આ દેશના રસ્તા કાળા કે રાખોડી નહિ પણ વાદળી રંગના છે, જાણો તેની પાછળનું લોજીક.

0
394

અહીં તમને જોવા મળશે વાદળી રંગના રોડ, ફોટા જોઇને તમે કહેશો અરે વાહ કેટલા સુંદર રોડ છે.

જો તમને પૂછવામાં આવે કે સામાન્ય રીતે રસ્તાઓનો રંગ કેવો હોય છે? તો દેખીતી રીતે તમે જવાબ આપશો કાળો કે રાખોડી રંગ. તેમજ તમે કહેશો કે આટલો સરળ પ્રશ્ન પૂછવા માટે અમે જ મળ્યા, આનો જવાબ તો બાળક પણ ઝડપથી આપી દેશે. પણ તમને એ જણાવી દઈએ કે, આ દુનિયામાં એક એવો દેશ પણ છે જેણે પોતાના રસ્તાઓને વાદળી રંગથી રંગ્યા છે. હા, અહીં આકાશની સાથે પૃથ્વી પણ વાદળી દેખાય છે. વાદળી રંગમાં રંગાયેલા આ દેશના રસ્તા દેશની સુંદરતામાં વધારો કરે છે.

આવો તમને જણાવીએ કે તે કયો દેશ છે અને ત્યાંના રસ્તાઓને કાળા કે રાખોડીને બદલે વાદળી રંગથી રંગવાનું કારણ શું છે.

કયા દેશના રસ્તા વાદળી છે? પશ્ચિમ એશિયામાં આવેલા દેશ કતારમાં તમને આવો નજારો જોવા મળશે. વાદળી રંગના રસ્તાઓ પર જ્યારે રંગબેરંગી વાહનો સ્પીડમાં દોડતા જોવા મળે છે, ત્યારે એક અદ્ભુત નજારો જોવા મળે છે. કતાર એક ઇસ્લામિક દેશ છે જેની વસ્તી લગભગ 2.6 મિલિયન છે. કતારને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. વિશ્વમાં ત્રીજું સૌથી મોટું HDI કતાર પાસે છે.

કતાર વિશ્વમાં લિક્વિફાઇડ નેચરલ ગેસનો સૌથી મોટો નિકાસકાર છે. જો કે, આ નાના દેશમાં પહેલાથી વાદળી રસ્તા ન હતા. આવું કરવા પાછળ એક ખાસ હેતુ છુપાયેલો છે.

આ દેશના રસ્તા વાદળી કેમ છે? સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી ચિંતિત છે અને આ વાત કોઈનાથી છુપી નથી. સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગને કારણે ભવિષ્યમાં પૃથ્વી પર જીવન જીવવું મુશ્કેલ બનશે. માનવીની કુદરત વિરોધી પ્રવૃત્તિઓને કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા દેશોએ તેને નિયંત્રિત કરવા માટે પહેલ પણ કરી છે. આ યાદીમાં કતાર પણ સામેલ છે.

કતારે પોતાના દેશના રસ્તાઓ પર વાદળી રંગ લગાવીને વધતી જતી ગ્લોબલ વોર્મિંગ સામે અવાજ ઉઠાવ્યો છે. વર્ષ 2019 થી અહીંના તમામ કાળા રંગના રસ્તાઓ વાદળી રંગમાં ફેરવાઈ ગયા. એવું કહેવાય છે કે વાદળી રંગના રસ્તા તાપમાનને સંતુલિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે.

રસ્તાના રંગનું તાપમાન સાથે શું કનેક્શન છે? તે હકીકત છે કે ડાર્ક રંગો વધુ ગરમી શોષે છે. કોઈ પણ રંગ જેટલો કાળા રંગની નજીક હશે, તેટલી વધુ ઊર્જા તે પ્રકાશના સ્ત્રોતોમાંથી શોષી લેશે. તેમજ આછા રંગો મહત્તમ ગરમીનું પરાવર્તન કરે છે. અહીં સુધી કે તેઓ સૂર્યની ગરમીનું પણ પરાવર્તન કરે છે.

બીજી તરફ, ડાર્ક રંગો સૂર્યની ગરમીનું પરાવર્તન ઓછું કરે છે અને શોષે છે વધારે. આ કારણે તે આછા રંગો કરતાં વધુ ગરમ થાય છે. કાળા રંગના રોડનું તાપમાન પણ 20 થી 25 ડિગ્રી વધારે હોય છે. તેમજ જો રસ્તાઓ પરથી વૃક્ષો પણ દૂર કરવામાં આવે તો આ તાપમાનમાં વધુ વધારો થશે. તેથી કતારમાં રસ્તાઓને વાદળી રંગ આપીને તાપમાનમાં ફેરફાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બીજે ક્યાં રસ્તાઓને વાદળી રંગથી રંગવામાં આવ્યા છે? એવો કોઈ આખે આખો દેશ નથી કે જ્યાં બધા રસ્તાઓ વાદળી હોય. પરંતુ ઘણા દેશોના પોતાના કેટલાક શહેરોમાં આ પગલું ભર્યું છે. જેમાં લાસ વેગાસ, મક્કા અને ટોક્યોના નામ સામેલ છે.

સામાન્ય રીતે રસ્તાઓ કાળા રંગના શા માટે હોય છે? રસ્તાઓને કાળા કરવા પાછળનું એક કારણ ડામર કોંક્રીટ પણ છે, જે ઓછા ખર્ચે ઉપલબ્ધ છે. તેને બનાવવામાં પણ ઓછો ખર્ચ થાય છે. ઉનાળા અને ઊંચા તાપમાન દરમિયાન કાળો રંગ સોલર રેડિયેશનનું પરાવર્તન નથી કરતા, જેથી આપણને રસ્તાઓને સ્પષ્ટ દેખાય છે. રાત્રિના સમયે કાળા રસ્તાઓ પર તેજસ્વી રંગો સરળતાથી જોઈ શકાય છે.

કતારે પર્યાવરણ માટે ખૂબ જ સારું પગલું ભર્યું છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.