જયારે કોઈ છોકરી લગ્ન પછી સાસરિયામાં આવે છે તો તેને ત્યાં ઘણા બધા લોકો સાથે એડજસ્ટ કરવું પડે છે. અહિયાં લગભગ બધા લોકો તેનાથી ઉંમરમાં મોટા કે નાના હોય છે. જેને કારણે તેને સૌની સાથે થોડું સ્પેસ રાખવું પડે છે.
તે તેની સાથે વધુ ફ્રેંક નથી થઇ શકતા. તેવામાં પોતાના પતી પછી જો કોઈ મહિલા સાથે સાસરિયામાં સૌથી વધુ ભળે છે? તો તે તેની નણંદ એટલે પતિની બહેન હોય છે. તમારી નણંદ લગભગ તમારી ઉંમરની જ હોય છે. અને એક મહિલા હોવાને નાતે તે તમારી લાગણી ઓ ને ખુબ સારી રીતે સમજે પણ છે.

આમ તો નણંદ પણ બે પ્રકારની હોય છે. પહેલી તે જે પોતાની ભાભી સાથે એકદમ મિત્રની જેમ રહે છે અને બીજી તે જેનો પોતાની ભાભી સાથે હર વખતે ૩૬નો આંકડો બની રહે છે. પોતાની નણંદ સાથે ભળવું કે ન ભળવું ઘણે અંશે પોતાના વર્તન ઉપર જ આધાર રાખે છે. તમે લગ્ન પછી સાસરીયે જતા જ તમારી નણંદ અને બીજા લોકો સાથે કેવું વર્તન કરો છો? તેનાથી તમારી છાપ ઉભી થાય છે. આ છાપ ના આધારે તમારી નણંદ તમારી સાથે સારૂ કે ખરાબ વર્તન કરે છે.
તે વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડા એવા નામ જણાવવા જઈ રહ્યા છીએ જેની મહિલાઓ વર્તનમાં એટલી સારી હોય છે કે સાસરિયે જતા જ પોતાની નણંદની વ્હાલી બની જાય છે.
B નામ વાળી મહિલાઓ
આ નામની મહિલાઓનું મન સાફ હોય છે. તે વર્તનમાં ઘણી વિનમ્ર હોય છે. તે ઘણી ઈમાનદાર પણ હોય છે અને ક્યારે પણ કોઈની સાથે કોઈ ખોટું નથી બોલતી. તેની પર્સનાલીટી જ કઈક એવી હોય છે કે હરકોઈ તેને પ્રેમ કરવા લાગે છે. તેવામાં જ્યારે તે લગ્ન પછી સાસરીયામાં જાય છે. તો પોતાની આ ખાસિયતથી નણંદનું દિલ પણ જીતી લે છે. આ નામ વાળી મહિલાઓ પોતાની નણંદની બેસ્ટ ફ્રેન્ડ પણ બની જાય છે.
K નામ વાળી મહિલાઓ
આ નામની મહિલાઓ વાતો કરવામાં હોંશિયાર હોય છે. તે પોતાની મીઠી વાતોથી કોઈને પણ પોતાનું બનાવી લે છે. તે ઘણી હસમુખી અને મસ્ત નેચરની પણ હોય છે. તેવામાં જયારે કોઈ તેની સાથે વાત કરે છે તો તેનું મુડ પણ ફ્રેશ થઇ જાય છે. તે પોતાની નણંદને પોતાની બહેન જેવી સમજે છે. તે કારણે બન્નેનું એક બીજા સાથે સારું ભળે છે.
P નામ વાળી મહિલાઓ
આ નામની મહિલાઓ ઘણી મિલનસાર નેચરની હોય છે. તે ક્યારે પણ કોનું ખરાબ નથી વિચારતી. તેનું મન સાફ હોય છે. તે પોતાના સાસરિયામાં જઈને માત્ર નણંદ સાથે જ નહિ પરંતુ બીજા લોકો સાથે પણ સારી રીતે વર્તન કરે છે. તેનું દિલ પણ ઘણું વિશાળ હોય છે. તે લોકોની ભૂલો પણ સરળતાથી માફ કરી દે છે. તે બધી ખાસિયતને કારણે તે નામ વળી મહિલાઓ પોતાની નણંદ અને સાસરિયના બીજા લોકોની વ્હાલી બની જાય છે.
આ હતા થોડા નામ જેની મહિલાઓ પોતાની નણંદ સાથે સારી રીતે રહે છે. જો તમારું નામ આ યાદીમાં નથી પણ તો પણ તમે આ મહિલાઓની ખાસિયતોને અપનાવી શકો છો જેથી તમારે પણ તમારી નણંદ સાથે ખુબ ભળે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)