સપનામાં નારિયેળ જોવું અને તોડવું આ બાબત આપે છે તમને ખાસ સંકેતો, થઈ શકે છે લાભ, જાણો.

0
230

જો તમને નારિયેળ સાથે જોડાયેલું આવું સપનું આવે તો તમે પ્રખ્યાત થવાના છો, તે પ્રગતિની નિશાની છે.

મનોવૈજ્ઞાનિકો માને છે કે સપના આપણી માનસિક અથવા શારીરિક સ્થિતિને પ્રગટ કરે છે. જો કે, સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે, સપના ભવિષ્યની ઘટનાઓના સંકેત આપે છે. સ્વપ્નમાં નાળિયેર જોવા અથવા તોડવાનો વિશેષ અર્થ છે. નારિયેળ એક ખૂબ જ શુભ ફળ છે. આવો જાણીએ ભવિષ્યના સંકેતો.

1) બહુ ઓછા લોકો સપનામાં નારિયેળ જોઈ શકતા હોય છે, પરંતુ જે લોકો મંદિરમાં આવતા જતા રહે છે કદાચ તેઓને આ સપનું દેખાતું હશે. એવામાં, સાઉથ ઈન્ડિયન લોકોએ આ સપનું ઘણીવાર આવતું હશે. જો કે આ સ્વપ્ન શુભ માનવામાં આવે છે.

2) તમારા સપનામાં નારિયેળ જોવાનો અર્થ છે કે તમને તમારી નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો મળશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે અને આવનારા સમયમાં કોઈપણ પ્રકારના સારા સમાચાર મળવાના છે.

3) સપનામાં નારિયેળ ખાવાનો અર્થ છે કે તમારી એક અલગ ઓળખ થવા જઈ રહી છે. તમે પ્રખ્યાત થવાના છો. તે તમારી પ્રગતિની નિશાની પણ છે.

4) સ્વપ્નમાં નારિયેળ તોડવું અથવા મંદિરમાં નારિયેળ તૂટતું જોવા પણ શુભ છે. તેનો અર્થ એ છે કે તમને લાભ મળવાનો છે અથવા તમારા સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.

5) તમારા સપનામાં નારિયેળનું ઝાડ જોવાનો અર્થ છે કે તમે જલ્દી સ્વસ્થ થવાના છો.

6) બધું મળીને નાળિયેર તોડવું, ખાવું, જોવું, નારિયેળ પાણી પીવું, નાળિયેરનું કોપરૂ ખાવું, નારિયેળ અર્પણ કરવું આ બધું જ શુભ ભવિષ્ય સૂચવે છે. નારિયેળ કોઈપણ સ્વરૂપમાં જોવા મળે, તો આર્થિક લાભ થાય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.