મજેદાર જોક્સ : રમેશે સુરેશને પૂછ્યું : ભાઈ, આ સુખ શું હોય છે. સુરેશ : ખબર નહીં ભાઈ, મારાં તો…

0
2365

(લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.)

જોક્સ :

છગન : ભાઈ, બે વસ્તુ એવી છે જે જીવનમાં ક્યારેય કામ નથી આવતી.

મગન : કઈ વસ્તુઓ?

છગન : એક તો દસમા ધોરણનો પ્રેમ.

મગન : અને બીજી?

છગન : અગિયારમા ધોરણની માર્કશીટ, ક્યારેય કામ નથી આવતી.

જોક્સ :

ચિન્ટુ : યાર, મારું માથું બહુ દુ:ખે છે.

પિન્ટુ : જો તને માથું દુખતું હોય તો તારી ગર્લફ્રેન્ડ સાથે થોડો સમય વાત કર.

ચિન્ટુ : કેમ?

પિન્ટુ : તે કહેવત નથી સાંભળી કે – લોહા લોહે કો કાટતા હૈ.

જોક્સ :

પપ્પુ નિર્મલ બાબા પાસે જાય છે.

પપ્પુ : પંડિતજી, સુંદર છોકરીનો હાથ મળે તેના માટે મારે શું કરવું જોઈએ?

નિર્મલ બાબા : મોલની બહાર મહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.

જોક્સ :

ગરમીથી કંટાળેલા પિન્ટુએ સૂર્યને પૂછ્યું : પ્રભુ, હજી તો માર્ચ મહિનો ચાલી રહ્યો છે,

અને તાપમાનનો પારો આટલો બધો વધી ગયો છે. તેને થોડો ઓછો કરો.

સૂર્યએ કહ્યું : અરે ગાંડા, અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ.

જોક્સ :

છોકરી : મારા હોઠ સુંદર કરવા શું કરવું પડશે?

ડોક્ટર : પ્લાસ્ટિક સર્જરી.

છોકરી : કેટલો ખર્ચ થશે?

ડોક્ટર : 6 લાખ.

છોકરી : જો પ્લાસ્ટિક હું લઇ આવું તો?

ડોક્ટર : ફેવિકોલ પણ લેતી આવજે, હું મફતમાં ચોંટાડી દઈશ.

જોક્સ :

રમેશે સુરેશને પૂછ્યું : ભાઈ, આ સુખ શું હોય છે?

સુરેશ : ખબર નહીં ભાઈ, મારાં તો નાની ઉંમરે જ લગ્ન થઈ ગયાં હતા.

જોક્સ :

સમજદાર પત્ની એ જ હોય છે,

જે પતિ પાસે ખર્ચો કરાવીને તેની હાલત એવી કરી દે કે,

તે બીજી સ્ત્રી વિશે વિચારવાનું જ બંધ કરી દે.

જોક્સ :

ચિન્ટુ : સગાઈ અને લગ્ન વચ્ચે થોડો સમય કેમ રાખવામાં આવે છે?

પિન્ટુ : કેમ?

ચિન્ટુ : જેથી કોઈ એવું ના કહી શકે કે મને દુર્ઘટનાથી બચવાની તક આપવામાં આવી ન હતી.

જોક્સ :

શિક્ષક પિંકુને : ભારતની સૌથી ખતરનાક નદી કઈ છે?

પિંકુ : લાગણીઓની. કારણ કે તેમાં બધા વહી જાય છે.

જોક્સ :

પિંકુ : યાર મારો ભાઈ બે દિવસ સુધી બેંકમાં જઈ શક્યો નહીં.

ચિન્ટુ : કેમ? એવું તે શું થયું?

પિંકુ : કારણ કે સપનામાં તેને એક છોકરીએ થપ્પડ મારી હતી.

ચિન્ટુ : પણ તેનો બેંકમાં જવા સાથે શું સંબંધ?

પિંકુ : અરે બેંકમાં લખ્યું હતું કે ‘અમે તમારા સપનાને હકીકતમાં ફેરવીએ છીએ.’

જોક્સ :

બિટ્ટુ લિફ્ટમાં હતો ત્યારે એક સુંદર છોકરી ફોન પર વાત કરતી કરતી લિફ્ટમાં આવી.

તે બિટ્ટુ સામે જોઈને હસી અને ફોન પર પોતાની બહેનપણીને કહ્યું,

ચાલ હવે હું ફોન મુકું છું, લિફ્ટમાં એક હેન્ડસમ છોકરો આવ્યો છે, હું જોઉં છું સેટિંગ થાય છે કે નહીં…

બિચારો બિટ્ટુ હજી કંઈ બોલે એ પહેલા છોકરી બોલી,

માફ કરજો કાકા, મારી બહેનપણી ખુબ વાતોડી છે. મારે ફોન મુકવો હતો એટલે ખોટું બોલવું પડ્યું.

બિટ્ટુ મનમાંને મનમાં : ભગવાનની કસમ, આજ સુધી કોઈએ આટલા શિષ્ટાચારથી કોઈએ અપમાન નથી કર્યું.