જાણો ભારતના એક એવા રેલ્વે સ્ટેશન વિષે જે બે રાજ્યોમાં આવેલું છે, વાંચો ચકિત કરી દેનારું તથ્ય.
દિલ્હી-મુંબઈ રેલ્વે લાઈન પર એક સ્ટેશન છે જેનું નામ છે ભવાની મંડી. આ રેલવે સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે તેનું એક પ્લેટફોર્મ રાજસ્થાનમાં છે અને બીજું પ્લેટફોર્મ મધ્યપ્રદેશમાં છે. આ સ્ટેશન રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લા અને કોટા ડિવિઝનમાં આવે છે. ભવાની મંડી રેલ્વે સ્ટેશન રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે વહેંચાયેલું છે.
ભારતીય રેલ્વે સંબંધિત આ તથ્ય ખરેખર આશ્ચર્યજનક છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રેલવે સ્ટેશન એટલું મોટું પણ નથી, તેમ છતાં તે બે રાજ્યોમાં વહેંચાયેલું છે. આ સ્ટેશન પર, ટ્રેનનું એન્જિન રાજસ્થાનમાં અને ટ્રેનનો ગાર્ડ ડબ્બો મધ્યપ્રદેશમાં ઊભું હોય છે. દેશનું આ એકમાત્ર અનોખું રેલવે સ્ટેશન છે જેના એક છેડે રાજસ્થાનનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, જ્યારે બીજા છેડે મધ્યપ્રદેશનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

અનોખું રેલ્વે સ્ટેશન : આ રેલ્વે સ્ટેશનની બીજી સૌથી મહત્વની વાત એ છે કે અહીંનું બુકિંગ કાઉન્ટર મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં છે અને સ્ટેશનની અંદર પ્રવેશવાનો રસ્તો રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં છે. અહીં ટિકિટની લાઈનો મધ્યપ્રદેશથી શરૂ થાય છે અને ઘણા લોકો રાજસ્થાન સુધી ઉભા રહે છે. અહીંનું વહીવટી તંત્ર પણ ખૂબ જ મજેદાર છે. જો રેલ્વે સ્ટેશન પર કોઈ ઘટના બને છે, તો જે રાજ્યની સરહદમાં ઘટના બની હોય તે રાજ્યની પોલીસ દ્વારા મામલો જોવામાં આવે છે.
અહીંના પ્લેટફોર્મ પર આસપાસ (નજીક) ની ટિકિટ લેનારા મુસાફરો રાજસ્થાનમાં ઊભા હોય તો ટિકિટ આપનારા કર્મચારી મધ્યપ્રદેશમાં બેઠા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભવાની મંડીની સરહદ પર આવેલા ઘરોના આગળના દરવાજા મધ્યપ્રદેશના ભૈંસોદામંડીમાં ખુલે છે, જ્યારે પાછળના દરવાજા ઝાલાવાડની ભવાની મંડીમાં ખુલે છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.