મેષ – આ અઠવાડિયે મનમાં આધ્યાત્મિક ચેતના જાગી ઉઠશે, જેથી ધાર્મિક કાર્યો અને પુસ્તકો વાંચવાનું મન થશે. ઓફીસમાં બઢતી માટે સારો સમય ચાલી રહ્યો છે. તમારા સારા કામની પ્રશંસા ઓફીસ સ્ટાફમાં થશે અને બોસ પણ ખુશ રહેશે, જેથી આવકમાં વધારાની સંભાવના પણ જોવા મળી રહી છે. વેપારીઓને આ અઠવાડિયું સારી પ્રગતી દેખાડવાનું છે. ધંધામાં સારો વેગ આવશે.
વૃષભ – આ અઠવાડીયે પોઝીટીવ વિચારસરણીથી ઉદાસી ઓછી કરવામાં મદદ મળશે. કોઈ જુનો વિવાદ ઉભરીને સામે આવશે. એટલે કે જુના દુશ્મનો જે શાંત બેઠા હતા તે એક્ટીવ થવાનો સમય છે. ઓફીસમાં કાર્યરત લોકો અને સાથી કર્મચારીઓ સાથે સારો વ્યવહાર જળવાઈ રહેશે. જેથી તેમની સાથે સારા સંબંધ સ્થાપિત થશે. વેપારીઓ હોય કે નોકરી ધંધા વાળા બધા લોકો રોજગારી ક્ષેત્રમાં કઠોર પરિશ્રમ કરતા જોવા મળશે. પરિશ્રમનું ફળ મળશે. આરોગ્યમાં નાની સમસ્યાઓને પણ હળવાશથી ન લેશો.
મિથુન – આ અઠવાડિયે જ્ઞાનમાં વધારો થશે, જેથી જીવનને સંચાલિત કરવા માટે સારી બાબતો શીખવા મળશે. સરકારી વિભાગ સાથે જોડાયેલા લોકો માટે સમય શુભતા લઈને આવવાનો છે. ઘણા દિવસોથી ક્યાંક ધન અટકાયેલું છે તો તે મળવાની સંભાવના ઉભી થશે. અઠવાડિયાના અંત સુધી વેપારમાં મોટા ગ્રાહકોનો સંપર્ક કરવો જોઈએ. એમ કરવાથી વેપારમાં સુધારો થશે. આર્થિક સમસ્યાઓ આ વખતે ઓછી થઇ શકે છે. આરોગ્ય પ્રત્યે સાવચેત રહો.
કર્ક – આ અઠવાડિયે અનૈતિક કાર્યોમાં રસ ન લેશો. કેમ કે એવા કાર્યોમાં વધુ રસ ભવિષ્યમાં છાપ ખરાબ કરવાનું કામ કરશે. કારકિર્દી સાથે સંબંધિત યાત્રાઓ વધુ થઇ શકે છે. પણ જો ખુબ જરૂરી હોય તો જ ઘરેથી દુર જાવ. ધંધામાં મોટી સફળતા મળશે. કોઈ મોટા પ્રોજેક્ટનો સોદો થઇ શકે છે. આરોગ્યમાં સ્કીન એલર્જીને લઈને જાગૃત રહો, તરત સારવાર કરો નહી તો સમસ્યા વધી શકે છે. જીવનસાથીનો સાથ મળવાની સાથે કામ કરવામાં સરળતા રહેશે.

સિંહ – આ અઠવાડિયે ગ્રહોની સકારાત્મક સ્થિતિઓ તમને તમારા લક્ષ્યમાં ડગવા નહિ દે જેથી તમે તમારા ધ્યેય ઉપર ટકી શકશો. ઓફીસમાં તમારા કૌશલ્ય અને જ્ઞાનથી સફળતા મળશે. તમારી પહેલાના સમયમાં કરવામાં આવેલી મહેનત કામ લાગશે. ધંધામાં વધુ ધ્યાન આપવાની જરૂર છે નહિ તો આર્થિક નુકશાન થઇ શકે છે.
કન્યા – આ અઠવાડિયે તમારી અંદરનો ભય દુર થઇ શકે છે. જે વાતને લઈને તમે અદંરથી દુઃખી હતા, તેનું સમાધાન આ અઠવાડિયે થવાની આશા છે. ઓફીસમાં તમારા કામને સમય આપો અને મન લગાવીને કામ પુરા કરો. ભવિષ્ય ઉજવળ છે. ધંધાકીય પાર્ટનર સાથે સંબંધ બગડી શકે છે. જેને લઈને વેપારના કામોમાં ગતિ ધીમી પડી શકે છે. આરોગ્યમાં નાની નાની બીમારીઓ વારંવાર થવાથી તણાવ વધી શકે છે.
તુલા – આ અઠવાડિયે મનમાં નકારાત્મક વિચારો લાવવાનો અર્થ છે પોતાને નુકશાન પહોંચાડવું. એવી સ્થિતિ જો ઉભી થાય તો કોઈ વડીલ પાસે માર્ગદર્શન લેવું જોઈએ. કાર્યક્ષેત્રમાં સકારાત્મકતા જળવાઈ રહેશે, તો તેના સારા પરિણામ પણ મળશે. સાથી કર્મચારીઓ સાથે સંબંધ સુધારવાનો પ્રયત્ન કરો નહિ તો ઓફીસમાં છાપ ખરાબ થઇ શકે છે. બેકરી આઈટમોના વેપારીઓને લાભ મળશે. કોઈ પાર્ટી કે આયોજનમાં સ્ટોલની ઓફર આવી શકે છે, જેથી બીજા નવા સંપર્ક ઉભા થશે.
વૃશ્ચિક – આ અઠવાડિયાની શરુઆતમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેથી મનમાં ઉદાસી રહેશે. ઓફીસમાં બોસ તમારા કામ કરવાની પદ્ધતિની પ્રશંસા કરશે અને સાથે સાથે તમારા સાથી કર્મચારીઓને પ્રેરિત થવા માટે પણ કહેશે. પ્રોપર્ટી સંબંધી બાબતોમાં નક્કર નિર્ણય લઇ શકો છો. જો ખરીદ વેચાણમાં કોઈ સોદા વિષે વાત ચાલી રહી છે તો આ અઠવાડિયે સફળતા મળી શકે છે.
ધનુ – આ અઠવાડિયે બુદ્ધીના બળ ઉપર સફળતા પ્રાપ્ત કરી શકો છો, એટલા માટે તમારી બુદ્ધીનો યોગ્ય જગ્યાએ સદ્દઉપયોગ કરો. ઓફીસના કામોમાં ભૂલ થવાની કોઈ સંભાવના ન રહે તેના માટે મન લગાવીને કામ કરો અને કર્યા પછી એક વખત રી-ચેક જરૂર કરી લેવું. વેપારી વર્ગ જો કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છે તો સોદો ફાઈનલ કરવા માટે આ અઠવાડિયું તમારા માટે અનુકુળ સાબિત થશે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો જે લોકોને થાઈરોઈડ છે, તેમની મુશ્કેલી વધી શકે છે.
મકર – આ અઠવાડિયે ખર્ચમાં વધારો થઇ શકે છે. ખાસ કરીને અઠવાડિયાનું પૂર્વાર્ધ તમારા માટે થોડું વધુ નબળું સાબિત થશે. જેથી તમારી અંદર માનસિક તણાવ વધી શકે છે. નોકરી કરવા વાળા વ્યક્તિઓએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર રહેશે, તેમને આ સમયે ઘણા પડકારો આવી શકે છે. વેપારની બાબતોમાં ભવિષ્યમાં સારો લાભ મળવાની સંભાવના છે. આરોગ્યમાં શારીરિક સાથે માનસિક આરોગ્ય ઉપર પણ ધ્યાન આપો.
કુંભ – આ અઠવાડિયે દરેક કાર્મમાં રસ વધશે અને ગ્રહોની સ્થિતિઓ દોડ-ધામ વધુ કરાવી શકે છે. કોઈ પણ કામ કરવામાં તમારી સાથે સાથે બીજાના માન સન્માન અને મર્યાદાનું ધ્યાન જરૂર રાખો. વેપારી જો કોઈ રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા હતા તો તેમાં સફળતા મળશે, સારા નફા અને વેપાર સાથે જોડાયેલી કોઈ સારી તક પ્રાપ્ત કરી શકશો. આરોગ્યનું ખાસ ધ્યાન રાખો.
મીન – આ અઠવાડિયે નવા કામોનું આયોજન થશે. આ સમય દરમિયાન બનેલા પ્લાન તમને ભવિષ્યમાં સારા ફળ આપશે. ખર્ચામાં વધારો થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો જેથી તમે આ અઠવાડિયે એક ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરી શકો છો. કોઈ નવો ધંધો શરુ કરવાનું આયોજન બનાવી રહ્યા છો તો તમને સલાહ આપવામાં આવે છે કે હાલમાં તેના માટે થોડા થોભી જાવ, નહિ તો નુકશાન થઇ શકે છે. આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે.