કાકડાનાં કારણો, લક્ષણો અને ઘરેલું સારવાર જાણી લો આ આયુર્વેદિક ઉપચાર તો ઓપરેશન નહિ કરાવું પડે

0
535

પરિચય :

બાળકોને પીડતા વ્યધિઓ પૈકીનો આ પ્રથમ પંકિતનો વ્યાધિ છે. આબાલવૃદ્ધ સૌને આ રોગ પીડાકારી થાય છે. બાળકો માટે આ રોગ પ્રાણઘાતક નીવડી શકે છે. કારણ કે ઘણી વાર કાકડાના લીધે ગળામાં સોજો આવે અને ગળાને માર્ગ રોકાઈ જવાથી શ્વાસ રૂં-ધા-ઇ અને જી-વ-જ-ઈ-શ-કે છે. આ રોગ આયુર્વેદમાં “ગીલાયું” અથવા “તુંડીકેરી” તરીકે ઓળખાય છે. જયારે આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં ટોન્સીલાઇટીસ કહેવાય છે.

કારણો :

1. નાના બાળકો માતાના ધાવણ ઉપર હોય છે ત્યારે દૂધ ભારે પડે તોપણ આ રોગ થવાની સંભવના રહે છે.

2. બાળક જયારે મોટું થાય ત્યારે ગોળી, બિસ્કિટ, ચોકલેટ, પીપરમિન્ટ, ગોળા, કુલ્ફી, બરફ વગેરે ચીજોનું અતિશય સેવન કરવાથી આ રોગ થવાની સંભાવના વધી જાય છે.

3. બાળકોને થનાર તાવ, ઝાડા, શરદી કે દાંતના રોગોની સારવાર સમયસર કરવામાં ન આવે તોપણ કાકડા વધી જાય છે.

લક્ષણો

1. ગળામાં સોજો આવે છે.

2. તાળવુ અને ગળું લાલ થઇ જાય છે.

3. ગળામાં તકલીફ પડે છે.

4. ગળવામાં તકલીફ પડે છે.

5. તાવ આવે છે.

6. સોજો વધી જવાથી શ્વાસારોધથી મ-રુ ત્યુ પણ થઇ શકે છે.

સારવાર :

આ રોગમાં ડોકટરો મોટા ભાગે ઓપરેશનની સલાહ આપતા હોય છે. આ રોગ માત્ર દવાથી મટી શકે છે તેવા અનેક દાખલ અમારી પાસે મોજુદ છે. તેથી ઓપરેશનનો વિચાર કરતા પહેલા સંપૂર્ણ પરેજી સાથે આયુર્વેદોપચાર કરી જોવા અમારી ભલામણ છે.

1. જેઠીમધ – 1/2 ગ્રામ, શુદ્ધ સ્ફટિક – 1/4 ગ્રામ, ખદિરત્વક ચૂર્ણ – 1/2 ગ્રામ , હરિદ્રા – 1/2 ગ્રામ ત્રણ થી ચાર વાર મધ સાથે ચટાડવું.

2. જેઠીમધનું શરબત 10 થી 20 મી.લિ ત્રણ થી ચાર વાર ધીમે ધીમે ગળામાં ઉતારવું.

3. સીરપ અને ટેબ્લેટ સેપ્ટિલિન 20 થી 40 એમ.એલ ત્રણ થી ચાર વાર ટેબ્લેટ સેપ્ટિલિન 2 ગોળી ત્રણ થી ચાર વાર આપવી. જે પરુની અવશથમા પણ ફાયદો કરશે.

4. ગાળામાં સોજામાં રાહત થાય તે માટે ત્રિફલાકવાથ કે પંચવલ્કલ કવાથના કોગળા કરવા.

5. આરોગ્યવર્ધિની 2 થી 4 ગોળી ત્રણ વાર પાણી સાથે.

6. નાગરવેલના પાનમાં 2 કાળા મરી 1 લવિંગ 1 નાનો તજનો ટુકડો અને સાત કાળા તુલસીના પણ મૂકી પાનનું બીંડુ વાળી જમ્યાબાદ બે વાર ધીમે ધીમે ચાવી એનો રસ ગળા નીચે ઉતારવો આ અમારો અનુભૂત પ્રયોગ છે.

રસાયનોપચાર :

વર્ધમાન પિપ્પલી રસાયનનો અનુભવી ચિકિત્સકની દેખરેખ નીચે પ્રયોગ કરાવવો.

પથ્યાપથ્ય :

ગળી, ઠંડી, કફકર તમામ વસ્તુઓનો ત્યાગ કરવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.