ભીષ્મએ જણાવી સ્ત્રીઓની ગુપ્ત વાતો, જાણીને થઈ જશો ચકિત.

0
1128

આપણા ધર્મ શાસ્ત્રોમાં બધું જ જણાવવામાં આવ્યું છે, જો આપણે આપણા ધર્મ શાસ્ત્રો મુજબ ચાલીએ તો પણ પાપ કે ખરાબ કાર્યો તરફ નહિ જઈએ. સ્ત્રીઓ સાથે જોડાયેલી થોડી ખુબ જ મહત્વની વાતો મહાભારતના અનુશાશન પર્વમાં જણાવવામાં આવી છે, તે વાતો તીરની શૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામહએ યુધીષ્ઠીરને જણાવે છે કે,

૧) સ્ત્રીઓનો અનાદર ન કરવો જોઈએ : જે ઘરમાં સ્ત્રીઓનો અનાદર થાય છે ત્યાંના તમામ કામો નિષ્ફળ બની જાય છે, જે કુળમાં વહુ દીકરીઓને દુઃખને કારણે શોક થાય છે તે કુળનો નાશ થઈ જાય છે, સ્ત્રીઓને ખુશ રાખીને શાસ્ત્રોનું પાલન કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.

૨) નારાજ સ્ત્રીઓ આપી દે છે શ્રાપ : નારાજ સ્ત્રીઓ જે ઘરને શ્રાપ આપી દે છે તેનો નાશ થઈ જાય છે. તેની શોભા, સમૃદ્ધી અને સંપત્તિનો નાશ થઈ જાય છે. સંતાનની ઉત્પત્તિ, તેનું ભરણ પોષણ અને લોકયાત્રાનું આનંદપૂર્વક નિર્વહન પણ મહિલાઓ ઉપર જ આધારિત છે. જો પુરુષ તેનું સમ્માન કરશે તો તમામ કાર્યો પૂર્ણ થઈ જશે.

૩) જ્યાં થાય છે સ્ત્રીઓનું સમ્માન ત્યાં હોય છે દેવતાઓનો વાસ : જો સ્ત્રીઓની મનોકામના પૂરી નથી કરવામાં આવતી તો તે પુરુષોને ખુશ નથી રાખી શકતી. એટલા માટે સ્ત્રીઓને હંમેશા સત્કાર અને પ્રેમ કરવો જોઈએ. સ્ત્રીઓના આદરથી દેવતા ખુશ થાય છે અને ઘરમાં નિવાસ કરે છે. સ્ત્રીઓ ઘરની લક્ષ્મી છે પુરુષોએ તેનું સમ્માન કરવું જોઈએ.

૪) સ્ત્રીઓ હોય છે ઘરની લક્ષ્મી : સ્ત્રીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીને સમ્માન કરવું જોઈએ, જે ઘરોમાં સ્ત્રીઓનું સમ્માન થાય છે તેમાં ક્યારે ધનધાન્યની અછત નથી રહેતી.

૫) વહુને સમજો દીકરી સમાન : જે ઘરમાં વહુ સુખી હોય છે તે ઘરમાં દીકરી પણ ઘણું સુખી જીવન પસાર થાય છે. સુખી સ્ત્રીનો પતિ હંમેશા સફળતાઓ પ્રાપ્ત કરે છે. તેમના ઘર ઉપર દેવી દેવતાઓની કૃપા જળવાયેલી રહે છે.

૬) સ્ત્રી ઉપર હાથ ઉપાડવો પાપ છે : જે ઘરમાં સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન થાય એટલે કે જે ઘરમાં પતિ પત્ની ઉપર હાથ ઉપાડે છે તે ઘરના પુરુષોનો સર્વનાશ થઈ જાય છે. તેવા ઘરમાં ક્યારે પણ વિકાસ નથી થઈ શકતો.

આ છે તે મુખ્ય અને ગુપ્ત વાતો જે ભીષ્મ પિતામહએ અનુશાશન પર્વ દરમિયાન ધર્મરાજ યુધીષ્ઠીરને જણાવી હતી. તમે પણ તે વાતોનું ધ્યાન રાખો અને સ્ત્રીઓ પ્રત્યે અનાદર કરવાથી દુર રહો.