આ શ્રાવણમાં ઘરની પાસે લગાવો બીલીપત્રનું વૃક્ષ, ભગવાન શિવની કૃપાથી દૂર થશે જીવનની ઘણી સમસ્યાઓ.

0
148

હિંદુ ધર્મમાં ભગવાન શિવની મહિમા વિષે જણાવવાની જરૂર નથી. ભગવાન શિવને ભોલેનાથના નામથી એટલા માટે ઓળખવામાં આવે છે કે તે ઘણા જ ભોળા છે અને પોતાના તમામ ભક્તોનું કલ્યાણ કરે છે. તે તેમના કોઈ ભક્ત માટે ભેદભાવ નથી રાખતા. ભગવાન શિવની ભક્તિ આમ તો આખું વર્ષ કરવામાં આવે છે, પરંતુ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિનું વિશેષ ફળ મળે છે. શાસ્ત્રો મુજબ શ્રાવણ ભગવાન શિવનો સૌથી મનપસંદ મહિનો હોય છે. આ મહિનામાં એક લોટા પાણી અને બિલીપત્રથી ભગવાન શિવ ખુબ જ વધુ પ્રસન્ન થઈ જાય છે.

શ્રાવણમાં ભગવાન શિવ તમારા અને તમારા ઘર ઉપર મહેરબાન થાય, તેના માટે થોડા ઉપાય કરી શકાય છે. જો તમારા ઘરની આજુ બાજુ કોઈ ખાલી જગ્યા હોય તો ત્યાં આ શ્રાવણમા બિલીપત્રનો છોડ ઉગાડી શકાય છે. બિલીપત્રનો છોડ ભગવાન શિવને પસંદ છે માત્ર એટલા માટે જ નહીં, પરંતુ તેનાથી ઘણા ઔષધીય ફાયદા પણ છે. તેનાથી ઘણી બીમારીઓને હંમેશા માટે દુર પણ કરી શકાય છે.

બિલીપત્રના ઝાડના ફાયદા વિષે જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. તેનાથી ડાયાબીટીસ, બીપી, જેવી ગંભીર શારીરિક સમસ્યાઓને પણ દુર કરવાની ક્ષમતા હોય છે. વાસ્તુ શાસ્ત્રના હિસાબે પણ ઘરની બહાર બિલીપત્રનો છોડ ઉગાડવો ઘણો શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેના મહત્વ વિષે જણાવવામાં આવ્યું છે. શિવપુરાણમાં તેને મહત્વનું ઝાડની વ્યાખ્યા આપવામાં આવી છે. બિલીપત્ર માત્ર ભગવાન શિવ ને જ નહિ પરંતુ તમામ દેવી દેવતાઓને પસંદ છે. બિલીપત્રનો છોડ જે પણ ઘરની આજુ બાજુ હોય છે, ત્યાં દેવી દેવતાઓની કૃપા હંમેશા જળવાઈ રહે છે.

શિવપુરાણ મુજબ બિલીપત્રની થોડી અગત્યની વાતો :

શિવપુરણ મુજબ બિલીપત્રનું વૃક્ષ વાવવામાં આવે અને રોજ તેની જાળવણી રાખવામાં આવે, એટલે તેને પાણી આપવામાં આવે તો ત્યાના લોકોના ઘણા પાપો આપોઆપ જ નાશ થઈ જાય છે. તેની સાથે જ તે જગ્યા અને તેની આજુ બાજુ સકારાત્મક ઉર્જાનો નિવાસ રહે છે.

બિલીપત્રનું ઝાડ ઉગાડતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેને ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં જ ઉગાડો, વાસ્તુના હિસાબે તે શુભ રહે છે. તેનાથી ઘરના લોકોના માન સમ્માનમાં વૃદ્ધી થાય છે.

જો ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં જગ્યા ન હોય તો તેને ઘરની ઉત્તર-દક્ષીણ દિશામાં પણ ઉગાડી શકાય છે.

ઘણા ઓછા લોકો જ એ વાત જાણે છે કે શિવલિંગ ઉપર ચડાવેલા બિલીપત્ર ક્યારે પણ વાસી થતા નથી. એટલે બીજા દિવસે તેને ધોઈને ફરી વખત ચડાવી શકાય છે.

બિલીપત્ર તોડતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે રવિવાર, આઠમ, ચતુર્દશી અને અમાસ સમયે બિલીપત્ર ભૂલથી પણ ન તોડવા જોઈએ.

શિવપુરાણમાં બિલીપત્રને ભગવાન શિવનું જ રૂપ કહેવમાં આવેલું છે. તેને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવ્યું છે.

શ્રીદેવી ધનની દેવી માતા લક્ષ્મીનું પણ એક નામ છે, એટલે બિલીપત્રની પૂજાથી માતા લક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે.

સ્કન્દપુરાણ મુજબ એક વખત માતા પાર્વતીને ખુબ પરસેવો આવી રહ્યો હતો. તેમણે પોતાના કપાળ ઉપરથી પરસેવો લુછીને ફેંક્યો, જેથી થોડા ટીપા મંદાર પર્વત ઉપર પડી ગયા. માતાના પરસેવામાંથી ત્યાં બિલીપત્ર ઉગી ગયું.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.