કચરાપેટીને ઘરની આ જગ્યા પર રાખવાની ભૂલ ના કરતા, નહિ તો ઘરના સભ્યોની પ્રગતિ અટકી શકે છે
સાવરણી, ડસ્ટબીન જેવી સાફ સફાઈ સાથે સંકળાયેલ વસ્તુઓને વાસ્તુ પ્રમાણે યોગ્ય જગ્યાએ રાખવી ખૂબ જ જરૂરી છે. આની અસર ઘરની આર્થિક સ્થિતિ પર પડે છે. ડસ્ટબીન અથવા કચરાપેટી યોગ્ય જગ્યાએ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, તો તેને ખોટી દિશામાં રાખવાથી ધનની હાનિ થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક જરૂરી વસ્તુઓ રાખવા અને તેના ઉપયોગ માટે યોગ્ય દિશા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે. જો આ વસ્તુઓને વાસ્તુ પ્રમાણે યોગ્ય દિશામાં યોગ્ય રીતે રાખવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જ્યારે તેમાં ગરબડ થવાથી અનેક પ્રકારના નુકસાન અને પરેશાનીઓ થાય છે.
કચરો રાખવા માટે ડસ્ટબિન અથવા કચરાપેટી એ આમાંની એક મહત્વની બાબત છે. જો ડસ્ટબિન યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે તો તે ઘરના સભ્યો માટે સમસ્યા બની શકે છે. જાણો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ડસ્ટબિન રાખવાની સાચી દિશા કઈ છે.

ડસ્ટબિનની દિશા અને તેની અસર : વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ક્યારેય પણ ડસ્ટબિન ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરના સભ્યોને માનસિક તણાવ રહે છે. તેની સાથે જ માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. કારણ કે આ દિશામાં દેવતાઓનો વાસ હોય છે.
ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મુકવામાં આવેલ ડસ્ટબીન ઘરના લોકોની જમા રકમને સમાપ્ત કરે છે. તે પૈસાને ઘરમાં રહેવા દેતા નથી. કેટલાક કિસ્સાઓમાં, તે દેવાનું કારણ પણ બની શકે છે. ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં ડસ્ટબિન રાખવાની ભૂલ ન કરો. આમ કરવાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે. તેમને નવી તકો મળતી નથી.
આવી સ્થિતિમાં ડસ્ટબિન રાખવાની સૌથી સાચી દિશા દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશા છે. આ સિવાય ડસ્ટબિન ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ રાખી શકાય છે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
આ બાબતો ધ્યાનમાં રાખો : ડસ્ટબીન વિશે ધ્યાનમાં રાખો કે નિયમિતપણે કચરો ફેંકતા રહો. ઘરમાં કચરાનો ઢગલો ના કરશો. ડસ્ટબિનને ઢાંકીને રાખો, નહીં તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.