હથેળીમાં આ 3 જગ્યા પરના તલ હોય છે ખૂબ ઉપયોગી, તેના પરથી ખબર પડે છે કે તમે અમીર રહેશો કે ગરીબ

0
496

તમારી હથેળીના આ ભાગો પર રહેલા તલ જણાવે છે તમારી આર્થિક બાબતો વિષે, જાણો કોની પાસે નથી ટકતા પૈસા.

સમુદ્ર શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનો જ એક ભાગ છે. આમાં, શરીરના દરેક અંગ અને નિશાનને વિગતવાર સમજાવવામાં આવ્યું છે. તેના આધારે કોઈપણ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય પણ જાણી શકાય છે.

સમુદ્ર શાસ્ત્ર અનુસાર શરીર પર તલ હોવું સામાન્ય વાત છે, પરંતુ જ્યારે આ તલ હથેળી પર હોય છે ત્યારે આ બાબત ખૂબ જ ખાસ બની જાય છે. જ્યોતિષીઓનું કહેવું છે કે હથેળીના તલ ખૂબ જ ખાસ બાબતો જણાવે છે. આમાંથી કેટલાક તલ પૈસા સાથે જોડાયેલી વાતો પણ જણાવે છે. એવું જોવામાં આવે છે કે કેટલાક લોકો ઘણા પૈસા કમાય છે, પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી. આ સંદર્ભમાં તલ સાથે સંબંધિત કેટલાક ખાસ સંકેતો આપવામાં આવ્યા છે, જેને જોઈને આપણે સમજી શકીએ છીએ કે કોઈની પાસે પૈસા ટકશે કે નહીં.

1) જો રીંગ ફિંગર પર તલ હોય તો :

સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે જે લોકોની રીંગ ફિંગર જેને અનામિકા આંગણી કહેવાય છે તેના ઉપર તલ હોય છે તેવા લોકો ઈચ્છે તો પણ પૈસા બચાવી શકતા નથી. તેઓ ઘણા પૈસા કમાય છે, પરંતુ તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે જેમાં તે પૈસા ધીમે ધીમે ખર્ચાઈ જાય છે. આ જ કારણ છે કે તેમનું બેંક બેલેન્સ સતત બગડતું જાય છે. તેઓ જેટલા પૈસા બચાવવા પ્રયત્ન કરે છે, તેટલા વધુ ખર્ચ કરવાની પરિસ્થિતિ બની જાય છે.

2) જો સૂર્ય પર્વત પર તલ હોય તો :

હથેળીમાં રીંગ ફિંગર નીચે ઉપસેલા સ્થાનને સૂર્ય પર્વત કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ સ્થાન પર તલ ધરાવે છે, તો પછી તે ગમે તેટલા પૈસા કમાય, પણ તેનો સંગ્રહ કરવામાં તે સક્ષમ નથી હોતો. કારણ કે આવા લોકોને લક્ઝરી લાઈફ જીવવાની આદત પડી જાય છે અને તેઓ આમાં પોતાના તમામ પૈસા ખર્ચી નાખે છે. ઘણી વખત તેઓ લોન લઈને પણ પોતાના શોખ પૂરા કરવામાં શરમાતા નથી.

3) જો જીવન રેખા પર તલ હોય તો :

હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે, અંગૂઠાની નીચે શુક્ર પર્વતની આસપાસ જે રેખા હોય છે તેને જીવન રેખા કહેવામાં આવે છે. આ રેખા તર્જની આંગળીની નીચે આવેલ ગુરુ પર્વતની આસપાસથી શરૂ થાય છે અને હથેળીના અંત સુધી જાય છે. જો કોઈ વ્યક્તિની હથેળીમાં આ રેખા પર તલ હોય તો તે વ્યક્તિના જીવનમાં આર્થિક સંકટ રહે છે. આ લોકો ઈચ્છે તો પણ પૈસા બચાવી શકતા નથી.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.