શું તમે જાણો છો રેલ્વે સ્ટેશન, ટ્રેન વગેરેના હિન્દી નામ કયા છે, જાણો ઈન્ટરવ્યું માટે ઉપયોગી સવાલોના જવાબ.
બાળપણથી જ આપણે ટ્રેનમાં મુસાફરી કરતા આવીએ છીએ અને રેલ્વે સ્ટેશન પરથી ટ્રેન પકડતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, શા માટે આપણે હંમેશા તેનું અંગ્રેજી નામ જ બોલીએ છીએ? શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનું હિન્દી નામ શું છે? ચાલો તમને જણાવીએ કે તેને હિન્દીમાં શું કહેવાય છે.
મોટાભાગના વ્યક્તિને ટ્રેનમાં મુસાફરી કરવી ગમે છે અને જ્યારે પણ આપણે ક્યાંક દુર જવું હોય તો રેલ્વે સ્ટેશન પર જઈએ છીએ અને ત્યાંથી ટ્રેનમાં બેસીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આપણે ટ્રેન, રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ જેવી વસ્તુઓના ફક્ત અંગ્રેજી નામ જ બોલીએ છીએ? આપણે ભારતના રહેવાસી છીએ અને હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, છતાં આપણે તેના હિન્દી નામનો ઉપયોગ કેમ નથી કરતા?
ટ્રેનને હિન્દીમાં શું કહે છે? આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેય એ જાણવાનો પ્રયત્ન પણ નથી કર્યો કે રેલ્વે સ્ટેશન કે ટ્રેનને હિન્દીમાં શું કહેવાય છે? કેટલાક લોકો માને છે કે, રેલ્વે સ્ટેશન અથવા ટ્રેન એ હિન્દી શબ્દ છે. પણ ના, એવું નહિ. ચાલો તમને જણાવીએ કે તેને હિન્દીમાં શું કહેવાય છે? ટ્રેનને હિન્દીમાં ‘લૌહ પથ ગામિની’ કહેવામાં આવે છે. પણ ટ્રેન શબ્દ બોલવામાં સરળ રહે છે એટલે લોકો તેનો ઉપયોગ કરે છે.

હકીકતમાં, લૌહ પથ ગામિનીનું વિગતવાર વર્ણન કરવામાં આવે તો સમજાશે કે હિન્દીમાં આ નામ આટલું મુશ્કેલ કેમ છે. લૌહ પથનો અર્થ થાય છે લોખંડના રસ્તા, અથવા લોખંડના પાટા અને ગામિનીનો અર્થ થાય છે અનુસરવું અથવા પાછળ ચાલવા વાળી. તે બધાને ભેગા કરીને ટ્રેનને ‘લૌહ પથ ગામિની’ કહેવામાં આવે છે.
રેલ્વે સ્ટેશનને હિન્દીમાં શું કહે છે? તેમજ રેલ્વે સ્ટેશનને હિન્દીમાં ‘લૌહ પથ ગામિની વિરામ બિંદુ’ અથવા ‘લૌહ પથ ગામિની વિશ્રામ સ્થળ’ કહેવામાં આવે છે. આ નામ એટલું લાંબુ અને જટિલ છે કે લોકો તેની જગ્યાએ અંગ્રેજીમાં રેલ્વે સ્ટેશન કહેવાનું પસંદ કરે છે. સ્થાનિક ભાષામાં રેલ્વે સ્ટેશનને ટ્રેન સ્ટેશન કહેવામાં આવે છે.
આ શબ્દો સાંભળ્યા પછી તમારા હોશ ઉડી ગયા હશે. જેમ કે લોકોને સરળ ભાષામાં વાત કરવી ગમે છે, આથી લોકો ટ્રેન, રેલ્વે સ્ટેશન વગેરે કહેવાનું પસંદ કરે છે. યુવા પેઢી પણ અંગ્રેજી ભાષાનો વધુ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જો કે, તેના હિન્દી નામો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.