ખુશ રહેવાની એક સરસ ત તરીકે આપણી પાસે જોક્સ છે. તે આપણા જીવનમાં ખુશી અને હૂંફ ઉમેરે છે. આનાથી આજુબાજુનું વાતાવરણ તો સુખદ બને જ છે, પરંતુ આપણે વધુ સારું માનસિક, શારીરિક, સામાજિક જીવન જીવી શકીએ છીએ. દેખીતી રીતે, તેનો લાભ કારકિર્દીની વૃદ્ધિના સ્વરૂપમાં પણ મળે છે. કારણ કે ટેંશન ફ્રી અને હસતો માણસ વધારે સારું કામ કરી શકે છે.
આજે અમે તમારા માટે કેટલાક જોક્સ લાવ્યા છીએ, જે તણાવને દૂર કરી શકે છે. અને બધા આરોગ્ય નિષ્ણાંતો માને છે કે હસવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે. તો આવો મજેદાર જોક્સ વાંચીએ.
જોક્સ :
નર્સની આંખોમાં આંખો નાખીને રોમાન્ટિક થઈને રાજુએ કહ્યું,
રાજુ : આઈ લવ યું, તમે મારું દિલ ચોરી લીધું છે.
નર્સ શરમાઈને બોલી : જાવ ને જુઠ્ઠા, દિલને તો હાથ પણ નથી લગાવ્યું, અમે તો માત્ર કીડની ચોરી છે.
જોક્સ :
પત્ની : તમને ખબર છે મહિલાઓ પોતાના બાળકોને આટલા ઊંચા અવાજે કેમ ખીજવાય છે?
પતિ : ના, જણાવને આવું કેમ?
પત્ની : જેથી પતિઓમાં પણ ડર બન્યો રહે.
જોક્સ :
મીનાને ઉદાસ જોઇને પપ્પુ તેની પાસે ગયો.
તે મીનાની બાજુમાં મુકેલી કોલ્ડ ડ્રીંકની બોટલમાંથી થોડું કોલ્ડ ડ્રીંક પીધા પછી બોલ્યો,
શું થયું આટલી ઉદાસ કેમ બેથી છે?
મીના બોલી : આજનો દિવસ ઘણો ખરાબ છે.
સવારે બોયફ્રેન્ડ સાથે ઝગડો થઈ ગયો,
રસ્તામાં સ્કુટીમાં પંચર પડ્યું તો ઓફીસ સુધી તેને ધક્કો મારી લઇ જવી પડી,
ઓફીમાં મોડેથી પહોંચી તો બોસે નોકરી માંથી કાઢી મૂકી,
હવે દુનિયા છો ડવા માટે કોલ્ડ ડ્રીંકમાં ઝે-ર મિક્સ કર્યું તો એ કોલ્ડ ડ્રીંક પણ તું પી ગયો.

જોક્સ :
છગન : સવાર-સવારમાં પાડોશી બોલી રહી હતી કે મારા પેટમાં ઉંદર દોડી રહ્યા છે.
મગ્ન : તો પછી તે શું કર્યું?
છગન : મેં તેને ઉંદરની દવા ખવડાવી દીધી.
હવે બે કલાકથી ઊંઘી રહી છે, થેંક્યુ પણ કીધું નહિ.
જોક્સ :
સાહેબ : છોકરીઓ જો પારકું ધન હોય છે, તો છોકરા શું હોય છે?
ટપ્પુ : સાહેબ છોકરા ચોર હોય છે.
સાહેબ : એ કઈ રીતે?
ટપપ્પુ : ચોરોની નજર હંમેશા પારકા ધન પર હોય છે.
જોક્સ :
છગનને તેના લગ્ન પહેલા તેની થનારી પત્નીનો મેસેજ આવ્યો…
‘મારા લગ્ન ક્યાંક બીજે નક્કી થઈ ગયા છે, હવે આપણા લગ્ન નહિ થઈ શકે.’
છગન ટેંશનમાં આવી ગયો.
થોડી વારમાં બીજો મેસેજ આવ્યો, ‘સોરી ભૂલથી તમને મોકલાઈ ગયો.’
છગન વધારે ટેંશનમાં આવી ગયો.
જોક્સ :
રાજુ (કરવા ચોથની રાત્રે પત્નીને) : આખું વર્ષ લડતી રહે છે,
જો હું આટલો ખરાબ છું, તો ભગવાન પાસે આવતા જન્મ માટે મને જ કેમ માંગી રહી છે?
પત્ની (હસતા હસતા) : ઓહ! ઘણા સારા બની રહ્યા છો.
તમને આટલા સુધાર્યા પછી કોઈ બીજીને કઈ રીતે આપી દઉં.
જોક્સ :
એક અજાણી પરણિત મહિલાનો હાથ પકડીને પપ્પુ બોલ્યો,
પપ્પુ : તમારો ચહેરો મારી પત્નીને મળતો આવે છે.
તે મહિલાએ પપ્પુના કાનની નીચે બે લગાવી દીધી.
પપ્પુ : કમાલ છે, તમારી તો આદત પણ તેના જેવી જ છે.