આળસુ વિદ્યાર્થીએ બનાવી ન હતી નોટબુક, ટીચરે કર્યું ચેકીંગ, પછી જે થયું તે ખુબ જ મજેદાર છે, વાંચો ફની સ્ટોરી

0
1175

વાત લગભગ 10 વર્ષ જૂની છે. હું ધોરણ 9 માં હતો. ત્યારે મેં વિજ્ઞાનની નોટબુક બનાવી ન હતી અને તેને ચેક કરવા માટે ઘણું દબાણ હતું. મેડમ પણ બહુ કડક હતા. મને ખબર પડી કે જે વિદ્યાર્થીઓ લેસન નથી કરતા તેમને કડક સજા કરે છે. આખા નવ ચેપટર પૂરા થઈ ગયા હતા. બીજા છોકરા-છોકરીઓએ નોટબુક તૈયાર કરી હતી. મારી પાસે માત્ર એક રફ કોપી હતી. બે રાત સુધી તો ઊંઘ જ ન આવી.

ઉપરથી પ્રિન્સિપાલને ખબર પડી જાય તો મુશ્કેલી વધી જાય એનો ડર હતો. અને ચેકીંગનો દિવસ આવી ગયો. મેડમે ચેક કરવાનું શરૂ કર્યું, 18 જેટલા રોલ નંબરની નોટબુક તપાસવામાં આવી અને બેલ વાગી ગયો. મેં રાહતનો શ્વાસ લીધો.

પછી મેડમે ઉતાવળમાં કહ્યું : બાકીના બધા બાળકો પોતાની નોટબુક જમા કરાવી દે હું ચેક કરીને મોકલાવી દઈશ. ત્યારે મારું દુષ્ટ મગજ સક્રિય થયું, અને હું ભીડમાં બીજા વિષયની નોટબુક લઈને નોટબુકના ઢગલા સુધી ગયો. જેથી બધા એવું માને કે મેં નોટબુક મૂકી છે. અને મારી નોટબુક સંતાડીને પાછી લઇ આવ્યા. હવે નકલની જવાબદારી મેડમની હતી.

બે દિવસ પછી બધાની નોટબુક આવી પણ મારી ન આવી. આવતે પણ કેવી રીતે?

હું મેડમ પાસે ગયો અને કહ્યું : મેડમ, મારી નોટબુક મળી નથી.

તેમણે કહ્યુ : હું તપાસ કરીશ, સ્ટાફ રૂમમાં હશે.

બીજા દિવસે હું ફરી તેમની પાસે પહોંચ્યો અને કહ્યું : મેડમ મારી નોટબુક?

મેડમે કહ્યું : તે સ્ટાફરૂમમાં નથી, મારા ઘરે રહી ગઈ હશે, હું કાલે આપીશ.

મેં કહ્યું : ઠીક છે.

ત્રીજા દિવસે : મેડમ નોટબુક?

મેડમ : દીકરા, મેં ઘર જોયું, તારી નોટબુક મળી ગઈ છે, આજે લાવવાનું ભૂલી ગઈ, કાલે આપીશ.

હું (મારા મનમાં) : વાહ! અદ્ભુત થયું, નોટબુક આપ્યા વિના મેડમના ઘરે મળી ગઈ. અશક્ય કામ શક્ય થઈ ગયું.

તેના બીજા દિવસે હું ફરી મેડમ પાસે ગયો : મેડમ મારી નોટબુક.

અને આ રીતે મેં મેડમને એટલો જ સ્ટ્રેસ આપ્યો જેટલો મને 5 દિવસ માટે મળ્યો હતો. પછી મેડમે મને સ્ટાફરૂમમાં બોલાવ્યો અને કહ્યું : જો દીકરા! તારી નોટબુક મારી પાસેથી આકસ્મિક રીતે ખોવાઈ ગઈ છે.

મેં એવો ઉદાસ ચહેરો બનાવ્યો જાણે ખબર નહિ હવે મારુ શું થશે અને કહ્યું : હવે શું થશે, મારા મમ્મી તો મને ખુબ ખીજાશે. હું આટલું બધું ફરી કેવી રીતે લખીશ? હું પરીક્ષા કેવી રીતે આપીશ, આ બધું કામ ફરી કેવી રીતે લખીશ?

તરત જ મેડમ બોલ્યા : દીકરા, ચિંતા ન કર. દસમા ચેપટરથી નોટબુક તૈયાર કર અને બાકીનું ફરી લખવાની જરૂર નથી. હું બીજાની નોટબુકની ઝેરોક્ષ કરાવીને એની વ્યવસ્થા કરી દઈશ. એ દિવસે એવો અનુભવ થયો જાણે કે, આકરા ઉનાળામાં કોઈએ બરફ ઘસ્યો હોય. મારા માથા પરથી 50 કિલોનો ભાર ઉતરી ગયો હોય એવું લાગ્યું.

મેડમ સામે ખુશી વ્યક્ત ન કરી શક્યો પણ મેડમના જતાની સાથે જ હવામાં ત્રણ વાર કુદકા માર્યા, “હા! હા! હા!” બોલ્યા પછી ટાઈ ઢીલી કરીને આગળ વધ્યો.

બીજા દિવસે મેડમ એ 9 ચેપટરની 80 પેજની ઝેરોક્ષ લાવ્યા અને મને આપતાં તેમણે કહ્યું : આ લે દીકરા, તને કંઈ સમજ ન પડે તો મારી પાસે આવીને સમજજે.

તે દિવસે મને મારી અસલી શક્તિનો અનુભવ થયો કે જો હું મારી જાત પર આવું તો હું કંઈ પણ કરી શકું છું.