નવરાત્રીના છેલ્લા દિવસે ઘરની તિજોરીમાં મૂકી દો આ ખાસ વસ્તુ, જીવનભર નહિ થાય પૈસાની અછત.

0
1986

આજના જમાનામાં કોઈપણ વધુ માં વધુ પૈસા ઈચ્છે છે. આજકાલ મોંઘવારી એટલી થઇ ગઈ છે કે લોકોનું ઓછા પૈસામાં જીવન નિર્વાહ નથી થઇ રહ્યું. વધુ પૈસા કમાવાના ચક્કરમાં લોકો ઘણા પ્રકારના કારસ્તાન અને પ્રયાસ કરે છે. આમ તો દરેક તો પૈસાની આવક વધારવામાં સફળ નથી થતા. ખાસ કરીને જે લોકોનું નસીબ જ ખરાબ હોય છે તેમના ઘરમાં પૈસા ન તો આવે છે અને ન તો વધુ સમય સુધી ટકતા. તે સ્થિતિમાં ભગવાનને ખરાબ નસીબ માટે દોષ આપવા લાગે છે.

પરંતુ તમે ચિંતા ન કરશો, આજે અમે તમને એવા વિશેષ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે અજમાવ્યા પછી તમારા ઘરમાં તીજોરીમાં રાખેલા પૈસા ક્યારેય ઓછા નહિ થાય. ઉલટું તમારા ઘરની તિજોરીઓ પૈસાથી ખચાખચ ભરાવા લાગશે. તેના માટે તમારે નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે નવમીની રાત્રે એક વિશેષ ઉપાય કરવાનો રહેશે. હાલના દિવસોમાં નવરાત્રી તહેવાર ચાલી રહ્યો છે.

આ પાવન પર્ણ ઉપર દરેક માતા રાણીને પ્રસન્ન કરવામાં લાગેલા છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસોમાં માતા રાણીના આપવામાં આવેલા આશીર્વાદ સૌથી વધુ ફળે છે. એ કારણ છે કે અમે તમને નવમીના દિવસે પૈસાથી સંબંધિત આ વિશેષ ઉપાય જણાવી રહ્યા છીએ. તો આવો જાણીએ આ ઉપાય માટે તમારે શું કરવું પડશે.

નવમાં દિવસે કરશો આ ઉપાય તો બનાવી દેશે માલામાલ :

નવમાં દિવસે સવારે વહેલા ઉઠી જાવ અને સ્નાન કરી લો. ત્યાર પછી નજીકના પીપળાના ઝાડ માંથી એક પીપળાનું પાંદડું લઇ આવો. તે વાતનું ધ્યાન રાખશો કે પાંદડું તૂટેલું કે સુકાઈ ગયેલું ન હોય. હવે તે પાંદડાને માતા રાણીની સામે એક લાલ રંગના કપડા ઉપર મૂકી દો. આ પાંદડા ઉપર એક રૂપિયાનો સિક્કો મુકો. તમે ધારો તો ચાંદીનો સિક્કો પણ મૂકી શકો છો.

હવે આ સિક્કા ઉપર એક આખી સોપારી મુકો. હવે માતા સામે બે ઘી ના દિવસ પ્રગટાવો. પહેલા દીવાને આ પાંદડાની પાસે મૂકી દો અને બીજા દીવાથી માતા રાણીની આરતી કરો. આરતી પૂરી થયા પછી પહેલી આરતી માતાને આપો, બીજી પીપળાના પાંદડા ઉપર રાખવામાં આવેલી સામગ્રીને આપો અને ત્રીજી સ્વયં લઇ લો.

હવે સિંદૂર અને ચોખાથી પહેલા માતાને ચાંદલો કરો. પછી પીપળાના પાંદડા ઉપર મુકેલી સોપારી અને સિક્કાની પૂજા કરો, હવે માતા સામે બે હાથ જોડી પોતાની ધન સંબંધી મનોકામના કે તકલીફ જણાવો. ત્યાર પછી માતાને ધૂપ આપો. હવે આ પાંદડા ઉપર રાખેલા સિક્કા અને સોપારીને તમે ઘરની તિજોરીમાં મૂકી દો. જો તમારે ત્યાં તિજોરી ન હોય તો તેને તે સ્થાન ઉપર મુકો જ્યાં તમારા પૈસા અને ઘરેણા રાખો છો.

આ ઉપાય ને અજમાવ્યા પછી સિક્કો અને સોપારીની પોઝેટીવ એનર્જી તમારા ઘરમાં પૈસાની આવક વધારી આપશે. એટલુ જ નહિ તમારી તિજોરીમાં પહેલાથી રાખેલા પૈસા પણ જલ્દી જલ્દી ઓછા નહિ થાય. આવી રીતે તમારા ઘરમાં પૈસાની બરકત હંમેશા બની રહેશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.