રજનીગંધાના ફૂલ માત્ર સુગંધ જ નહિ પણ સકારાત્મકતા પણ આપે છે, જાણો તેના અન્ય ફાયદા અને મુકવાની દિશા.
ઘણીવાર લોકો ઘરમાં સુગંધિત ફૂલો લગાવવાનું પસંદ કરે છે. આ છોડ ઘરને સુગંધિત તો બનાવે જ છે, પરંતુ સાથે સાથે તે દેખાવમાં પણ સુંદર હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં આવા જ કેટલાક સુગંધિત ફૂલોના છોડ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં લગાવવાથી ધન-સંપત્તિ અને કરિયરમાં પ્રગતિ અને સન્માન મળે છે.
રજનીગંધા તે ફૂલોમાંથી એક છે, જે અત્યંત સુગંધિત છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ધનલાભ માટે ઘરમાં રજનીગંધાનો છોડ લગાવતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રજનીગંધાના છોડથી માત્ર લાભ જ નથી થતો, પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ રહે છે.

આ દિશામાં રજનીગંધાનો છોડ લગાવો :
એવું કહેવાય છે કે આ છોડ સૌભાગ્ય લાવે છે. રજનીગંધાનો છોડ સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. રજનીગંધાનો છોડ પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
પૂર્વ કે ઉત્તર દિશામાં રજનીગંધા લગાવવાથી ઘરના સભ્યોની પ્રગતિનો માર્ગ ખુલે છે. પતિ-પત્નીના સંબંધોમાં પણ પ્રેમ વધે છે. એવું માનવામાં આવે છે કે રજનીગંધાના ફૂલોની સુગંધ અને રંગ સકારાત્મક વાતાવરણ બનાવે છે. કહેવાય છે કે જે ઘરમાં રજનીગંધાની સુગંધ પૂર્વ કે ઉત્તર દિશામાં મહેકતી હોય ત્યાં સકારાત્મકતા જળવાઈ રહે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.