મજેદાર જોક્સ : રેખા : જો પેલી છોકરી તારા પતિને જ જોઈ રહી છે. હેમા : મને ખબર છે. પણ હું એ …

0
1884

જોક્સ :

મોટુ : પપ્પા, મને એક ઢોલક લઇ આપો.

પપ્પા : ના તું બધાને પરેશાન કરશે.

મોટુ : નહિ કરું પપ્પા. બધા સુઈ જશે પછી વગાડીશ, બસ.

જોક્સ :

ચિન્ટુ : ગઈકાલે રાત્રે એક વ્યક્તિએ મને છરી બતાવીને લૂંટી લધો.

પિન્ટુ : પણ તમારી પાસે તો પિ-સ્તો-લ છે ને?

ચિન્ટુ : મેં તેને સંતાડી દીધી, નહીંતર તે ચોર તેને પણ લઈ લેત.

જોક્સ :

છગન મગનને : જો તારી પત્ની, તારી સાસુ અને સિંહ એક જ પાંજરામાં પુરાઈ જાય તો તું કોને બચાવે?

મગન : સિંહને જ બચાવુંને, તે કેટલા ઓછા બચ્યા છે.

જોક્સ :

ટપ્પુ : આખી રાત જાગવાનો ફાયદો શું છે?

પપ્પુ : સવારે ઉઠીને બ્રશ કરવાની જરૂર નથી પડતી.

ટૂથપેસ્ટ બચે છે.

જોક્સ :

છોટુ : મમ્મી, તમે કહો છો કે પરીઓ ઉડે છે, તો પછી પાડોશના આંટી કેમ ઉડતા નથી?

મમ્મી : તે ક્યારથી પરી બની ગઈ?

છોટુ : પપ્પા તેમને કહેતા હતા કે તમે તો પરી છો પરી.

મમ્મી : તો દીકરા, આજે એ પરી પણ ઉડશે અને તારો બાપ પણ.

જોક્સ :

રેખા : જો પેલી છોકરી તારા પતિને જ જોઈ રહી છે.

હેમા : મને ખબર છે. પણ હું એ જોવા માંગુ છું કે મારો પતિ ક્યાં સુધી પેટને અંદર રાખી શકે છે.

જોક્સ :

બોયફ્રેન્ડ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?

ગર્લફ્રેન્ડ : યાર, હું ગઈકાલે બટન ગળી ગઈ.

બોયફ્રેન્ડ : અરે ૫૦ પૈસાના બટન માટે આટલું ટેન્શન શું કામ લેવું. લે આ ૧ રૂપિયો બીજા બે બટન લઇ લેજે.

ગર્લફ્રેન્ડે બ્રેકઅપ કરી લીધું.

જોક્સ :

ગર્લફ્રેન્ડે એમ્બ્યુલન્સ બોલાવવા ફોન કર્યો.

ઓપરેટર : તમને શું સમસ્યા છે?

ગર્લફ્રેન્ડ : મને એક મચ્છર કરડી ગયો.

ઓપરેટર હસતા હસતા : તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવા માંગો છો?

ગર્લફ્રેન્ડ : ના, તેના પર મારા બોયફ્રેન્ડે આમ હસવાની જરૂર નહોતી.

જોક્સ :

કોયલે કાગડાને પૂછ્યું : તેં હજી લગ્ન કેમ નથી કર્યા?

કાગડાએ કહ્યું : લગ્ન વિના જીવનમાં આટલી કાંઉ કાંઉ છે,

તો હું લગ્ન કરીશ, તો ખબર નહીં કેવી હાલત થશે?

જોક્સ :

પત્નીથી કંટાળેલો પતિ એક દિવસ પંડિતજી પાસે પહોંચ્યો.

પતિ : પંડિતજી, એક વાત કહો. આ જન્મો જન્મના સાથ વાળી વાત સાચી છે.

પંડિતજી : સો ટકા સાચી.

પતિ : એટલે આગળના જીવનમાં પણ મને આ જ પત્ની મળશે.

પંડિતજી : ચોક્કસ.

પતિ : હે ભગવાન! પછી તો નદીમાં કુદવાનો પણ કોઈ ફાયદો નથી.

જોક્સ :

એક છોકરીના મોંમાં થર્મોમીટર મૂકીને ડોક્ટરે કહ્યું,

ડોક્ટર : થોડી વાર ચૂપ રહેજો.

છોકરી ઘણા સમય સુધી કાંઈ બોલી નહિ એટલે તેના પ્રેમીએ ડોક્ટરને પૂછ્યું,

આ વસ્તુ ક્યાં અને કેટલાની મળે છે.

જોક્સ :

લગ્નમાં એક માણસે 7-8 ગુલાબજાંબુ લીધા,

તે બધા ગુલાબજાંબુ થોડા થોડા ખાઈને પ્લેટમાં મૂકી રહ્યો હતો.

કોઈએ પૂછ્યું કે ભાઈ ગુલાબજાંબુ મીઠા છે કે નથી તે ચેક કરી રહ્યા છો કે શું?

પેલો માણસ બોલ્યો : ના ભાઈ ના, હવે આ ગુલાબજાંબુ પ્લેટમાં ગબડીને અથાણાં કે ચટણીમાં નહિ જાય.

પછી ખબર પડી કે તે માણસ એન્જીનીયર હતો.