ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ બદલી શકે છે તમારું નસીબ, જાણો તેને મજબુત કરવાના ઉપાય.

0
718

જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ છે નબળો તો જરૂર અજમાવો આ ઉપાય, બુધ થશે મજબુત અને મળશે લાભ.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. અને બુધ ગ્રહ મજબુત હોય તો વ્યક્તિને ચમત્કારિક ફળ મળવામાં બુધનું વિશેષ યોગદાન હોય છે. આવી સ્થિતિમાં વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તે જરૂરી છે, નહીં તો વ્યક્તિએ શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જ્યોતિષીઓ અનુસાર, જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ સારી સ્થિતિમાં છે, તો તેના કારણે તમને શુભ પરિણામ મળતા રહે છે અને આ ગ્રહ પીડિત સ્થિતિમાં હોય તો તેના કારણે તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ આ ગ્રહને મજબૂત બનાવવો શા માટે જરૂરી છે, અને તેને મજબૂત કરવા માટે કયા કયા ઉપાયો કરી શકાય છે.

લાલ કિતાબનો ઉપાય : બુધને મજબૂત કરવા માટે અગાશી પર અથવા ઘરમાં જ્યાં પણ તડકો આવતો હોય ત્યાં લીલા કાચની બોટલમાં શુદ્ધ પાણી ભરીને રાખો. તેને ત્યાં 7 દિવસ 7 રાત રહેવા દો. આ પછી આ પાણીનું સેવન કરવાથી બુધ ગ્રહ બળવાન બની શકે છે.

આનો પાઠ કરો : બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્રનામ, દુર્ગા સપ્તશતીનો પાઠ અને ગણેશજીની પૂજા વિશેષ ફળદાયી કહેવાય છે. પૂજામાં ગણેશજીને દુર્વા અર્પણ કરવી ખૂબ જ ફાયદાકારક રહેશે.

મંત્રોનો જાપ : આ સિવાય તમે બુધને બળવાન બનાવવા માટે બુધના મંત્રોનો જાપ પણ કરી શકો છો. બીજાક્ષરી મંત્ર: ૐ બું બુધાય નમઃ, તાંત્રિક મંત્ર: ૐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમ: જો શક્ય હોય તો, મંત્રનો જાપ કરતી વખતે લીલા કપડાંનો ઉપયોગ કરો અને દર બુધવારે લીલા વસ્ત્રો પહેરો.

દાન કરો : બુધ ગ્રહને બળવાન બનાવવા બુધવારે પણ દાન કરી શકાય છે. બુધ ગ્રહને મજબૂત કરવા માટે આખા મૂગ, નાની એલચી, પાલક, લીલા કપડાં, લીલા ખોરાકની વસ્તુઓ અને જ્ઞાનવર્ધક પુસ્તકોનું દાન કરી શકો છો.

ખાસ ઉપાય : જ્યોતિષ શાસ્ત્ર મુજબ કહેવાય છે કે બુધ ગ્રહને બળવાન બનાવવા માટે કન્યાદાનનું ખૂબ મહત્વ છે. પણ આ દાન દરેક વખતે શક્ય નથી તેથી જ્યારે પણ કોઈ ગરીબ દીકરીનાં લગ્ન થતા હોય કે કોઈ પણ દીકરીનાં લગ્ન હોય અને તમે ત્યાં ગયા હોવ તો ત્યાં તમારી શક્તિથી જરૂરી સામગ્રીનું દાન કરો. આ સિવાય કન્યા પૂજન પણ બુધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તમે કન્યા પૂજન પણ કરી શકો છો, તેનાથી બુધ ગ્રહ પણ બળવાન બને છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.