33 દિવસ અસ્ત થઇને કર્મફળદાતા શનિ દેવ બનાવી રહ્યા છે રાજ યોગ, આ 4 રાશિ વાળાને ધનલાભ સાથે પ્રગતીના પણ પ્રબળ યોગ
વૈદિક જ્યોતિષ મુજબ જયારે પણ કોઈ ગ્રહ રાશી પરિવર્તન કરે છે, તો તેની સીધી અસર માનવ જીવન ઉપર પડે છે. આ વર્ષ 2022 માં ઘણા મોટા ગ્રહો ઉદય અને અસ્ત થવા જઈ રહ્યા છે. આ લીસ્ટમાં આયુ પ્રદાતા અને કર્મફળ દાતા શનિ દેવનું પણ નામ છે. તમને જણાવી આપીએ કે શનિ દેવ 22 જાન્યુઆરી 2022 ના રોજ અસ્ત થઇ ચુક્યા છે અને આ 24 ફેબ્રુઆરી 2022 ના ઉદય થશે. શનિના લોકોને કર્મઠ, કર્મશીલ અને ન્યાયપ્રિય બનાવે છે, સાથે જ તેની અસરથી વ્યક્તિને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. તે વ્યક્તિને ધીરજવાન પણ બનાવે છે. સાથે જ જીવનમાં સ્થિરતા આવે છે. અને શનિ દેવની અસરથી વ્યક્તિની ઉંમરમાં વૃદ્ધી થાય છે.
એસ્ટ્રોલોજર આદિત્ય ગૌડ મુજબ શનિના અસ્ત થવાથી અસરથી 4 રાશિ વાળાનું ગોચર કુંડળીમાં વિપરીત રાજ યોગ દુર થઇ રહ્યા છે. અને 4 રાશિ વાળાને વિપરીત રાજ યોગનુ નિર્માણ થઇ ગયું છે. આ લોકોને તે સમય દરમિયાન વેપાર અને રાજકારણમાં વિશેષ સફળતા મળી શકે છે. સાથે જ જુના રોગો માંથી મુક્તિ પણ મળી શકે છે. આરોગ્યમાં પણ સુધારાના સંકેત છે. આવો જાણીએ તે 4 રાશિઓ કઈ કઈ છે. જેની કુંડળીમાં વિપરીત રાજ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.
મિથુન રાશિ : આ રાશિ વાળાનું ભ્રમણ કુંડળીના અષ્ટમ ગૃહમાં વિપરીત રાજ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. તમને વેપારમાં જોરદાર લાભ થઇ શકે છે. કેમ કે શનિ, બુધ અને શનિ તમારી કુંડળીમાં આઠમાં સ્થાનમાં બિરાજમાન છે. સાથે જ તમારી રાશિના સ્વામી સ્વયં બુધ દેવ છે. જેને વેપારના દાતા કહેવામાં આવે છે. તેથી તમારે બિજનેસમાં આકસ્મિક લાભ થઇ શકે છે. જો તમે વેપારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકુળ રહેશે. આરોગ્યને લઈને તમારે થોડી પરેશાની થઇ શકે છે. સાથે જ મિથુન રાશિના લોકોને રાજકારણમાં પણ સફળતા મળી શકે છે. જો તે રાજકારણમાં સફળ થવા માટે ઘણા દિવસોથી કાર્યરત હતા, તો આ સમય દરમિયાન તેને મોટું પદ મળી શકે છે.

સિંહ રાશિ : આ લોકોનું ગોચર કુંડળીમાં છઠ્ઠા ગૃહમાં વિપરીત રાજ યોગ બની રહ્યા છે. આ સમય તમારી આર્થિક સ્થિતિમાં જોરદાર સુધારો આવવાની સંભાવના રહેશે. દરેક કામમાં તમારું પ્રદર્શન સારું રહેશે. તમે સારી કમાણી કરવામાં સફળ રહેશો. કાર્યક્ષેત્રમાં તમારી જોરદાર પ્રસંશા થશે. સાથે જ જો તમારો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે, તો તમને જોરદાર ધનલાભ થઇ શકે છે. જો તમે વેપારમાં કોઈ નવો સોદો કરવા માગો છો, તો આ સમય લાભદાયક સિદ્ધ થઇ શકે છે. સાથે જ જો તમે શેર બજારમાં પૈસા લગાવવા માગો છો, તો રોકાણ કરી શકો છો. લાભના સંકેત જોવા મળી રહ્યા છે. જો તમે કોઈ ગંભીર કે જુની ઈજાથી પરેશાન હતા, તો આ સમય દરમિયાન મુક્તિ મળી શકે છે. રાજકારણમાં પણ સફળ થવાના યોગ છે.
વૃશ્ચિક રાશિ : 24 ફેબ્રુઆરી સુધીના સમયગાળો તમારા માટે ઘણો સકારાત્મક જોવા મળી રહ્યો છે. તમારું ભ્રમણ કુંડળીના ત્રીજા સ્થાનમાં વિપરીત રાજ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. એટલા માટે આ સમય દરમિયાન તમને અચાનકથી ધન લાભની પ્રાપ્તિ થઇ શકે છે. આ સમય નોકરી ધંધા વાળા અને વેપારી લોકો બંને માટે સારો રહેશે. તમારી મનગમતી ઈચ્છા પૂરી થઇ શકે છે. કારકિર્દીમાં લાભ પ્રાપ્ત કરવાની ઘણી તકો હાથ લાગશે. વિદેશમાં ધનલાભ થવાના સંકેત છે. રાજકારણમાં કરવામાં આવેલા પ્રત્યન આ સમય દરમિયાન સફળ થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિ ઉપર મંગળ ગ્રહનું આધિપત્ય છે. એટલા માટે આ સમય દરમિયાન જે લોકો સેના, એન્જીનીયર, પોલીસ, ડોકટરી લાઈન સાથે જોડાયેલા છે. તે લોકોને જોબમાં બઢતી મળી શકે છે.
કુંભ રાશિ : તમારી ભ્રમણ કુંડળીના 12માં ગૃહમાં વિપરીત રાજ યોગ ઉભા થઇ રહ્યા છે. સાથે જ માયાવી ગ્રહ રાહુ દેવની પણ દ્રષ્ટિ જળવાઈ રહી છે. તેથી વેપારમાં તમને આકસ્મિક લાભ થઇ શકે છે. આ સમય તમને તમારી મહેનતનું પૂર્ણ ફળ મળવાની સંભાવના રહેશે. જે લોકો પ્રશાસનીક પદ ઉપર કાર્યરત છે, તેમને માન સન્માનમાં વૃદ્ધિ થશે. રાહુ અને સૂર્ય દેવ રાજકારણમાં પણ કારક છે, તેથી તમને રાજકારણમાં કોઈ પદ મળી શકે છે. આવકમાં વધારાની પ્રબળ સંભાવના છે. જે લોકો શની સાથે સંબંધિત વસ્તુઓ જેવી કે ઓઈલ, લોખંડનું કામ કરી રહ્યા છે, તેને રોકાણ માટે સારો સમય છે. તમે ધનની બચત કરવામાં સફળ રહેશો. નવો વેપાર શરુ કરવા માટે સમય સારો છે કુંભ રાશી ઉપર શનિદેવનું આધિપત્ય છે અને જ્યોતિષ મુજબ રાહુદેવની શનિદેવ સાથે મિત્રતા છે. તેથી આ રાશિ વાળાને શેર બજારમાં પણ આકસ્મિક લાભ થઇ શકે છે.
આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.