જો તમારી રાશિ છે આ બે માંથી કોઈ એક તો શનિના વક્રી રહેવા દરમિયાન ન કરતા આ ભૂલો, જાણો પ્રભાવ ઓછો કરવાના ઉપાય.
શનિદેવે ગત એપ્રિલ મહિનામાં રાશિ પરિવર્તન કર્યું હતું. શનિ હવે કુંભ રાશિમાં ગોચર (ભ્રમણ) કરી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં પ્રવેશ કર્યા બાદ બે રાશિઓ પરથી શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) સમાપ્ત થઈ છે. મિથુન અને તુલા રાશિના લોકો પરથી કર્મફળ આપનાર શનિનો અઢી વર્ષનો પ્રકોપ સમાપ્ત થઈ ગયો છે.
જો કે જુલાઈથી શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે, જેના કારણે આ બે રાશિઓ પર શનિની ઢૈય્યાનો અંત આવ્યો હતો તે ફરીથી પ્રભાવિત થશે. એટલે કે મિથુન અને તુલા રાશિના લોકો ફરીથી શનિદેવની ઢૈય્યાની પકડમાં આવશે.
જો કે, સૂર્ય પુત્ર શનિ થોડા સમય માટે જ મિથુન અને તુલા રાશિને પ્રભાવિત કરશે અને આ બંને રાશિના લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપશે. પછી તે ફરીથી વક્રી થશે એટલે બંને રાશિઓને રાહત મળશે.

આ બાબતો ધ્યાનમાં રાખવાની છે :
શનિદેવ બે તબક્કામાં રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષના મતે શનિની ઢૈય્યા શરૂ થાય પછી ધંધામાં રોકાણ ન કરવું જોઈએ. આ દરમિયાન, નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લેવા. કરિયર અને નોકરીમાં સફળતા પણ જલ્દી નથી મળતી.
જો આ રાશિના લોકો શનિ જયંતિ પર જ્યોતિષ ઉપાય કરે તો વિશેષ લાભ થાય છે. શનિ જયંતિના દિવસે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવા અને દાન કરવાથી અશુભ અસર ઓછી થાય છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. આમ કરવાથી દુ:ખ દૂર થાય છે.
ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.
આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.