સરસ્વતી પૂજા ક્યારે છે, જાણો તિથી, મંત્ર, પૂજા વિધિ અને શુભ મુહુર્ત.

0
570

વસંત પંચમી પર માં સરસ્વતીની પૂજા કરવા માટે કયો સમય રહેશે શુભ, જાણો તેમની પૂજા કરવાની રીત.

સરસ્વતી પૂજા મહા માસના સુદ પખવાડિયાની પાંચમ તિથીએ 5 ફેબ્રુઆરી 2022 શનિવારના રોજ હશે. માન્યતા મુજબ વસંત પંચમીના દિવસે પૂજા કરવાથી માં સરસ્વતી જલ્દી પ્રસન્ન થાય છે. માં સરસ્વતીની પૂજા ઘણા બીજા તહેવારો ઉપર પણ થાય છે. પણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા વિશેષ ફળદાયક માનવામાં આવે છે. આવો જાણીએ સરસ્વતી પૂજાના શુભ મુહુર્ત, મંત્ર વિષે.

સરસ્વતી પૂજા મુહુર્ત : વસંત પંચમી પર 5 ફેબ્રુઆરી 2022 ના રોજ માં સરસ્વતીની પૂજા માટે કુલ મળીને 5 કલાક અને 28 મિનીટના શુભ મુહુર્ત રહેશે. આ દિવસે સવારે 07 વાગીને 19 મિનીટથી બપોરે 12 વાગીને 35 મિનીટ સુધી માં સરસ્વતીની પૂજા કરવી શુભ રહેશે.

માં સરસ્વતીની પૂજા વિધિ :

(1) આ દિવસે સવારે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્ર ધારણ કરો.

(2) સરસ્વતી માતાની પૂજા અને વ્રતનો સંકલ્પ લો. ત્યાર પછી એક ચોકી ઉપર પીળા રંગના કપડા પાથરીને માં સરસ્વતીની મૂર્તિ મુકો.

(3) પીળા વસ્ત્ર, પીળુ ચંદન, હળદર, કેસર, હળદરથી રંગેલા પીળા ચોખા, પીળા ફૂલ માં ને અર્પણ કરો.

(4) આ દિવસે માં શારદાને પીળા રંગના મીઠા ભાતનો ભોગ ચડાવો.

(5) ત્યાર બાદ સરસ્વતી માં ની આરતી ઉતારો અને નમન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો.

આ મંત્રનો કરો જાપ :

या कुंदेंदु-तुषार-हार-धवला, या शुभ्रा – वस्त्रावृता,

या वीणा – वार – दण्ड – मंडित – करा, या श्वेत – पद्मासना।

या ब्रह्माच्युत – शङ्कर – प्रभृतिभिर्देवै: सदा वन्दित,

सा मां पातु सरस्वती भगवती नि: शेष – जाड्यापहा।।

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.