કુંડળીમાં શનિ ખરાબ છે અને ખુબ આર્થીક મુશ્કેલી પડે છે, તો આ એક કામ અપાવી શકે છે રાહત, જાણો કયું.

0
505

ઘરમાં પૈસા રાખવાની જગ્યા પર મુકો આ એક નાનકડી વસ્તુ, આર્થિક સમસ્યાઓ થશે દૂર.

જ્યોતિષ શાસ્ત્રમાં, શનિ ગ્રહને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે તે જીવનના ઘણા પાસાઓને પ્રભાવિત કરે છે. અશુભ શનિ ધન, માન-સન્માન, સ્વાસ્થ્ય, સંબંધો વગેરે પર ખરાબ અસર કરે છે. તેથી જો જન્મકુંડળીમાં શનિ યોગ્ય ન હોય કે શનિની મહાદશા ચાલી રહી હોય તો શનિની વાંકી નજરથી રાહત મેળવવા માટે ઉપાય કરવા જોઈએ. શનિના કારણે આવનારી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જે અસરકારક સાબિત થઇ શકે છે. અહીં એમાંથી એક ઉપાય જણાવવામાં આવ્યો છે.

ઘોડાની નાળ ચમત્કારિક અસર આપે છે :

શનિના પ્રકોપથી બચવા માટે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય શનિ દોષથી રાહત મેળવવા માટે ઘોડાની નાળ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેથી શનિ દોષથી પીડિત વ્યક્તિને ઘોડાની નાળની વીંટી પહેરવાનું કહેવામાં આવે છે. તેમજ ઘર અને દુકાનની બહાર ઘોડાની નાળ મૂકવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિની પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે અને શનિના ખરાબ પ્રભાવથી મુક્તિ મળે છે.

ઘોડાની નાળને તિજોરીમાં રાખો :

ધનની બાબતમાં જો સમસ્યાઓ તમારો પીછો નથી છોડતી, તમને સતત નુકસાન થતું રહે છે, આવક મેળવવામાં અડચણ આવે છે, તો ઘોડાની નાળનો ઉપાય તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. આ માટે તમારે તેને ઘરની તિજોરીમાં અથવા ધન રાખવાની જગ્યાએ રાખવી જોઈએ. એવું કહેવાય છે કે એના કારણે તમને ધનની અછત નહીં થાય. આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે અને ટૂંક સમયમાં તમારી આવક વધવા લાગશે, સાથે જ નુકસાન પણ ઓછું થશે.

શનિના અશુભ થવાના સંકેતો :

જો કુંડળીમાં શનિ ગ્રહ અશુભ સ્થાનમાં હોય તો વ્યક્તિના કામકાજમાં ઘણી સમસ્યાઓ આવે છે. તે વારંવાર નોકરી ગુમાવે છે. લાયકાત પછી પણ પ્રમોશન મળતું નથી. આવક મેળવવામાં અવરોધ આવે છે. ધંધામાં નુકસાન થાય છે. વ્યક્તિ ખરાબ સંગતમાં પડે છે. તે સાફ સફાઈ નથી રાખતો. તેના નખ, કપડાં મોટેભાગે ગંદા હોય છે. આવી સ્થિતિમાં શનિ ગ્રહને ઠીક કરવા માટે વ્યક્તિએ ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ. સાથે જ એવા કામ કરવા જોઈએ, જે શનિદેવને પ્રિય હોય.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.