જોક્સ :
યમરાજ (ટીનાને) : ચાલ, હું તને લેવા આવ્યો છું.
ટીના : મને બે મિનિટ આપો.
યમરાજ : બે મિનિટમાં શું કરીશ?
ટીના : ફેસબુક પર સ્ટેટસ મુકવાનું છે કે – Traveling to Yamlok.
જોક્સ :
ફેનિલના હાથમાં નવો ફોન જોઈને બંતાએ કહ્યું : નવો ફોન ક્યારે ખરીદ્યો?
કેનીલ : નવો નથી. આ તો ગર્લફ્રેન્ડનો છે.
ફેનિલ : ગર્લફ્રેન્ડનો ફોન કેમ લાવ્યો?
કેનીલ : તે રોજ કહેતી હતી કે મારો ફોન કેમ નથી ઉપાડતા? આજે મોકો મળ્યો તો ઉપાડી લીધો.

જોક્સ :
આ જગતમાં આપણાથી ત્રણ કામ બહુ સારા થઇ ગયા.
એક – વોટ્સએપ આવ્યા પહેલા ભણી લીધુ.
બીજુ – મેગી આવ્યા પહેલા મોટા થઇ ગયા.
અને ત્રીજુ – Mi ના મોબાઇલ આવ્યા પહેલાં પરણી ગયા.
જોક્સ :
છગન : તું ઓપરેશન કરાવ્યા વગર હોસ્પિટલમાંથી કેમ ભાગી આવ્યો?
મગન : નર્સ વારંવાર કહી રહી હતી કે ગભરાશો નહીં, હિંમત રાખો, કંઈ નહીં થાય, આ એક નાનકડું ઓપરેશન છે.
છગન : તો એમાં ડરવા જેવું શું છે? નર્સનું કહેવું સાચું હતું ને!
મગન : અરે ડફોળ, તે મને નહિ ડોક્ટરને કહેતી હતી.
જોક્સ :
શિક્ષક : બાળકો, જ્યારે તમે બધા મોટા થશો ત્યારે આ ફોટો જોઈને કહેશો,
આ રહ્યો રાજુ જે અમેરિકા ગયો હતો,
આ રવિ છે જે હવે લંડનમાં કામ કરે છે અને
આ નંદુ જે અહીં નો અહીં જ રહી ગયો.
આ સાંભળીને નંદુએ કહ્યું : અને આ રહી આપણી મેડમ જે દુનિયામાં નથી રહ્યા.
જોક્સ :
એક અજાણી છોકરીએ અડધી રાત્રે બિહારી વકીલને ફોન કરીને કહ્યું…
છોકરી : તમે મારા મિત્ર બનશો?
બિહારી વકીલ : હા કેમ નહિ. તમારું નામ શું છે?
છોકરી : ધારા.
બિહારી વકીલ : કઈ ધારા 144 કે 145?
છોકરીએ તરત જ ફોન કટ કરી દીધો.
જોક્સ :
રાજુની પત્ની બદામ ખાઈ રહી હતી.
રાજુએ રોમાન્ટિક થઈને કહ્યું : જાનુ મને પણ ટેસ્ટ કરાવને.
તેની પત્નીએ એક બદામ તેના હાથમાં મૂકી અને બીજી બધી પોતે ખાવા લાગી.
રાજુ : બસ એક જ?
પત્ની : હા, બીજી બધીનો સ્વાદ પણ તેના જેવો જ છે.
જોક્સ :
પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં મામલો મા-રા-મા-રી સુધી પહોંચી ગયો.
જ્યારે પત્નીએ વેલણ ઉપાડ્યું તો પતિ સ્ફૂર્તિ દેખાડીને ભાગ્યો અને કબાટમાં જઈને સંતાઈ ગયો.
પત્નીએ કબાટના દરવાજા પર જોરથી વેલણ ઠોક્યું અને કહ્યું : બહાર નીકળો.
પતિએ અંદરથી કહ્યું : નહીં નીકળું.
પત્નીએ બૂમ પાડી : મેં કહ્યું ને બહાર નીકળો.
પતિએ અંદરથી બૂમ પાડી : હું બહાર નહીં આવું.
બંને જણાની બુમો સાંભળીને બે-ચાર પાડોશીઓ ત્યાં આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યા – શું થયું?
પત્નીએ બુમ પાડીને પાડોશીઓને કહ્યું : આ ડરપોક માણસ કબાટની અંદર ઘૂસી ગયો છે. તેને શાંતિથી બહાર આવવા કહો નહીંતર…
કબાટની અંદરથી પતિએ બુમ પાડી : બહાર નહીં આવું, બહાર નહીં આવું.
આજે આખા વિસ્તારને ખબર પડી જવી જોઈએ કે આ ઘરમાં કોની મરજી ચાલે છે!