પુત્રપ્રેમમાં ઘેલી પત્નીએ પતિને કહ્યું તમને ના ફાવતું હોય તો તમે જુદા થઈ શકો છો, પછી જે થયું તે જાણવા જેવું છે

0
1179

લેખક – પાર્થિવ.

હું મંદિરના પગથિયાં ઉતરી રહ્યો હતો. મારી નજર સામેથી મંદિરના પગથિયાં ચઢતી સ્મિતા ઉપર પડી. સ્મિતા તેના વિચારોમા હોવાથી તેનું ધ્યાન મારા તરફ નહતું.

સ્મિતા એટલે બીજું કોઈ નહીં મારી પત્ની. તેના રૂપની બાબતે એટલું જ કહીશ કે આ 62 વર્ષેની ઉંમરે પણ કોઈ તેને જોઈ એવું બોલી શકે “ખંડેર આવું હોય તો ઇમારત” કેવી હશે.

ત્રીસ વર્ષ પહેલા આજ મંદિરમા અમે ઈશ્વરની સાક્ષીમા આજના દિવસે પ્રેમ લગ્ન કર્યા હતા.

એક માત્ર તેના વાક્ય બાણથી અમારી ઢળતી ઉંમરની સંધ્યાએ અમે છુટા પડ્યા જે વાતને ત્રણ વર્ષ થવા આવ્યા.

હું ધીરી ગતિથી ચાલતો ચાલતો મંદિરના બાંકડે બેસી ગયો. હું અચાનક મારા ભૂતકાળમાં જતો રહ્યો.

સ્મિતાએ જયારે મને લગ્નની ઓફર કરી ત્યારે મેં તેનેેે કીધું હતું, સ્મિતા હું તને પ્રેમ કરૂ છું. પણ એક વાત જીંદગી આખી યાદ રાખજે. હું મારા આત્મ સ્વમાનથી વધારે કોઈને પ્રેમ કરતો નથી.

ભગવાને આપેલી આ માનવ કાયામા મહત્વ હોય તો તે આત્મ સ્વમાન જ છે. જીંદગી તો કુતરા બિલડા પણ જીવે છે. સ્મિતા મારો પણ પ્રયત્ન તારા માટે એજ હશે. હું પણ તારૂં આત્મ સ્વમાન ઘવાય તેવા કોઈ પણ શબ્દ પ્રયોગ કદી નહીં કરૂ. એ મારૂ તને વચન છે. કારણ કે જે વાણી વર્તન વ્યવહાર મને પસંદ નથી તે હું બીજા સાથે કદી નથી કરતો. માટે લગ્ન પછી અમુક લાગણીશીલ વાતો કે વાણી ઉપર આપણે બન્નેએ સંયમ રાખવો પડશે.

એ રાત્ર મને યાદ છે. મારા પુત્ર દિપેન અને તેની પત્ની ધારા ઘણા વખતથી ઑફિશેથી સીધા બહાર ફરવા જતા રહેતા અને રાત્રીનું જમવાનું પણ બહાર પતાવી રાત્રે ગમે તે સમયે ઘરે આવતા. એક ફોન કરવાની પણ તકલીફ ના ઉઠાવતા.

મારી પત્ની સ્મિતા નો પણ તે લોકોને મૂંગો સ્પોર્ટ હોય તેવું મને લાગતું હતું જે આજે સાચું પડ્યું.

આજે મારાથી રેહવાયુ નહીં. મેં રાત્રીના એક વાગે ઘરનું બારણું ખોલતા કહ્યું, દિપેન આ ઘર છે હોટેલ નથી. તમારી ઈચ્છા પ્રમાણે જીવવું હોય તો તમે જુદા થઈ શકો છો. મને આ તમારૂ વર્તન વ્યવહાર પસંદ નથી.

અમારી વાત ચાલતી હતી ત્યાં સ્મિતાનો પુત્રપ્રેમ વચ્ચે બોલ્યો, એ જુદા સુકામ થાય. તમને ના ફાવતું હોય તો તમે જુદા થઈ શકો છો.

હું સ્મિતા સામે જોઈ રહ્યો. અચાનક સ્મિતા માં આવેલ પરિવર્તનનું કારણ હું સમજી ગયો હતો. પીયર માંથી વારસા મા મળેલ રૂપિયાનું હતું જે રૂપિયા માંથી આ મકાન ખરીદેલ. તે સ્મિતા ના નામે હતું.

સ્મિતા એ ભૂલી ગઈ હતી કે તે એક સ્વમાની વ્યક્તી સાથે વાત કરી રહી હતી. જે વ્યક્તિ પળ વારમા કરોડોની સંપત્તિ અને સંબધોને લાત મારી શકે તેમ છે.

મેં સ્મિતા સામે જોયું. અચાનક આવા શબ્દો સાંભળી અંદરથી હું તૂટી ગયો. પણ તરત હું સ્વસ્થ થઈ ગયો.

હું કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વગર મારા રૂમમા જતો રહ્યો. સવાર પડતા મેં સ્મિતાને કહ્યું, સ્મિતા તમે તમારા મકાનમાં શાંતિથી જીવો.

જે વ્યક્તિ કે વસ્તુ ઉપર મારો અધિકાર ના હોય ત્યાં મારો સમય શક્તિ કે લાગણી વેડફવી નિર્થક છે કહી મેં ઘર છોડી દીધું અને ગામડામા વડીલોનું બંધ ઘર ખોલી આનંદથી દિવસો પસાર કરવા લાગ્યો.

આજે અમારા લગ્નની તારીખ હોવાથી હું મંદિરમાં માથું ટેકવવા આવ્યો હતો. અચાનક મંદિરના પગથિયા પાસે ભીડ થઈ ગઈ. હું દોડતો ત્યાં ગયો. સ્મિતા પગથિયાં ઉપરથી પડી ગઈ હતી. બેહોશ અવસ્થામા પડી હતી.

તેના આંખ નીચેના કાળા કુંડાળા મને તેની વ્યથા કેહતા હતા. મેં તેના માથે હાથ ફેરવ્યો પણ તે જાગ્રત નહતી. 108 બોલાવી દવાખાને દાખલ કરી. થોડા સમય પછી સ્મિતા ભાનમા આવી ત્યારે તેની પાસે મને ઉભેલો જોઈ તે બેઠી થઈ મને ભેટી પડી.

મને માફ કર સુનિલ… મને માફ કર.. તું ક્યાં જતો રહ્યો હતો?

મારો ખભો તેની આખો માંથી વહેતા પાણીથી ભીનો થતો હતો. મારો હાથ તેના માથા ઉપર ફરતો હતો. સ્મિતા… સ્વસ્થ થા… લે આ મોબાઈલ. દિપેન (પુત્ર)ને તારે જાણ કરવી હોય તો.

મારે કોઈને જાણ નથી કરવી. સ્મિતા બોલી.

મેં કિધુ અરે પણ તને ઘરે લઈ જવા કોઈએ આવું તો પડશે.

ના હવે મારે એ ઘરે નથી જવું જે ઘરમા તું નહીં. એ ઘર મારા માટે નર્ક બરાબર છે. તારી અનુભવી આંખો દિપેન અને તેની પત્નીના લક્ષણ ઓળખી ગઈ હતી.

મને એ લોકોને ઓળખવામા વાર લાગી. મને સત્યનું જ્ઞાન થઈ ગયું છે.

તે લોકો મારી મિલ્કત તેના નામે કરવા ઘણા પ્રયતન કરી રહ્યા છે. મને એકલી સમજી તેઓનો વાણી વર્તન પણ બદલાઈ ગયું છે.

હું આજે મંદિરે પ્રાથના જ કરવા આવી હતી, મારો ખોવાયેલો પ્રેમ મને પાછો આપ પ્રભુ. તારી સાક્ષીએ અમે ભેગા થયા હતા તો તું અમને જુદા કઈ રીતે પાડી શકે. આઈ લવ યુ ડાર્લિંગ.

અરે ગાંડી… તારા પ્રેમ માટે મને શંકા છેજ નહીં.

એટલે તો આપણે બન્ને એ હજુ છુટાછેડાના પેપર ત્રણ વર્ષ થયાં છતાં મુક્યા નથી.

વાત સ્વમાનની હતી જે મેં આપણા લગ્ન પેહલા તને કિધુ હતું. હું મારા આત્મ સ્વમાનથી વધારે કોઈને પ્રેમ કરતો નથી.

તારા શબ્દોથી મારા સ્વમાનને ઠેશ પોહચી હતી. લગ્ન નો મતલબ ફક્ત એક બીજાના શરીર ઉપરનો અધિકાર નથી. તન, મન, ધન અને એકબીજાની લાગણીઓ ઉપર એક બીજાનો સરખો અધિકાર હોય તેને તો લગ્ન સંબધ કેહવાય.

ચલ ઉભીથા આપણા ગામડાના મકાનને મેં મસ્ત બનાવી દીધું છે. સરકાર પેનશન આપે છે. સ્વમાનથી આપણી જીંદગી પસાર થઈ જશે. ઘડપણની જરૂરિયાત કેટલી… સ્વમાનનો ઓટલો અને ખાવાની બે રોટલી… ખરૂ ને સ્મિતા.

મેં તેને હાથ પકડી કારમાં બેસાડી.

મેં કીધું સ્મિતા જીંદગી એક સફર છે પણ હમસફર વગરની જીંદગી કષ્ટદાયક હોય છે તેનો અનુભવ તે પણ કરી લીધો અને મેં પણ કરી લીધો.

દરેકની મંજીલ અલગ અલગ હોય છે પણ મેં મંજીલ વગરની સફર ચાલુ કરી છે કારણ કે જે “સફરમા મજા છે.. એ મંજીલમા નથી.’

સફર કરતા રહો આનંદ લુટતા રહો.

મંજીલનો છેલ્લો પડાવ તો દરેકને ખબર છે. સ્મિતા… આનંદ કરી લ્યો…. કાલની કોને ખબર છે.

ચાલ આજે આપણા લગ્નની તારીખ છે હોટેલમા સાથે લંચ લઈએ. હોટલની અંદર અમારા બન્નેને ગમતું ગીત ધીરે ધીરે વાગી રહ્યુ હતુ.

हमसफ़र मेरे हमसफ़र, पंख तुम परवाज़ हम

ज़िंदगी का साज़ हो तुम, साज़ की आवाज़ हम

हमसफ़र मेरे हमसफ़र, पंख तुम परवाज़ हम

ज़िंदगी का गीत हो तुम, गीत का अंदाज़ हम….

અમે ત્રણ વર્ષે પછી ફરીથી એક બીજાને મન ભરીને જોઈ રહ્યા હતા.

– પાર્થિવ.