મજેદાર જોક્સ : સરિતા : બાળકો તાજમહેલ ક્યાં છે. વિદ્યાર્થી : મેડમ, તાજમહેલ આગ્રામાં છે. સરિતા : ખોટું …

0
3752

જોક્સ :

છોકરી : ડિયર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ?

છોકરો : ડાર્લિંગ આપણે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છીએ.

છોકરી : તો તેં મને પહેલાં કેમ ન કહ્યું?

છોકરો : મને પણ હમણાં ગાડીની બ્રેક ફેઈલ થઈ ત્યારે જ ખબર પડી.

જોક્સ :

દર્દી : ડોક્ટર સાહેબ, મને વિચિત્ર બીમારી થઈ છે. મને રોજ એવો વહેમ થાય છે કે કોઈ મારો પીછો કરે છે.

ડોક્ટર : ભાઈ, એ તો તારું પાછલુ બીલ વસૂલ કરવા એક છોકરો રાખ્યો છે.

જોક્સ :

સરિતા સ્કૂલની ઘણી હોશિયાર ટીચર છે, તે એક દિવસ વિદ્યાર્થીઓને ભણાવી રહી હતી.

સરિતા : જણાવો બાળકો તાજમહેલ ક્યાં છે.

વિદ્યાર્થી : મેડમ, તાજમહેલ આગ્રામાં છે.

સરિતા : ખોટું, તાજમહેલ દિલ્લીમાં છે.

બધા વિદ્યાર્થી વિચારમાં પડી ગયા અને આ વાત ઘરે જઈને પોતાના વાલીઓને જણાવી.

બીજા દિવસે બધા વાલીઓ સ્કૂલમાં પહોંચી ગયા અને સરિતા ટીચરને ફરિયાદ કરવા લાગ્યા કે,

તમે બાળકોને ખોટું ખોટું કેમ ભણાવી રહ્યા છો.

સરિતા (બધા વાલીને) : પહેલા તમે બધા 6 મહિનાની ફી જમા કરી દો, નહિ તો ત્યાં સુધી તાજમહેલ દિલ્લીમાં જ રહેશે.

જોક્સ :

દર્દી : ડોકટર સાહેબ, તમે મારો ડા-રૂ-છોડાવી શકો?

ડોકટર : સો ટકા છોડાવી શકું દોસ્ત.

દર્દી : તો છોડાવી દો ને સાહેબ, પોલીસે મારી 4 પેટી પકડી લીધી છે.

જોક્સ :

રમેશ : વકીલ સાહેબ તમારી ફી કેટલી છે?

વકીલ : ત્રણ સવાલના રૂપિયા 5000.

રમેશ : સાહેબ, બહુ ન કહેવાય?

વકીલ : હા, હવે છેલ્લો પ્રશ્ન પૂછી લો!

જોક્સ :

સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું : તમારી દવાઓ બહુ મોંઘી છે, શું અહીંયા આ જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે?

વૈદ : ના ના… વાત એમ નથી. અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળે છે, પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલીથી મળે છે.

જોક્સ :

ગાયક ગગન, પેઈન્ટર પિયુષ અને બે-વ-ડો બાઘો રોજ અડ્ડા પર બેસી ડા-રુ-ની મહેફિલ કરતા. એક દિવસ એક લવરમુંછીયાએ આવીને કહ્યું,

“માફ કરજો તમને હેરાન કરું છું. મારું નામ કમલેશ છે. હું ફ્રીલાન્સ પત્રકાર છું. જો તમને વાંધો ના હોય તો એક પ્રશ્ન પૂછું?”

ગગન : પૂછો.

પત્રકાર : ધારો કે તમે મ-રી-ગ-યા અને તમને ચિતા પર ચઢાવવામાં આવ્યા છે,

અને આગ ચાંપવાની તૈયારી થઈ ગઈ હોય ત્યારે એકાએક તમારી શ્રવણેન્દ્રિય થોડીક વાર માટે કામ કરતી થઈ જાય,

અને ડાધુઓ તમારા માટે વાત કરતા સંભળાય તો તમને શું સાંભળવું ગમે?

ગાયક ગગને કહ્યું, મને એવું સાંભળવું ગમે કે, “લોકોએ આની સાથે ઘણો અન્યાય કર્યો, બાકી તાનસેનની બરાબરી કરી એવો ગાયક હતો.”

પેઈન્ટર પીયૂસે કહ્યું, મને એવું સાંભળવું ગમે કે, “બિચારો કદર પામ્યા વગર ચાલ્યો ગયો, પણ જો જો એક દિવસ એના જુના ચિત્રો હુસેનના ચિત્રોની જેમ કરોડોમાં વેચાશે.”

પત્રકાર બે-વ-ડા બાઘા તરફ જોઈને,

પત્રકાર : તમને શું સાંભળવું ગમે બાઘા?

બાધા : મને એમ સાંભળવું ગમે કે, “એઇ આગ ના ચાંપતા, આગ ના ચાંપતા, મને જીવતો હોય એમ લાગે છે.”

જોક્સ :

રીટા અને હીના બે બહેનપણીઓ લાંબા સમય પછી મળી, તે પોત પોતાના પતિઓ વિષે વાત કરી રહી હતી.

રીટા : તારા પતિ ક્યાં નોકરી કરે છે?

હિના : એ તો બેંક સાફ કરે છે.

રીટા : હેં અલી, તે તારા પતિ ઝાડુવાળા છે કે પછી મેનેજિંગ ડિરેકટર છે?