જાણો કઈ રીતે રાધાએ વિદાય લીધી આ દુનિયા માંથી? અને કેમ શ્રીકૃષ્ણએ તોડી નાખી પોતાની વાંસળી?

0
1060

હિંદુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમના દેવતાના રૂપમાં પણ પૂજવામાં આવે છે. જયારે પણ પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા શ્રીકૃષ્ણ અને રાધાનું નામ લોકોની જીભ પર આવે છે. રાધા અને શ્રીકૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન પણ કહેવામાં આવે છે. આ વાત કોઈનાથી છુપાયેલી નથી કે રાધા બાળપણથી જ શ્રીકૃષ્ણને પ્રેમ કરતા હતા. જયારે કૃષ્ણ માત્ર 8 વર્ષના હતા ત્યારે બંનેને પ્રેમની અનુભૂતિ થઈ હતી.

દરેક સમયે પોતાની પાસે રાખતા હતા વાંસળી :

એ સમયે રાધા શ્રીકૃષ્ણના દૈવિય ગુણોથી પરિચિત હતી. તેમણે જીવન ભર પોતાના મનમાં શ્રીકૃષ્ણની પ્રેમની સ્મૃતિઓને સાચવી રાખી. એ જ બંનેના સંબંધની ખાસિયત છે. કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણને સંસારમાં ફક્ત બે જ વસ્તુ સાથે સૌથી વધારે લગાવ હતો, અને તે બંને એકબીજા સાથે જોડાયેલી પણ છે. પહેલી વાંસળી અને બીજા રાધાજી. શ્રીકૃષ્ણની વાંસળીની ધૂન જ હતી, જેના કારણે રાધા એમની તરફ ખેંચાય આવતા હતા. રાધાના કારણે જ ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા પોતાની પાસે વાંસળી રાખતા હતા.

કંસના બોલાવવાના કારણે થયા હતા રાધાથી અલગ :

ભલે રાધા અને શ્રીકૃષ્ણનું મિલન થઈ શક્યું નહીં, પરંતુ બંનેને વાંસળીએ હંમેશા એક સૂત્રમાં બાંધી રાખ્યા. શ્રીકૃષ્ણના જેટલા પણ ચિત્ર મળે છે, એમાં વાંસળી જરૂર હોય છે. વાંસળી શ્રીકૃષ્ણના રાધા પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. આમ તો રાધા વિષે ઘણી વાર્તાઓ પ્રચલિત છે, પરંતુ એમના વિષે એક વાર્તા અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ભગવાન શ્રીકૃષ્ણ રાધાથી પહેલી વાર એ સમયે અલગ થયા હતા જયારે મામા કંસે શ્રીકૃષ્ણ અને બલરામને મથુરા બોલાવ્યા હતા. આ સમાચાર સાંભળીને વૃંદાવનના લોકો દુઃખી થઈ ગયા હતા.

મથુરા જતા પહેલા શ્રીકૃષ્ણ રાધાને મળ્યા હતા. રાધા શ્રીકૃષ્ણના મનમાં ચાલી રહેલ બધી વાતો જાણતા હતા. રાધા પાસે વિદાય લઈને શ્રીકૃષ્ણ એમનાથી દૂર જતા રહ્યા. કૃષ્ણ રાધાને એ વાયદો કરીને ત્યાંથી નીકળ્યા કે તે જરૂર પાછા આવશે. પરંતુ ત્યારબાદ શ્રીકૃષ્ણ રાધા પાસે ક્યારેય પાછા આવ્યા નહીં. શ્રીકૃષ્ણના લગ્ન રુક્મણિ સાથે થયા હતા. શ્રીકૃષ્ણ સાથે વિવાહ કરવા માટે રુક્મણિ એમના ભાઈની વિરુદ્ધ થઈ ગઈ હતી. રાધાની જેમ તે પણ શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હતી. રુક્મણિએ શ્રીકૃષ્ણને એક પ્રેમ પત્ર પણ લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે તે ત્યાં જઈને એમને લઈ આવે. ત્યારબાદ શ્રીકૃષ્ણ ગયા અને રુક્મણિ સાથે લગ્ન કરી લીધા.

બધા કર્તવ્યોથી મુક્ત થઈને ગયા શ્રીકૃષ્ણને મળવા :

શ્રીકૃષ્ણના વૃંદાવન છોડવાના કારણે રાધા વિષે ઘણું વર્ણન મળે છે. જયારે રાધાથી શ્રીકૃષ્ણ દૂર જઈ રહ્યા હતા, એ સમયે રાધાએ કહ્યું હતું કે ભલે તે દૂર જઈ રહ્યા છે, પરંતુ કૃષ્ણ હંમેશા એમની સાથે જ રહેશે. મથુરામાં કંસને મા-ર્યા-પ-છી કૃષ્ણ દ્વારકા જતા રહ્યા. શ્રીકૃષ્ણના વૃંદાવનથી ગયા પછી રાધાનું જીવન બદલાય ગયું. રાધાના લગ્ન પણ થઈ ગયા અને તેમણે પોતાનું દાંપત્ય જીવન પણ નિભાવ્યું અને વૃદ્ધ થઈ ગયા. પરંતુ ત્યારે પણ એમના મનમાં શ્રીકૃષ્ણની મૂર્તિ જ વસેલી હતી. પોતાના બધા કર્તવ્યોથી મુક્ત થયા પછી રાધા શ્રીકૃષ્ણને મળવા માટે ગયા. જયારે તે દ્વારકા પહોંચ્યા તો તેમણે શ્રીકૃષ્ણના રુક્મણિ અને સત્યભામા સાથે લગ્ન થયા હોવાની જાણકારી મળી, પણ તે દુઃખી થયા નહીં.

મહેલમાં રહેવાથી તે પહેલાની જેમ જોડાણ અનુભવી શકતા ન હતા :

જયારે શ્રીકૃષ્ણએ રાધાને જોયા તો ખુશ થઈ ગયા. બંનેએ ઘણી વાર સુધી સંકેતોમાં વાત પણ કરી. રાધાને ત્યાં કોઈ ઓળખતું ન હતું. રાધાના અનુરોધ કરવા પર શ્રીકૃષ્ણએ મહેલમાં એમને એક દેવિકાના રૂપમાં નિયુક્ત કરી દીધા. રાધા મહેલમાં રહીને મહેલના કાર્ય કરતી હતી. જયારે પણ શ્રીકૃષ્ણને મળવાનું મન થતું ત્યારે તે એમને મળી પણ લેતા. પરંતુ મહેલમાં રહેવાને કારણે રાધા શ્રીકૃષ્ણ સાથે પહેલા જેવું જોડાણ અનુભવ કરી શકતા ન હતા. તે કારણે તેમણે મહેલથી દૂર જવાનું યોગ્ય સમજ્યું. એમણે વિચાર્યુ કે દૂર જઈને જ તે ફરીથી શ્રીકૃષ્ણ સાથે ઊંડો આત્મીય સંબંધ સ્થાપિત કરી શકશે.

રાધાને એ ખબર ન હતી કે તે ક્યાં જઈ રહી છે, પરંતુ શ્રીકૃષ્ણ એ વિષે જાણતા હતા. સમયની સાથે સાથે રાધા એકલા અને નબળા થઈ ગયા. અંતિમ સમયમાં એમને શ્રીકૃષ્ણની જરૂર પડી અને શ્રીકૃષ્ણ એમની સામે આવી ગયા. શ્રીકૃષ્ણએ કહ્યું કે તે એમની પાસે કંઈક માંગે, પણ રાધાએ ના પાડી. ફરીથી કહેવા પર રાધાએ કહ્યું કે તે એક વાર ફરી શ્રીકૃષ્ણને વાંસળી વગાડતા જોવા માંગે છે. શ્રીકૃષ્ણએ મધુર ધૂનમાં વાંસળી વગાડવાનું શરૂ કર્યુ. શ્રીકૃષ્ણએ દિવસ રાત વાંસળી વગાડી, જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી શ્રીકૃષ્ણમાં વિલીન ન થઈ ગયા. વાંસળી સાંભળતા-સાંભળતા જ રાધાએ પોતાનો દેહ ત્યાગ કર્યો.

ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે એમનો પ્રેમ અમર છે, પરંતુ તે રાધાના મ-રુ ત્યુને સહન કરી શક્યા નહીં. શ્રીકૃષ્ણએ પ્રેમના પ્રતીકના રૂપમાં પોતાની વાંસળીને તોડીને ત્યાં ઝાડીઓમાં જ ફેંકી દીધી. ત્યાર બાદ શ્રીકૃષ્ણ જીવનભર વાંસળી કે કોઈ બીજા વાદક યંત્રને અડ્યા પણ નથી. કહેવામાં આવે છે કે જયારે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ નારાયણના રૂપમાં જન્મ લીધો હતો ત્યારે રાધાએ લક્ષ્મી માતાના રૂપમાં જન્મ લીધો હતો, જેથી મ-રુ ત્યુ લોકમાં પણ બંને સાથે રહી શકે.

જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.