મજેદાર જોક્સ : પત્ની : પતિ કરતાં વધુ માન તો મને તેના કબાટમાં રહેલા કપડાં આપે છે. બહેનપણી : એ કઈ રીતે …

0
2721

જોક્સ :

પતિ : લગ્ન પહેલા તું દર સોમવારે વ્રત રાખતી હતી, પણ હવે કેમ નથી રાખતી?

પત્ની : હવે ઈચ્છા નથી થતી.

પતિ : કેમ, શું થયું?

પત્ની : તમારી સાથે લગ્ન થયા પછી મારો ઉપવાસ પરથી વિશ્વાસ ઉઠી ગયો.

જોક્સ :

દર્દીને હોસ્પિટલ માંથી રજા મળવાની હતી.

ડૉક્ટર : તમારી જે બીમારીનો કોઈ ઈલાજ ના કરી શક્યું તેનો મેં ઈલાજ કરી આપ્યો.

દર્દી : હા, તમે તો કમાલ કરી દીધી.

ડૉક્ટર : તો તમે મને ફી ઉપરાંત બીજું કોઈ ઈનામ આપશો ને.

દર્દી : સાહેબ, હું ગરીબ માણસ છું અને કબર ખોદવાનું કામ કરું છું,

તમારી કબર હું મફતમાં ખોદી આપીશ.

જોક્સ :

વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી પપ્પાએ દીકરાને મેસેજ કર્યો,

પપ્પા : ઓય, જોક્સ મોકલ.

દીકરાએ મેસેજ કર્યો : અત્યારે હું ભણી રહ્યો છું.

થોડી વાર પછી….

પપ્પા : મસ્ત હતો બીજા પણ મોકલ.

જોક્સ :

પત્નીઓ ખૂબ હોશિયાર હોય છે.

તે ક્યારેય પોતાના પતિને બીજાની સામે મૂર્ખ કહેતી નથી, પરંતુ વાતને ફેરવીને કહે છે કે…

અરે, તે ખુબ ભોળા છે, તેમને કંઈ ખબર જ નથી… તેઓ ખૂબ જ સરળ છે અને તેમને સંસારની કોઈ સમજ નથી.

જોક્સ :

પતિ : તારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું તો 1000 રૂપિયા કેમ આપવા પડ્યા?

પત્ની : એમાં મારો ફોટો સારો નહોતો એટલે મેં પોલીસવાળાને બતાવ્યું જ નહીં.

જોક્સ :

ભોલુ પેરાશૂટ વેચતો હતો.

તે જોર જોરથી બોલી રહ્યો હતો કે, આને પહેરી પ્લેનમાંથી કૂદી જાઓ, એક બટન દબાવો અને સુરક્ષિત નીચે ઉતરો.

ગ્રાહક : જો પેરાશૂટ ન ખુલે તો શું?

ભોલુ : અરે સાહેબ પુરેપુરા પૈસા પાછા આપી દઈશ.

ગ્રાહક : પણ કોને?

જોક્સ :

ટપ્પુ ઉદાસ બેઠો હતો.

ગપ્પુ : શું થયું ઉદાસ કેમ બેઠો છો?

ટપ્પુ : અરે યાર, વાત જ ના પૂછ, લગ્ન પહેલા મેં ભગવાનને કહ્યું હતું, સારી પકાવવા વાળી પત્ની આપજો.

પણ ઉતાવળમાં ‘વાનગી’ કહેવાનું ભૂલી ગયો હતો.

જોક્સ :

પત્ની તેની બહેનપણીને : પતિ કરતાં વધુ માન તો મને તેના કબાટમાં રહેલા કપડાં આપે છે.

બહેનપણી : એ કઈ રીતે?

પત્ની : જ્યારે પણ હું કબાટ ખોલું છું ત્યારે બે-ત્રણ જોડી કપડાં મને પગે પડે છે.

જોક્સ :

એક ઘણા કાળા અને કદરૂપા પતિએ પોતાની પત્નીને કહ્યું,

પતિ : આપણું બાળક સુંદર હોવું જોઈએ.

પત્ની : સાંભળો, અરીસામાં જોઈને સારી રીતે વિચારી લો.

પછી કહો કે બાળક સુંદર હોવું જોઈએ કે નહિ.

જોક્સ :

એક નાનકડા બાળકે તેની માં ને કહ્યું : મમ્મી, હું એટલો મોટો ક્યારે થઈશ કે તને પૂછ્યા વગર ક્યાંય પણ જઈ શકીશ?

માં એ બહુ પ્રેમથી કહ્યું : દીકરો એટલો મોટો તો તારો બાપ પણ નથી થયો તો તું ક્યાંથી થવાનો.

જોક્સ :

પપ્પા : દીકરા, ગલ્લેથી એક સિગારેટનું પેકેટ લઈ આવ,

અને સરખું ચેક કરીને લાવજે.

થોડા સમય પછી

દીકરો : લો પપ્પા.

પપ્પા : આમાં એક ઓછી કેમ છે?

દીકરો : હું ચેક કરીને લાવ્યો છું એટલે.