આપણા દેશમાં એક જગ્યા એવી છે જ્યાં બે નદીઓ બનાવે છે ભારતનો નકશો, ફોટા જોઈને ચોંકી જશો.
ભારત સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી બાબતો છે, જે દેશનું ગૌરવ વધારે છે. આજે અમે તમને ભારતની એવી જ એક અદ્દભુત વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ગર્વ અનુભવશો. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં તમને ભારત ધરતી પર જ બીજું ભારત દેખાશે. આ વાંચીને તમે ચોંકી ગયા ને! પરંતુ આ સત્ય છે. આસામમાં એક એવી જગ્યા છે, જ્યાં ધરતી પર ભારતનો નકશો દેખાય છે.
આસામમાં જમીન પર ભારતનો નકશો દેખાય છે :
આ સ્થળનો ભૌગોલિક નકશો ભારતીય નકશા જેવો જ છે. આસામના બોંગાઈગાંવ (Bongaigaon, Assam) માં બે નદીઓનો સંગમ થાય છે. બ્રહ્મપુત્રા અને ચંપાવતી નદીઓ આ સ્થળે મળે છે (Champawati meets Brahmaputra). આ નદીઓ જ્યાં એકબીજાને મળે છે તે સ્થાન દેખાવમાં ભારતના નકશા જેવું જ છે.

તમને જણાવી દઈએ કે બોંગાઈગાંવ શહેર ગુવાહાટીથી 180 કિમી દૂર આવેલું છે. આ શહેરમાં બાગેશ્વરી મંદિર, રોક કટ ગુફા જેવી ઘણી પ્રખ્યાત વસ્તુઓ છે. પરંતુ સૌથી ખાસ એ જગ્યા છે જ્યાં ભારતનો નકશો દેખાય છે. સોશિયલ મીડિયા પર ભારતના નકશાનો આ ફોટો ખૂબ વાયરલ થતો રહે છે. તમને જોઈને આશ્ચર્ય થશે કે, આ સ્થળની નીચેનો ભાગ ભારતીય દ્વીપકલ્પ જેવો દેખાય છે. તેમજ જમીનની ઉપર એક પર્વત પણ દેખાય છે, જે હિમાલય પર્વત જેવો દેખાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો :
ગયા વર્ષે આ સ્થળનો ફોટો ગ્રીનબેલ્ટ એન્ડ રોડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ એરિક સોલહેમ (Erik Solheim) એ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ જોઈને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે તેને ‘અતુલ્ય ભારત’ જણાવ્યું હતું અને તેની ખુબ પ્રશંસા કરી હતી. મોટાભાગના લોકોએ ફોટોને સુંદર ગણાવ્યો અને પોતે ગર્વ અનુભવવાની વાત કહી.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.