ચૈત્ર નવરાત્રિ પછી મેષ રાશિમાં જઈ રહ્યો છે રાહુ, જાણો તેના લીધે તમારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે.

0
4179

રાહુનું રાશિ પરિવર્તન છે આ વર્ષનો સૌથી મોટો ફેરફાર, જાણો તે કેવા ખરાબ પરિણામ આપશે અને તેનાથી બચવા શું કરવું.

મરાઠી નવું વર્ષ એટલે કે નવસંવત્સર 2 એપ્રિલ 2022 થી શરૂ થઈ ગયું છે, તે દિવસે શનિવાર હતો. આ વર્ષનું નામ રાક્ષસ છે અને વર્ષના રાજા શનિદેવ છે, જે ગ્રહોના ન્યાયાધીશ છે. આ વર્ષના મંત્રી દેવગુરુ બૃહસ્પતિ છે. બંને ગ્રહો આખા વર્ષ દરમિયાન પોતાની રાશિમાં રહીને આખા જગત પર પોતાનો પ્રભાવ સ્થાપિત કરવાના છે. તે ઉપરાંત વર્ષની શરૂઆતમાં એટલે કે 12 એપ્રિલ, 2022 મંગળવારના રોજ સૌથી પ્રભાવશાળી છાયા ગ્રહ રાહુનું ગોચર શુક્રની રાશિ વૃષભ રાશિમાંથી ગ્રહોના સેનાપતિની પદવી ધરાવનાર મંગની રાશિ મેષમાં થવા જઈ રહ્યું છે.

આવી સ્થિતિમાં રાહુ આખા વર્ષ દરમિયાન મેષ રાશિમાં ગોચર કરતો રહેશે. તમામ રાશિઓ અને લગ્નો પર તેની વ્યાપક અસર પડશે. રાહુ છાયા ગ્રહ છે અને જે રાશિમાં ગોચર કરે છે તે અનુસાર પરિણામ આપે છે. આ વર્ષે તે મેષ રાશિમાં ગોચર થશે, જે અગ્નિ તત્વની રાશિ છે. આવી સ્થિતિમાં તેમની તીવ્રતા વધશે, તેજમાં વધારો થશે, પ્રભાવમાં તીવ્રતા આવશે. રાહુ સમાજમાં ગરમી વધારનારો રહેશે, અને વ્યક્તિને જીવનમાં તીવ્રતા આપશે.

તે મેષ રાશિના લોકો માટે વ્યાપક રૂપમાં પ્રભાવ સ્થાપિત કરશે. તે મેષ રાશિમાં રહીને મેષ રાશિના લોકોની માનસિક ચિંતામાં વધારો કરશે, એકાગ્રતાનો ભંગ કરશે, વિવિધ પ્રકારના વિચારોને જન્મ આપશે, માથામાં દુ:ખાવો ઉત્પન્ન કરશે, તેમજ જ્ઞાનતંતુઓની સમસ્યા પણ ઉત્પન્ન કરશે. આ સમયગાળામાં રાહુની દૃષ્ટિ પાંચમા ભાવ (ઘર) એટલે કે સંતાન અને શિક્ષણના ભાવ પર પડવાથી સંતાન પક્ષ તરફથી ચિંતાની સ્થિતિ ઉભી થશે, અભ્યાસમાં અવરોધની સ્થિતિ રહેશે, માનસિક સ્થિતિમાં પરિવર્તન જોવા મળશે.

રાહુની સાતમી દૃષ્ટિ તુલા રાશિ એટલે કે દાંપત્ય ભાવ પર રહેશે. પરિણામે મેષ રાશિના લોકો માટે દાંપત્ય જીવનમાં તણાવની સ્થિતિ, વૈવાહિક સંબંધોમાં અવરોધની સ્થિતિ, પ્રેમ સંબંધોને લઈને તણાવની સ્થિતિ, ભાગીદારીના કાર્યોમાં પરિવર્તનની સ્થિતિ સર્જાતી જોવા મળશે. આ વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક ટેન્શનનું વાતાવરણ ઉત્પન્ન થશે. રાહુની આગળની દૃષ્ટિ ભાગ્ય ભાવ ધનુરાશિ પર રહેશે, આવી સ્થિતિમાં ભાગ્યવર્ધક કાર્યોમાં અસ્થિરતા અને પિતાના સ્વાસ્થ્યની ચિંતા, ભાગ્યમાં અવરોધની સ્થિતિ ઊભી થઈ શકે છે. અચાનક ધાર્મિકતા પણ બદલાઈ ગઈ હશે.

વ્યક્તિના મનમાં ધર્મ પ્રત્યે અણગમો રહેશે અને દરેક ક્ષેત્રમાં અસ્થિરતા જોવા મળશે. જો કે આખા વર્ષ દરમિયાન અન્ય ગ્રહોના સહયોગને કારણે એટલે કે અન્ય ગ્રહોના પ્રભાવને કારણે તેં ફળોમાં ઉચ્ચતા અને નીચતા જોવા મળી શકે છે. તેમ છતાં આ સમયગાળા દરમિયાન રાહુ મેષ રાશિમાં રહીને પોતાની દરેક દૃષ્ટિમાં વધુ સ્થિરતા ઉત્પન્ન કરશે. તેથી, તેમના અશુભ પરિણામોને ઘટાડવા માટે ઉપાય કરવા એકદમ જરૂરી બની જાય છે

ઉપાય : સૌથી પહેલા મૂળ કુંડળીમાં રાહુની સ્થિતિને ધ્યાનમાં લીધા પછી રાહુની શાંતિ માટે પૂજા કરી શકાય છે. રાહુની સ્થિતિ સુધારવા માટે માતા દુર્ગાની ઉપાસના શ્રેષ્ઠ ઉપાય સાબિત થશે. અને સમયાંતરે ભૈરવની પૂજા અને રુદ્રાભિષેક કરવાથી શુભ ફળ મળશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.