જોક્સ : રાજુ લંગડાતો લંગડાતો પોલીસ સ્ટેશન પહોંચ્યો. હવલદાર : શું થયું? રાજુ : પત્નીએ ખુબ….

0
4630

ટીચર (ક્લાસમાં) : બાળકો શું તમે જાણો છો?

આપણી આવનારી પેઢી પોલર બીયર અને વાઘ નહિ જોઈ શકે.

પિંકુ (વચ્ચે બોલ્યો) : અરે તો અમે શું કરીએ?

અમે પણ ડાયનાસોર નથી જોયા, પણ ક્યારેય ફરિયાદ કરી હોય તો કહો.

જોક્સ :

એક દિવસ રામલાલ રસ્તાની બાજુમાં બેસીને પથ્થરો તોડી રહ્યો હતો.

અને પછી અચાનક જ તે હવામાં 2-3 ફૂટ ઉંચો ઉછળ્યો અને પછી તેણે 5-7 વાર ગુલાંટ ખાધી.

તે પછી જમીન પર આળોટીને નાગિન ડાન્સ કરતા કરતા જોરથી મોં માંથી સતત વિચિત્ર અવાજો કરવા લાગ્યો.

ત્યાં થોડે દૂર ઊભેલો એક માણસ આ આખું દ્રશ્ય જોઈને ખૂબ ખુશ થઈ રહ્યો હતો.

તે માણસને રામલાલનું આ પરાક્રમ એટલું ગમી ગયું કે તેણે તેને પાંચસો રૂપિયા આપ્યા અને તેને એકવખત ફરી એવું જ કરવાનું કહ્યું જેથી તે તેના મોબાઈલ ફોનથી તેનો વીડિયો બનાવી શકે.

રામલાલે કહ્યું : નાલાયક 500 શું 5000 આપશે તો પણ હું મારી આંગળી પર હથોડો નહીં મારું, અહીં મારો જીવ અધ્ધર થઇ ગયો હતો અને તને વિડીયો બનાવવાની પડી છે.

જોક્સ :

પ્રાઇવેટ નોકરી કરતા બીમાર પતિને તેની પત્નીએ કહ્યું,

આ વખતે કોઈ પ્રાણીઓના ડોક્ટરને દેખાડો તો જ તમે સાજા થશો.

પતિએ પૂછ્યું : એવું કેમ?

પત્ની : (1) રોજ તમે મરઘાંની જેમ જલ્દી ઉઠી જાવ છો.

(2) ઘોડાની જેમ ભાગીને નોકરી પર જતા રહો છો.

(3) ગધેડાની જેમ આખો દિવસ કામ કરો છો.

(4) શિયાળની જેમ અલગ અલગ જગ્યાએથી માહિતી ભેગી કરો છો.

(5) વાંદરની જેમ સિનિયર અધિકારીઓના ઈશારા પર નાચો છો.

(6) ઘરે આવીને કૂતરાની જેમ પરિવારને ખિજાવ છો.

(7) અને પછી ભેંસની જેમ ખાઈને સુઈ જાવ છો.

માણસોનો ડોક્ટર તમને શું ખાક સાજા કરશે?

જોક્સ :

રાજુ લંગડાતો લંગડાતો પોલીસ સ્ટેશન પહોંચ્યો.

હવલદાર : શું થયું?

રાજુ : પત્નીએ ખુબ મા-ર્યો.

હવલદાર : પણ કેમ?

રાજુ : તેના મમ્મી-પપ્પા અમારા ઘરે આવ્યા તો તેણીએ મને કહ્યું કે,

“બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.”

હવલદાર : તો?

રાજુ : હું ટેક્સી લઇ આવ્યો.

જોક્સ :

એક ભિખારી એક શ્રીમંત વ્યક્તિની કાર પાસે ગયો અને કહ્યું, મને ખાવા માટે કંઈક આપો, સાહેબ.

શ્રીમંત : હું તમને બી-યર આપીશ.

ભિખારી : હું બી-યર નથી પીતો.

શ્રીમંત : તો આ સિગારેટ પી.

ભિખારી : હું સિગારેટ નથી પીતો.

શ્રીમંત : ઠીક છે. ચાલ તો તને કેસિનોમાં લઈ જાઉં.

ભિખારી : હું જુ-ગા-ર-નથી રમતો.

શ્રીમંત : તો મારી આ કાર લઇ લે.

ભિખારી : મને કાર કેવી રીતે ચલાવવી તે આવડતું નથી.

શ્રીમંત : હું તને ગર્લફ્રેન્ડ બનાવી આપીશ.

ભિખારી : હું ફક્ત મારી પત્નીને પ્રેમ કરું છું.

શ્રીમંત : ઠીક છે. હું તને ભોજન આપીશ. પણ તારે મારા ઘરે આવવું પડશે. મારે મારી પત્ની સાથે તારો પરિચય કરાવવો છે.

ભિખારી : કેમ?

શ્રીમંત : મારે તેને દેખાડવું છે કે જે માણસ સિગારેટ, બી-યર નથી પીતો, જે માણસ જુ-ગા-ર-ન-થી રમતો અને જેની ગર્લફ્રેન્ડ નથી તેની કેવી હાલત થાય
છે.