જોક્સ :
બંગાળી બાબાની સુંદર સેક્રેટરીનો હાથ પકડીને પપ્પુ બોલ્યો…
પપ્પુ – તારો શું પ્લાન છે?
સેક્રેટરી – લગ્નથી લઈને વિદાય સુધીનો.
પપ્પુ – બસ… બસ… એટલે પહેલેથી પટી ગયેલી છે એમ ને.
પપ્પુના ગાલ પર થપ્પડ મારીને સેક્રેટરીએ કહ્યું – આ બાબાની સર્વિસ છે ડફોળચંદ.
જોક્સ :
ઝાડાની સમસ્યાથી પરેશાન થયેલ ટ્રાફિક કોન્સ્ટેબલ ડોક્ટર પાસે જાય છે.
દવા લેતી વખતે ટ્રાફિક કોન્સ્ટેબલે ડોક્ટરને પૂછ્યું, કંઈ પરેજી જેવું છે?
ડોક્ટરે કહ્યું : જોરથી સીટી ના વગાડતા બસ.
જોક્સ :
શ્રીમંત માણસ : મારી પાસે કાર છે, બંગલો છે, નોકર છે, ફાર્મહાઉસ છે, તમારી પાસે શું છે?
બિચારો ગરીબ માણસ : મારી પાસે એક દીકરો છે. જેની ગર્લફ્રેન્ડ તમારી એકની એક દીકરી છે.

જોક્સ :
સોનુએ એરટેલની ઓફિસે ફોન કર્યો.
સોનુ – મારા ફોનનું બિલ બહુ વધારે આવ્યું છે,
મેં એટલી બધી વાત પણ નથી કરી.
મોનુ (એરટેલ તરફથી) – સારું, તમારો પ્લાન શું છે?
સોનુ – હું અત્યારે માર્કેટમાં આવ્યો છું,
હું સાંજે ઈંગ્લીશ પીશ અને પાર્ટી કરીશ. તમારો પ્લાન કહો.
જોક્સ :
રોહન – શું થયું તું ઉદાસ કેમ બેઠો છે?
મોહન – એક ન્યૂઝ ચેનલની સુંદર એન્કરે ગઈકાલે કહ્યું,
ચાલો તમને ગોવા લઈ જઈએ.
ત્યારથી હું તૈયાર થઈને બેઠો છું, પણ તે મને લેવા આવી નથી.
જોક્સ :
ટ્રેનમાં લખવામાં આવ્યું હતું કે, ‘ટિકિટ વિના મુસાફરી કરનારા પ્રવાસીઓ હોશિયાર!’
ચિન્ટુ પણ એ જ ટ્રેનમાં જઈ રહ્યો હતો.
તેણે આ લાઈન વાંચી અને કહ્યું – વાહ, જેઓ ટિકિટ નથી ખરીદતા તેઓ હોશિયાર છે.
આપણે ખરીદી રાખી છે, તો શું આપણે મૂર્ખ છીએ? (ના ખબર પડે તો બીજીવાર વાંચો)
જોક્સ :
એક પત્રકાર પ્રેમ વિષે લોકોના ઈન્ટરવ્યું લઇ રહ્યો હતો,
તેને રસ્તામાં એક 80 વર્ષના દાદા મળ્યા જે પોતાની પત્ની ડાર્લિંગ કહીને બોલાવી રહ્યા હતા.
પત્રકાર – 80 વર્ષની ઉંમરે પણ તમે તમારી પત્નીને ડાર્લિંગ કહો છો,
આ પ્રેમનું રહસ્ય શું છે?
વૃદ્ધ માણસ – દીકરા 20 વર્ષ પહેલા તેનું નામ ભૂલી ગયો હતો, તેને પૂછવાની હિંમત ના કરી શક્યો, તેથી જ ડાર્લિંગ કહું છું.
જોક્સ :
સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો,
જો પરીક્ષામાં પેપર ખૂબ જ અઘરું હોય તો આંખો બંધ કરવી,
ઊંડો શ્વાસ લેવો અને મોટેથી બોલવાનું – આ વિષય ખૂબ જ મજાનો છે એટલા માટે આવતા વર્ષે ફરીથી ભણીશ.