‘તારક મેહતા’ ફેમ ‘પોપટલાલ’ ચીનમાં પણ છે પ્રખ્યાત, અત્યાર સુધી આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ.

0
427

તમારા પ્રિય પોપટલાલ તારક મેહતા શો માં આવ્યા પહેલા આ ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ, જાણો તેમની અજાણી વાતો.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવતા કલાકાર એટલે કે શ્યામ પાઠક માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ ચીનમાં પણ પ્રખ્યાત છે. શ્યામે અનુપમ ખેર સાથે ખૂબ જ પ્રખ્યાત ચીની ફિલ્મમાં સ્ક્રીન શેર કરી હતી.

જણાવી દઈએ કે, તારક મેહતામાં પોપટલાલ બનીને બધાને હસાવનાર શ્યામ પાઠકે માત્ર ચાઈનીઝ ફિલ્મોમાં જ નહીં પરંતુ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

શ્યામ પાઠક તારક મેહતા શો માં ‘તુફાન એક્સપ્રેસ’ નામની ન્યુઝ પેપર કંપનીમાં ક્રાઈમ રિપોર્ટર પોપટલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. અને આ દુબળા પાતળા શ્યામ પાઠક ટીવીમાં કામ કરતા ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

શ્યામ પાઠકે વર્ષ 2007 માં રિલીઝ થયેલી ચીની ફિલ્મ લસ્ટમાં કામ કર્યું હતું. 15 ઓગસ્ટ, 2008 સુધીમાં તે ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર પાંચમી ફિલ્મ હતી.

આ ફિલ્મમાં શ્યામે જ્વેલરી શોપકીપરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ઘણા કા-મુ-ક દ્રશ્યો હતા, જેના કારણે ઉત્તર અમેરિકાએ તેને NC-17 રેટિંગ આપ્યું હતું.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત આ ફિલ્મ રિલીઝ થયાના એક વર્ષ પછી 2008 માં થઈ હતી.

તમને જણાવી દઈએ કે વર્ષ 1997 માં શ્યામે હિન્દી ફિલ્મ ‘ઘૂંઘટ’ માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ‘જસુબેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફેમેલી’ અને ‘સુખ બાય ચાન્સ’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.