આ રાશિઓ માટે ઓગસ્ટના શરૂઆતના દિવસો મુશ્કેલ રહેશે, વાહન સાવધાનીથી ચલાવો નહિ તો …

0
816

અંગારક યોગની વધવા જઈ રહી છે શક્તિ, થોડા દિવસો પછી આ રાશિની થઈ શકે છે ખરાબ હાલત.

મેષ રાશિમાં રાહુ અને મંગળની યુતિ (જોડી) થી બનેલો અંગારક યોગ વધુ ખતરનાક થવા જઈ રહ્યો છે. જ્યોતિષીઓએ દાવો કર્યો છે કે અંગારક યોગ આગામી થોડા દિવસોમાં ચાર રાશિઓની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. આ વર્ષે 12 મી એપ્રિલે રાહુએ મેષ રાશિમાં ગોચર કર્યું હતું. અને જૂનમાં મંગળ મેષ રાશિમાં આવ્યો હતો. બંને ગ્રહો એક જ રાશિમાં હોવાના કારણે અંગારક યોગ રચાયો હતો. જ્યોતિષીય શાસ્ત્ર મુજબ હવે આ અંગારક યોગની અસર વધવાની છે.

અંગારક યોગને જ્યોતિષમાં શુભ માનવામાં આવતો નથી. અને હવે તે પહેલા કરતા વધુ ખતરનાક બનવા જઈ રહ્યો છે. મેષ રાશિમાં બનેલો અંગારક યોગ 1 થી 4 ઓગસ્ટની વચ્ચે વધુ અસરકારક રહેશે. મેષ રાશિમાં મંગળ અને રાહુ જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ અંગારક યોગનું બળ વધી રહ્યું છે. 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી મેષ રાશિમાં રાહુ 24.7 ડિગ્રી અને મંગળ 24 ડિગ્રી પર ગોચર કરશે. આ તે સમય હશે જ્યારે અંગારક યોગ સૌથી વધુ અસરકારક રહેશે.

11 ઓગસ્ટે ગ્રહોનો સેનાપતિ મંગળ મેષ રાશિમાંથી નીકળી જશે અને અંગારક યોગ તૂટી જશે. પરંતુ તે પહેલા કેટલાક લોકોએ ખૂબ કાળજી રાખવી પડશે. ચાલો જાણીએ કે 1 થી 4 ઓગસ્ટની વચ્ચે જ્યારે અંગારક યોગની અસર ખૂબ જ વધુ રહેશે તો કઈ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

મેષ – મેષ રાશિના લોકોનો વ્યવહાર તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. ઘરમાં ઝગડાનું વાતાવરણ રહેશે. અકસ્માત થવાની શક્યતા રહેશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

વૃષભ – વૃષભ રાશિવાળાની અકસ્માતની શક્યતાઓ વધશે. બીજાની બાબતોમાં દખલ કરવાથી નુકસાન થશે. પૈસાની લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને લીલા ફળોનું દાન કરો.

કર્ક – અંગારક યોગની અસર વધવાથી ગુસ્સો અને અનિયંત્રિત વાણી તમારી સમસ્યાઓમાં વધારો કરશે. આ દરમિયાન વાહન સાવધાનીથી ચલાવો. ઉતાવળમાં લીધેલા નિર્ણયોથી નુકસાન થશે. ગાયને લીલો ચારો ખવડાવો.

તુલા – તુલા રાશિના લોકોના દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. જીવનસાથી સાથે ઝગડા વધશે. સંબંધોમાં કડવાશ આવી શકે છે. કરિયરમાં દબાણ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય થોડો મુશ્કેલ રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.