ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ઘણા કારગર છે આ ઉપાય, દૂર કરી શકે છે ખરાબ નજર.

0
213

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરને ખરાબ નજરથી બચાવવા માટે કરો આ નાનકડું કામ, થશે લાભ.

જીવનમાં બધું સુખ-શાંતિથી ચાલતું હોય છે ત્યારે અચાનક ઘરમાં દુ:ખ, વિખવાદનું વાતાવરણ સર્જાય છે. ઘરના લોકો બીમાર થવા લાગે છે, કોઈ કામ કરવાનું મન થતું નથી, પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જાય છે વગેરે જેવી ઘણા પ્રસંગો થવા લાગે છે, જે વ્યક્તિને વિચારવા માટે મજબુર કરે છે કે, તમારા હસતા રમતા ઘરને કોઈની નજર લાગી ગઈ છે. આવી સ્થિતિમાં, જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે ઘરને ખરાબ નજરથી બચાવે છે. ચાલો જાણીએ.

ઘરને ખરાબ નજરથી બચાવવા માટે કરો આ ઉપાય :

જો ઘરને વારંવાર કોઈની નજર લાગી જાય છે, તો શુક્રવારે ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ લગાવો. એવું માનવામાં આવે છે કે આસોપાલવનું તોરણ ખરાબ શક્તિઓ અને નકારાત્મક શક્તિઓને ઘરથી દૂર રાખે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ઘરના મુખ્ય દ્વાર પર મોરનું ચિત્ર લગાવો. આમ કરવાથી ઘરમાં આવતી અશુભ શક્તિઓ અને ખરાબ શક્તિઓ ટળી જાય છે.

ઘર પર કોઈની નજર લાગવા પર આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. તેમજ ઘરના દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી ઘરને ખરાબ નજરથી બચાવી શકાય છે. તેમજ લોબાનનો ધુમાડો પણ આમાં ખૂબ અસરકારક છે.

જો બાળક પર કોઈની ખરાબ નજર હોય તો બાળક પરથી મીઠું, ડુંગળીની છાલ, લસણ, રાઈ અને સૂકા લાલ મરચા સાત પર ફેરવીને તેને કોઈપણ સળગતા કોલસામાં નાખી દો. જો તે સળગવા પર ગંધ ન આવે તો સમજવું કે બાળકને નજર લાગી છે.

ઘરને નકારાત્મક શક્તિઓના પ્રભાવથી બચાવવા માટે શુક્રવારે કાળા ઘોડાની નાળને સરસવના તેલમાં પલાળી રાખો. આ પછી, શનિવારે તેને તેલમાંથી બહાર કાઢો અને તેને સ્વચ્છ કપડાથી સાફ કરો. આ પછી શનિ મંત્રનો જાપ કરો અને શનિદેવની પ્રાર્થના કરો. આ પછી તેને ઘરની બહાર U આકારમાં લટકાવી દો. તેમજ વધેલું તેલ પીપળા પર ચડાવી દો. તેનાથી ખરાબ નજરનો દોષ હંમેશા માટે દૂર થઈ જાય છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.