંડળીમાં શનિ ગ્રહની વિશેષ સ્થિતિને કારણે બને છે. તેને પંચ મહાપુરુષ યોગોમાંથી એક માનવામાં આવે છે. જેની કુંડળીમાં આ યોગ બને છે, તેને પોતાના જીવનમાં દરેક સુખ સુવિધા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ કુંડળીમાં શશ યોગનું નિર્માણ કેવી રીતે થાય છે અને તેની વ્યક્તિના જીવન ઉપર કેવી અસર પડે છે.

શશ યોગનું નિર્માણ : જ્યોતિષ શાસ્ત્ર મુજબ પાંચ મહાપુરુષ રાજયોગ હોય છે. તે યોગ છે રુચક યોગ, ભદ્ર યોગ, હંસ યોગ, માલવ્ય યોગ અને શશ યોગ. શશ યોગનું કોઈ પણ લગ્ન કુંડળીમાં હોવું ખુબ જ મહત્વપૂર્ણ છે. આ યોગનું નિર્માણ શનિ ગ્રહ દ્વારા કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં થાય છે અને વ્યક્તિની કુંડળીમાં આ યોગ અત્યંત શુભ ફળ આપે છે.

જો શનિ લગ્ન ગૃહથી કે ચંદ્ર ગૃહથી કેન્દ્ર સ્થાન ઉપર હોય એટલે કે શનિ જો કોઈ કુંડળીમાં લગ્ન અથવા ચંદ્રથી 1, 4, 7 કે 10 માં સ્થાનમાં તુલા, મકર કે કુંભ રાશિમાં સ્થિત હોય તો એવી કુંડળીમાં શશ યોગનું નિર્માણ થાય છે.

શશ યોગની કુંડળી ઉપર અસર :

શશ યોગનું નિર્માણ થવાથી વ્યક્તિની અંદર છુપાયેલી વાતો જાણવાની ક્ષમતા શનિ દેવ પ્રદાન કરે છે. એવા વ્યક્તિ ગુપ્ત શક્તિઓના સ્વામી હોય છે.

જેની કુંડળીમાં આ યોગ હોય તે વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. એવા વ્યક્તિ રાજકારણ ક્ષેત્રમાં પણ ઊંચા હોદ્દા સુધી પહોંચી શકે છે અને પ્રસિદ્ધી મેળવે છે.

જે વ્યક્તિની કુંડળીમાં શશ યોગ બને છે તેને ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત થાય છે.

શશ યોગની અસરથી વ્યક્તિ સામાજિક જીવનમાં મોટું પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત કરે છે.

જે વ્યક્તિની કુંડળીમાં શશ યોગનું નિર્માણ થઇ રહ્યું હોય તો તેવા વ્યક્તિ મોટા સરકારી અધિકારી, અભિયંતા, જજ, વકીલ બને છે.

આ યોગ વાળા લોકો જમીન, મકાન સંબંધી કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.