13 ફેબ્રુઆરીના રોજ પુત્ર શનિની આ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યદેવ, આ રાશિઓનું ખુલી જશે ભાગ્ય.

0
1682

જાણો સૂર્યદેવના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓની થશે પ્રગતિ, કોને પ્રાપ્ત થઇ શકે છે વિદેશમાં કામ કરવાની તક.

સૂર્યદેવ ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્યને નિયમિત અર્ધ્ય આપવાથી આરોગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્ય દેવનું કોઈ રાશિમાં ભ્રમણ કરવું ખુબ મહત્વનું માનવામાં આવે છે. સૂર્યની અસર રાશિમાં રહેલા બીજા ગ્રહની શક્તિઓ ઓછી કરી દે છે. હવે સૂર્યદેવ રાશિ પરિવર્તન કરવાના છે. 13 ફેબ્રુઆરીના રોજ તે પોતાના પુત્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. જેથી કેટલીક રાશિઓને લાભ થશે. આવો જાણીએ સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓની પ્રગતિ થશે.

જ્યોતિષ વિજ્ઞાન મુજબ સૂર્ય એક રાશિમાં લગભગ 30 દિવસ પસાર કરે છે અને પછી તે બીજી રાશિમાં જતા રહે છે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં આ ગતિને જુદી જુદી રાશિઓમાં સૂર્યના ગોચરના રૂપમાં ઓળખવામાં આવે છે. સૂર્યનું આ ભ્રમણ વ્યવહારિક રૂપમાં વર્ષમાં 12 વખત આવે છે. જુદી જુદી રાશિઓના લોકો ઉપર તેની અલગ અલગ અસર પડે છે.

મિથુન રાશિ – સૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિવાળા માટે લાભદાયક છે. ભાગ્યનો પુરતો સાથ મળશે. આવકમાં વધારો થશે. નોકરીમાં બઢતીના યોગ ઉભા થશે. વિદ્યાર્થીઓને મહેનતનું ઉચિત પરિણામ મળશે. કુટુંબ સાથે મનોરંજન સંબંધી કાર્યક્રમ બનશે. ઘરનું વાતાવરણ આનંદ અને ખુશનુમા રહેશે.

કર્ક રાશિ – સૂર્યના રાશિ પરિવર્તનથી કર્ક રાશિવાળાના જીવનમાં સકારાત્મકતા આવશે. કોઈ ધાર્મિક સ્થળ ઉપર જવાની તક મળશે. ધંધાકીય સ્થિતિમાં સુધારો આવશે. લગ્ન યોગ્ય લોકોને શુભ સમાચાર મળી શકે છે. કોઈ જૂની બીમારી માંથી રાહત મળશે.

કુંભ રાશિ – કુંભ રાશિને આર્થિક લાભ મળશે. જે પણ કાર્ય કરશો, તેમાં સફળતા મળશે. આવકની નવી તકો પણ ઉભી થશે. કૌટુંબિક વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહેશે. વિદેશમાં કામ કરવાની તક પ્રાપ્ત થઇ શકે છે. કુટુંબ અને સમાજમાં તમારી છાપ સુધરશે. સકારાત્મક પરિણામ સામે આવશે.

સૂર્યનું ભ્રમણ કેટલા સમય સુધી ચાલે છે? સૂર્ય એક રાશિમાં લગભગ 30 દિવસ સુધી રહે છે. પછી સૂર્ય બીજી રાશિમાં ભ્રમણ કરે છે. 30 દિવસ પછી 12 રાશિઓ બદલાવાનો અર્થ છે કે સૂર્યનું ગોચર એક કેલેન્ડર વર્ષમાં 12 વખત થાય છે. સૂર્યનું ભ્રમણ તમારી ચંદ્ર રાશિ ઉપર નિર્ભર કરે છે. ખાસ કરીને જન્મના ચંદ્રથી ત્રીજા, છઠ્ઠા, દસમાં અને અગિયારમાં ગૃહમાં સ્થિત સૂર્ય લોકોને સારા પરિણામ આપે છે. પણ બીજા ગૃહોમાં સૂર્ય લોકોને પ્રતિકુળ પરિણામ આપી શકે છે.

સૂર્ય અધિકાર, શક્તિ, પિતા અને સન્માનનો ગ્રહ હોવાને કારણે કારકિર્દી અને લગ્નજીવન ઉપર એક અલગ અસર કરે છે. જ્યાં લોકોને નજીકના લોકો સાથે વાતચીત કરવાની રહેશે. સૂર્યનું સકારાત્મક ભ્રમણ બધા સંબંધો અને કાર્યસ્થળોમાં બીજાથી આગળ વધવામાં અસાધારણ પરિણામ આપી શકે છે. તે રીતે સૂર્યનું પ્રતિકુળ ભ્રમણ લોકોને નબળા બનાવે છે અને તે લોકો બીજાના દબાણ આગળ નમી શકે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.