મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે આખા દેશમાં આ દિવસોમાં દિવાળીની તૈયારી શરુ થઇ ગઈ છે. દિવાળી હિન્દૂ ધર્મનો સૌથી મોટો તહેવાર છે, એટલા માટે બધા આને ખુબ ઉત્સાહથી ઉજવે છે.
દિવાળીના દિવસે લક્ષ્મી માતા અને લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે જો તમે આ બંને દેવી દેવતાઓને પ્રસન્ન કરી દીધું તો સમજો કે તમારી ધન સંબંધી બધી સમસ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં દરેક દિવાળી પૂજાને આટલું મહત્વ આપે છે.
દિવાળી પૂજા તો બધા કરે છે પરંતુ તે પૂજાને કર્યા પછી જ્યારે તમે દિવાળીની રાત્રે ઊંઘો છો, તો તમારે એક ખાસ વસ્તુ જરૂર કરવી જોઈએ. દિવાળીની રાત્રે જો તમે પોતાના ટેરેસ પર એક ખાસ વસ્તુ રાખો છો, તો લક્ષ્મી માતા તમારા ઘરમાંથી જતા નથી અને ઘણા દિવસો સુધી ત્યાં જ નિવાસ કરે છે.

તમે તો જાણો છો કે જે ઘરમાં લક્ષ્મીમાં એક વાર જગ્યા બનાવી લે, તો ત્યાં ક્યારેય ધનની અછત થતી નથી. જો તમે પણ પોતાના ઘરમાં ધનની બરકત હંમેશા જાળવી રાખવા માંગો છો તો દિવાળીની રાત્રે પોતાના ટેરેસ પર આ ખાસ વસ્તુ જરૂર રાખો.
દિવાળીની રાત્રે ટેરેસ પર રાખી દો આ વસ્તુ, હંમેશા રહેશો માલામાલ :
દિવાળીની રાત્રે જ્યારે પૂજા પૂરી થઇ જાય તો લક્ષ્મી માતાના સામે એક સ્પેશિયલ દીવો મુકો. આ દીવો તમારે સરસવના તેલનો પ્રગટાવવાનો છે. એમાં રૂ ની 3 લાંબી દીવેટ હોવી જોઈએ અને ત્રણેય બળવી જોઈએ. આ દીવાની અંદર તમે 2 લવિંગ, 3 રાઈના દાણા, 5 ચોખાના દાણા અને 1 એક રૂપિયાનો સિક્કો નાખી દો.
આને લક્ષ્મી માતાના સામે જ પ્રગટાવો. ત્યાર બાદ રાત્રે જયારે તમે ઊંઘવાના છો, ત્યારે આ દીવાને ઉઠાવીને ટેરેસ પર રાખી દો. જો તમારી પાસે પોતાનું ટેરેસ નથી (બિલ્ડીંગ વાળા) તો તમે પોતાની બાલકનીમાં પણ રાખી શકો છો. આને રાખ્યા પછી તમે ઊંઘવા જઈ શકો છો.
બીજા દિવસે જ્યારે તમે ઉઠો તો પહેલા સ્નાન કરી લો. ત્યાર બાદ દીવાની અંદર રાખેલ સિક્કાને બહાર કાઢી તેને ધોઈ નાખો. હવે આ સિક્કાને ઘરની તિજોરીમાં રાખી દો. આવું કરવાથી તમારી તિજોરી ક્યારેય ખાલી થશે નહિ. સાથે જ તમને ધન કમાવાના નવા અવસર આવવા લાગશે. તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે આ સિક્કાને ભૂલથી પણ ખર્ચ કરો નહિ. તમે ઈચ્છો તો એક રૂપિયાના બદલે ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો. ચાંદીથી તમને હજુ ઘણા લાભ થશે.
હજુ એક વાતનું ધ્યાન રાખો કે જે દીવાને તમે આખી રાત ટેરેસ પર રાખો છો તેને તમે જમીનમાં દાટી દો અથવા કોઈ નદી વગેરેમાં વહાવી દો.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)