મજેદાર જોક્સ : રમેશ : કાકા, તમે સવારની પહોરમાં જ કેમ બોલ બોલ કરો છો. કાકા : તારી કાકી…

0
4151

જોક્સ :

“રજા એટલે રજા”

પપ્પુ ને પપ્પા રવિવારે સાંજે ચોપાટી ફરવા ગયા.

ત્યાં પપ્પુના ટીચર મળ્યા એટલે પપ્પા કહે : પપ્પુ, ટીચરને નમસ્તે કરો!

પપ્પુ કહે : પપ્પા, રજાના દિવસે પણ ટીચરને મારે નમસ્તે કરવાનું હોય વળી?

જોક્સ :

“એલાવ, કોણ બોલે છે?”

“એલાવ! મારા ટીચર! મારા પપ્પુના પપ્પા બોલું છું.

આજે પપ્પુથી સ્કુલે આવી શકાશે નહીં. કારણ કે મારી તબિયત સારી નથી!

જોક્સ :

“મમ્મી તું નીકમ્મી”

પપ્પુ : “પપ્પા, મમ્મીને છોકરા ઉછેરતા જ નથી આવડતું!”

પપ્પા : “પપ્પુ, તું કેવી રીતે કહી શકે?”

પપ્પુ : “દાખલા તરીકે મને ને પપ્પીને જ્યારે મોડી રાત્રે ઊંઘ નથી આવતી ત્યારે ઊંઘવા માટે ફોર્સ કરે છે

અને મળસ્કે જયારે મીઠી નિંદર આવે છે ત્યારે અમારા ટાંગલા હાઈને પથારીમાંથી ખેંચી કાઢે છે!”

જોક્સ :

“ધીરે ધીરે બોલ કોઈ સુન ના લે”

રમેશ : “કાકા, તમે સવારની પહોરમાં જ કેમ બોલ બોલ કરો છો?”

કાકા : “તારી કાકી ઊઠે એ પહેલાં જેટલું બોલાય એટલું બોલી લઉં છું!”

જોક્સ :

“નાની નથી એટલે જ!”

પપ્પા : “પપ્પી બેટા રાત્રે આઠ વાગ્યા પહેલા તારે ઘરે આવી જ રહેવાનું હેકે?”

પપ્પી : “પપ્પા, તમે પણ ધી ગ્રેટ છો! હું કાંઈ નાની નથી!”

“એટલે જ બેટા, એટલે જ!”

જોક્સ :

“નવરો બેઠો”

મોન્ટુ : “વીકી, બેઠો બેઠો ઘડિયાળના કાંટા કેમ ફેરવે છે?”

વીકી : “નવરો બેઠો શું કરું? આ બહાને ટાઇમ પાસ કરું છું!”

જોક્સ :

“ખરી-ખોટી”

પાડોશી : “તમારો પપ્પુ, મારા માટે ખોટી ખોટી વાતો ઉડાડે છે. એને રોકો નહિતર જોવા જેવી થશે!”

પપ્પુના પપ્પા : “જયાં સુધી મારો પપ્પુ તમારા વિષે ખોટી વાતો ઉડાડે છે ત્યાં સુધી વાંધો નહિ,

પણ જ્યારે તમારી ખરી વાતો ઉડાડશે, ત્યારે જ તમારી જોવા જેવી થશે!”

જોક્સ :

“પાતળા થવા માટેની જાડી કસરત”

પાડોશી મહિલા : “તમારો પપ્પુડો મને જાડી-જાડી કહીને ચીડવે છે. પછી હું એને મા-રું નહીં તો શું કરું, બોલો?”

પપ્પુની મમ્મી : “પણ બહેન! એટલી મા-ર-વા-ની નાની અમસ્તી કસરતથી કંઈ પાતળા થોડું થવાય?”

જોક્સ :

“નામ બડે ઓર દર્શન ખોટે”

“હેં બાપા! તમે મારુ નામ આવું તદન જૂનું બાપાલાલ કેમ પાડ્યું?”

“દીકરા! તને કોઈ તોછડે નામે ન બોલાવી શકે માટે.”

જોક્સ :

“વિડો વિઝન”

“એક રાતના બેડરૂમના રૂ. પાંચસો હોય?” હિલસ્ટેશનની હોટેલમાં એક અમદાવાદીએ પૂછ્યું.

“અરે શેઠ સાહેબ! આ બારીમાંથી સુંદર દૃશ્ય તો જુઓ – પર્વત, ઝરણાં, નદી કેટલું નયમરમ્ય દૃશ્ય છે,

એ દૃશ્ય માટે તો તમે જેટલા આપો એટલા ઓછા છે!”

“ભાઇ, એમ હોય તો એ બારી બંધ કરી દે ને રૂપિયા અર્ધા કરી નાંખ જોઉં!”

જોક્સ :

“ખુશીની સાથે ચા”

રાજુ : “એ વેઈટર! મારી સેન્ડવીચ જલદી લાવ.”

વેઈટર : “જી ખુશી સાથે.”

રાજુ : “ના, ચા સાથે.”

જોક્સ :

“ચા કે કોફી”

“આને તમે કોફી કહો છો? આમાં તો પેટ્રોલની વાસ આવે છે!”

“પેટ્રોલની વાસ છે એટલે જ કોફી. બાકી કેરોસીનની વાસ આવતી હોય તો તે ચા જ છે. એ નક્કી!”

જોક્સ :

“ટીપ ખવાય ખરી?”

નવ રૂ. ને પચ્ચીસ પૈસાનું બિલ થયું. તો કંજૂસ કાકાએ દશની નોટ મૂકી.

વધેલા પૈસા વેઇટર ડિશમાં પાછા લાવ્યો. કાકાએ બધા જ પૈસા ખીસ્સામાં સરકાવી દીધા.

પણ સાહેબ, મારા ટીપના? વેઈટરે પૂછ્યું.

મેં તારી ટીપ ક્યાં ખાધી છે? કંજૂસકાકાએ એમ કહીને ચાલતી પકડી.