મજેદાર જોક્સ : સંબંધી : દીકરા, જીંદગીમાં શું કરીશ. રાજેશ : હું બીજું કંઈ પણ કરીશ, પણ કોઈના ઘરે…

0
6388

જોક્સ :

જ્યારે છોકરાઓ વર્ગમાં વાત કરે ત્યારે…

માસ્તર : બહાર નીકળો, અહીં અવાજ ના કરો.

અને જ્યારે છોકરીઓ વર્ગમાં વાત કરે ત્યારે…

માસ્તર : શું વાતો ચાલી રહી છે, જરા મને પણ કહો.

જોક્સ :

શિક્ષકે વર્ગમાં પૂછ્યું, ડેટ અને તારીખમાં શું તફાવત હોય છે?

છગને કહ્યું, સાહેબ ડેટ પર છોકરીઓ સાથે જવાય છે,

અને તારીખ પર વકીલ સાથે.

જોક્સ :

આજકાલ ચા ની દુકાન પર એટલા નાના કપ થઇ ગયા છે કે,

એવું લાગે છે કે ચા નહિ પણ પોલિયો પીવા આવ્યા છીએ.

જોક્સ :

સાચો મિત્ર એ જ હોય છે જેને જોઈને પત્ની કહે કે,

આવી ગયો નાલાયક જેણે મારા પતિને બગાડ્યો છે.

જોક્સ :

સંબંધી : દીકરા, જીંદગીમાં શું કરીશ?

રાજેશ : હું બીજું કંઈ પણ કરીશ, પણ કોઈના ઘરે જઈને તેમના બાળકોને આવા પ્રશ્નો નહીં પૂછું.

જોક્સ :

નર્સ : સર, આ છોકરાનું તો આંખનું ઓપરેશન છે,

તો પછી બધી આંગળીઓમાં પ્લાસ્ટર શા માટે લગાવ્યું?

ડોક્ટર : જેથી તે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવી ન શકે અને તેની આંખોને આરામ મળે.

જોક્સ :

બેંક વાળા પણ અદ્ભુત હોય છે, તેઓ દરેકને હોમ લોન આપે છે,

પરંતુ પોતાની બ્રન્ચ ભાડા પર ખોલે છે.

જોક્સ :

આજે wi-fi અચાનક બંધ થઈ ગયું.

તપાસ કરી તો જાણવા મળ્યું કે,

પાડોશીએ 2 મહિનાથી બિલ ચૂકવ્યું નથી એટલે પાવર કટ કરી ગયા.

લોકો કેટલા કંજૂસ હોય છે નહીં?

જોક્સ :

મેં ગર્લફ્રેન્ડની જાસૂસી કરવા માટે એક મિત્રને તેનો નંબર આપ્યો હતો.

આજે તે બંનેના લગ્નની કંકોત્રી મળી છે, ભલાઈનો તો જમાનો જ નથી.

જોક્સ :

તહેવારના અવસર પર રીટા ભાભીએ દુકાનમાં બધાં કપડાં જોઈ લીધા.

રીટા ભાભી : પેલા થેલામાં શું છે?

દુકાનદાર : ભાભી, થોડી દયા કરો, તેમાં મારું ટિફિન છે.

જોક્સ :

પત્નીના હા-થનો મા-ર ખાધા પછી માઈન્ડ ફ્રેશ કરવા છગને મગનને કહ્યું,

છગન : ભાઈ ચાલ સર્કસ જોવા જઈએ.

મગન : ચાલ, હું મારી પત્નીને પણ સાથે લઇ લઉં.

છગન : ભાઈ થોભી જા, હું પોપકોર્ન લઈને તારા ઘરે આવું છું, ત્યાં જ સર્કસ જોઈ લઈશ.

જોક્સ :

શિક્ષક : ભારતના કોઈ મહાન વૈજ્ઞાનિકનું નામ જણાવો?

વિદ્યાર્થી : સર, આલિયા ભટ્ટ..

શિક્ષક : ફૂટપટ્ટી લઈને, આ શીખ્યો છે?

બીજો વિદ્યાર્થી : આ તોતળો છે મેડમ… આર્યભટ્ટ બોલી રહ્યો છે.

જોક્સ :

ટીટુને પૂછ્યું : પરણેલી છોકરી અને પરણેલા છોકરામાં શું તફાવત હોય છે?

દિનુ : જેના ગળામાં મંગળસૂત્ર લટકેલું હોય તે પરણેલી છોકરી,

અને જેનો ચહેરો લટકેલો હોય તે પરણેલો છોકરો.

જોક્સ :

જ્યારે કોઈને સવારે જગાડો ત્યારે પણ ન જાગે,

તો એવા લોકોને જગાડવાની નવી રીત આવી છે.

તેના કાનમાં જઈને હળવેથી કહો,

તારા પપ્પા તારો મોબાઈલ ચેક કરી રહ્યા છે.

જોક્સ :

પતિ : જાનુ 3 કલાકથી ક્યાં હતી?

પત્ની : બેબી મોલમાં ગઈ હતી, ખરીદી કરવા.

પતિ : સારું, તેં શું લીધું એ તો દેખાડ?

પત્ની : બેબી એક હેર બેન્ડ અને 200 સેલ્ફી.