જોક્સ :
ભિખારણ : મેં ચાર દિવસથી કાઇ ખાધું નથી બેન…
બેન : સખ્ખત વિલ પાવર છે તારો તો,
મારાથી તો રહેવાય જ નહીં.
જોક્સ :
ગ્રાહક (હોટેલના મેનેજરને) : પેલા છેલ્લા ટેબલ પર બેઠી છે એ યુવતી કોણ છે?
મેનેજર : ફિલ્મ અભિનેત્રી! જો કે એનું નામ હું અત્યારે જાણતો નથી.
ગ્રાહક : તેં શું અવારનવાર અહીં આવે છે?
મેનેજર : હા, બધી હનીમુન તે આ હોટેલમાં જ ઉજવે છે. એની ચોપડે એનું નામ એના નવા પતિની શ્રીમતી તરીકે લખાય છે.

જોક્સ :
વકીલ (અસીલને) : મારી ફીના રૂ. ૧,૦૦૦ રોકડા અત્યારે આપો અને બાકીના દર અઠવાડિયે રૂ. ૨૦૦ ના હપ્તાઓ દસ અઠવાડિયાં સુઘી.
અસીલ : તમે તો જાણે કોઈ કારની રકમની વાત કરતા હો એ રીતે કહો છે. પહેલાં રોકડા અને પછી હપતાઓ.
વકીલ : ખરું છે, હું એક કાર જ ખરીદી લાવ્યો છું.
જોક્સ :
વકીલ (પતિ ને ઝે-ર-આપનાર મહિલાને) : તો તારા પતિને કોફીમાં ઝે-ર મિલાવીને તેં એને પીવા આપી,
ત્યારે તને એના પર દયા ન આવી?
મહિલા : દયા તો આવી હતી?
વકીલ : કયારે?
મહિલા : જ્યારે એણે કોફીનો બીજો કપ માગ્યો?
જોક્સ :
રીટા : માયા, તું કોઈ બેવકૂફને જોઈને પરણવાનું પસંદ કરે ખરી?
માયા : ના રે ના, હું મોઢું નહીં બેંક બેલેન્સ જોઈને જ કોઈ પણ યુવાન સાથે લગ્ન કરવામાં માનું છું.
જોક્સ :
ગ્રાહક (વેઈટરને) : એક ડીશ કેસરનો આઈસક્રીમ લાવ.
વેઈટર લેવા ગયો. અડઘો ક્લાક થયો તો એ પાછો ન ફર્યો એટલે ગ્રાહકે બૂમ પાડી કહ્યું,
અરે ભાઈ, જલદી કેસર લાવ! સાંભળે છે કે કેસર લાવ!
એવામાં વેઈટર આવ્યો ને બોલ્યો : સાહેબ, જરા ધીમેથી બોલો! મારી શેઠાણીનું નામ કેસર છે.
જોક્સ :
દાકતર (મિત્રને) : આજે સવારે મેં એક દર્દીને ઓપરેશન પહેલાં કલોરોફોર્મ આપ્યું પણ તેની એના પર કોઈ અસર થઈ નહીં.
મિત્ર : એમ કેમ બન્યું હશે?
દાકતર : ઓપરેશન પછી મને ખબર પડી કે, એ માણસ રાશનની દુકાન ચલાવતો હતો.
જોક્સ :
પત્ની (પતિને) : તમને તે મારે શું કહેવું. કોઈ વાત સાંભળતા નથી.
એક કાનેથી વાત સાંભળી કે, બીજે કાનેથી કાઢી નાખી. મારે તે તમને શું કહેવું?
પતિ : પણ તું તો બે કાનેથી સાંભળીને, મોં એ બધી વાત કાઢી નાખે છે તેનું શું?
જોક્સ :
એક સમાચારનો પ્રતિનિધિ એક ગામડામાં એક ખેડૂતની મુલાકાત લઈ રહ્યો હતો.
પ્રતિનિધિ : આપના પાડોશીઓ શું ઈમાનદાર છે?
ખેડૂત : હા, ઘણા જ ઈમાનદાર છે!
જો આમ વાત છે, તો આપે અહીં આ ભરેલી બં-દૂ-ક કેમ તૈયાર કરીને રાખી છે? પ્રતિનિધિએ મરઘીના વાડા તરફ આંગળી કરીને ખેડૂતને પૂછ્યું.
ખેડૂતે કહ્યું : પાડોશીઓને ઈમાનદાર રાખવા માટે.
જોક્સ :
એક ફેરિયો એક ઘર પર પહોંચ્યો.
પણ ઘરની સ્ત્રીએ કહ્યું : મારે કોઈ ચીજવસ્તુ ખરીદવી નથી. તું અહીંથી ચાલ્યો જા? નહીં જાય તો મારે પોલીસને બોલાવવી પડશે, સમજ્યો?
ફેરિયો : બહેનજી, પોલીસને બોલાવવા આ સીટી ખરીદી લ્યો. કિંમત માત્ર વીસ પૈસા જ છે.