દિવાળીનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે આ દિવસોમાં દરેકના ઘરમાં કામ પણ ઘણું વધી જાય છે અને દિવાળી આવવાની રાહ દરેકને રહે છે, તે આખા દેશમાં ઘણા હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. તે ઉપરાંત દિવાળીના સમયે સુખ-સમૃદ્ધી, ધન-વૈભવ અને શુભતાની પ્રાપ્તિ માટે મહત્વ ધરાવે છે.
તેની સાથે જ આ દિવસે દરેક લોકો ઘરમાં માં લક્ષ્મીનો પ્રવેશ થાય તેવું ઈચ્છે છે. આજે અમે તમારા ઘરમાં રાખવામાં આવેલી આ ૬ વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે દિવાળી પહેલા પહેલા ઘર માંથી દુર કરી લેવી જોઈએ, આમ કરવાથી તમે ઘણું સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકો છો.
તૂટેલી મૂર્તિઓ :
ઘરમાં દેવી દેવતાઓના ફોટા અને મૂર્તિ તો આપણા બધાના ઘરમાં હોય છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે લોકો પોતાના ઘરમાં તૂટેલી મૂર્તિઓ રાખે છે. ખાસ કરીને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તૂટેલી અને ખંડિત મૂર્તિઓ આર્થિક નુકશાનનું કારણ બને છે એટલા માટે ધ્યાન રાખો કે દિવાળી પહેલા તમે તમારા ઘર માંથી ખંડિત મૂર્તિઓ દુર કરી દો, પરંતુ ધ્યાન રાખશો કે તેને દુર કરીને ફેંકશો નહિ પરંતુ કોઈ પણ નદી કે વહેતા પાણીમાં પધરાવી દો.

જુના કપડા :
તે ઉપરાંત ઘણી વખત આપણે ઘરમાં જુના કપડાના પોટલા બનાવીને મૂકી દઈએ દેતા હોઈએ છીએ જે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે, એટલા માટે જો તમારા ઘરમાં એવા ફાટેલા જુના કપડા છે જે કામમાં નથી આવતા તો તેને દિવાળી પહેલા ઘર માંથી દુર કરી દો કે પછી કોઈ જરૂરિયાત વાળાને દાન કરી દો.
કાંટાદાર છોડ :
હંમેશા લોકો શોખથી પોતાના ઘરમાં કાંટાદાર છોડ ઉગાડે છે, પરંતુ તે નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે એટલા માટે તમે તમારા ઘરમાં કાંટાવાળા છોડ કે તેના ફોટા ઘરમાં ન રાખો. એટલું જ તાજમહેલના ફોટા, ડૂબતી હોડીનો ફોટો, જહાજ અને જંગલી જાનવરોના ફોટા પણ તમારા ઘરમાંથી દુર કરી દેવા જોઈએ.
કેમ કે સતત આ ફોટા અને ચિત્રને જોવાથી જ સારી ઘટના ઘટવાની બંધ થઇ જાય છે અને લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ નથી કરી શકતા, એટલા માટે દિવાળી પહેલા તમારા ઘરમાંથી એવી વસ્તુને દુર કરી દો.
કરોળિયાના જાળા :
કરોળિયાના જાળા આમ તો દરેક ઘરમાં જોવા મળે છે, પરંતુ ઘણા લોકો તેની ઉપર ધ્યાન નથી આપતા પરંતુ તેના કારણે જ ઘરની બરકત ઉપર ઘણી મોટી અસર પડે છે, એ કારણ છે કે દિવાળી પહેલા ઘરમાં સફાઈનો નિયમ બનાવવામાં આવ્યો છે.
તૂટેલી તિજોરી :
જો તમારા ઘરમાં તૂટેલી તિજોરી છે, તો તેને તરત દુર કરી દો, કેમ કે શાસ્ત્રોમાં પૈસાને લક્ષ્મી માનવામાં આવે છે અને એ કારણ છે કે તેને તૂટેલી તિજોરીમાં નથી રાખી શકતા, કેમ કે એમ કરવાથી માં લક્ષ્મી તિજોરીમાં વાસ નહિ કરે. તેની સાથે જ જો તમે ફાટેલા પર્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને પણ દુર કરો.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)