ધનતેરસ પર વાંચી લો આ વિશેષ કુબેર મંત્ર, ખુલશે બંધ નસીબના તાળા, થશે આવા લાભ.

0
951

આસો મહિનાની ત્રયોદશીને ધનતેરસ અને અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 22 ઓક્ટોબર 2022 ના રોજ છે અને દિવાળી 24 ઓક્ટોબર 2022 ના રોજ છે. આ બંને જ દિવસ ધન સંબંધી ઉપાય કરવા માટે શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે આ દિવસે ધનના દેવતા કુબેર અને દિવાળીના દિવસે ધનની દેવી માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે ધનતેરસ અને દિવાળીના દિવસે કરેલ દાન, હવન, પૂજન અને ઉપાય કરવું ફાયદાકારક હોય છે. તંત્ર શાસ્ત્ર મુજબ જો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે કે પછી કોઈ ખાસ વસ્તુને ઘરમાં રાખવાં આવે તો દેવી માં લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે, અને ઉપાય કરવા વાળા લોકોને માં લક્ષ્મી માલામાલ પણ કરી નાખે છે.

ધનતેરસના દિવસે કરો આ ઉપાય :

જુના ચાંદીના સિક્કા અને રૂપિયાની સાથે કૌડી રાખીને તમે તેમની લક્ષ્મી પૂજાના સમયે કેસર અને હળદરથી પૂજા કરો અને પૂજા પછી આને પોતાના તિજોરીમાં રાખી દો, જો તમે આ ઉપાય કરો છો તો ઘરમાં બરકત રહશે.

ધનતેરસ કે દિવાળીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો, અને કોઈ પણ લક્ષ્મી મંદિરમાં જઈને દેવી માં લક્ષ્મીને કમળનો ફૂલ અર્પિત કરો, અને સફેદ રંગની મીઠાઈનો ભોગ પણ લગાવો, અને માં લક્ષ્મી પાસે ધન સંબંધી સમસ્યાથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરો. આવું કરવાથી થોડા દિવસમાં તમારી ધન સંબંધી સમસ્યા દૂર થઇ જશે.

આ પણ જાણવવામાં આવ્યું છે કે ધનતેરસ કે દિવાળી પર શ્રીમંગલ યંત્રની પૂજા કરી સ્થાપના કરો, અને આ યંત્રનું દરરોજ પૂજન કરવાથી તમને દરેક પ્રકારના દેવાથી મુક્તિ મળી જશે. એટલે જે આ યંત્રની પૂજા કરશે તે અચલ સંપત્તિનો માલિક બની શકે છે.

દિવાળીની સાંજે પોતાના ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દીપક લગાવો અને દિવેલમાં રૂની જગ્યાએ લાલ રંગના દોરાનો ઉપયોગ કરો, આની સાથે જ થોડું કેસર પણ દીવામાં એડ કરો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનું આગમન થશે.

ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે શ્રીકનકધારા અચૂક યંત્ર છે. આની પૂજા કરવાથી ઈચ્છા અનુસાર કાર્ય થઇ જાય છે. આ અચૂક યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિઓને પ્રદાન કરવા વાળું છે, અને આની પૂજા અને સ્થાપના ધનતેરસ કે દિવાળીના દિવસે કરો, કારણ કે આવું કરવું શુભ હોય છે.

ધનતેરસ પર વાંચો આ કુબેર મંત્ર :

જણાવી દઈએ કે કુબેરને ધનના રાજા માનવામાં આવે છે. અને તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પૃથ્વીલોકની સમસ્ત ધન-સંપદાના એકમાત્ર તેમને જ સ્વામી જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રો અનુસાર કુબેર, ભગવાન શિવના પરમપ્રિય સેવક પણ છે. અને કહેવામાં આવે છે કે ધનના અધિપતિ હોવાના કુબેર દેવતાને માત્ર મંત્ર દ્વારા પ્રસન્ન કરવાનું વિધાન જાણવામાં આવ્યું છે. એવામાં જો તમે ધનતેરસના દિવસે કુબેરના આ મંત્રનો જાપ કરો છો તો નિશ્ચિત રૂપથી તમને ધન લાભના શુભ સંયોગ બનશે.

અતિ દુર્બળ કુબેર મંત્ર :

મંત્ર : ૐ શ્રીં ૐ હ્રીં શ્રીં, ૐ હ્રીં શ્રી ક્લીં વિત્તેશ્વરાય: નમઃ

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)