પિતૃદોષથી પીડિત છો? તો નદીમાં નાખો આ એક વસ્તું, મળશે પિતૃનો આશીર્વાદ અને જીવનમાં સફળતા.

0
875

હિંદુ ધર્મની માન્ય મુજબ કોઈપણ વ્યક્તિના જીવનમાં નાની નાની બાબતોની અસર ખુબ જ વધુ હોય છે. સૌથી વધુ જીવન ઉપર મનુષ્યોના કર્મોની અસર પડે છે. જો મનુષ્ય સારા કર્મો કરે છે. તો તેનું ફળ ન માત્ર તેને મળે છે, પરંતુ તેના કુટુંબ વાળાને પણ મળે છે. અને જે લોકો ખરાબ કર્યો કરે છે, તેથી તે પરેશાન થાય જ છે, સાથે કુટુંબને પણ દુ:ખ ભોગવવું પડે છે. એટલા માટે કહેવામાં આવે છે કે દરેક માણસે આ વાતનું ધ્યાન રાખીને જીવનમાં વધુમાં વધુ સારા કર્મો કરવા જોઈએ અને ખરાબ કર્મોથી દુર રહેવું જોઈએ.

આ વખતે 25 સપ્ટેમ્બર રવિવારના રોજ આસો મહિનાની અમાસમાં આવે છે. અમાસનું હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વનું સ્થાન હોય છે. જ્યોતીષાચાર્ય પરવીન ત્રિવેદી મુજબ અમાસ પિતૃનો દિવસ હોય છે. આ દિવસે પિતૃનું જ રાજ રહે છે. એટલા માટે આ દિવસ પિતૃની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનો યોગ છે. જે લોકો પિતૃદોષથી પીડિત છે તમને આ દિવસે કાંઈક વિશેષ ઉપાય કરવા જોઈએ. તેનાથી પિતૃના આશીર્વાદ મળે છે અને અટકેલા કામ પણ સુધરવા લાગે છે.

અમાસના દિવસે કરો આ ઉપાય :

1) અમાસના દિવસે પિતૃગણોને રાજી કરીને તેમના આશીર્વાદ મેળવવા માટે કોઈ પવિત્ર નદી પાસે જાવ અને તેમાં કાળા તલ નાખીને તર્પણ કરો.

2) પીપળાના વૃક્ષમાં દેવતાઓ સાથે જ પિતૃનો પણ વાસ માનવામાં આવે છે. એટલા માટે અમાસના દિવસે પીપળાના ઝાડને પાણી ચડાવો અને તેની નીચે ઘીનો એક દીવો પ્રગટાવો.

3) અમાસના દિવસે પિતૃના આત્માની શાંતિ માટે કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવી ભોજન કરાવવું જોઈએ. જો તમે આમ નથી કરી શકતા તો તેને ભોજનની વસ્તુ જેમ કે લોટ, ફળ, ગોળ વગેરે દાન કરો.

4) અમાસના દિવસે પોતાના પિતૃનું ધ્યાન રાખીને ગાયને લીલો ચારો ખવરાવવો પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયને ચારો ખવરાવવાથી પિતૃ પ્રસન્ન થાય છે.

5) અમાસના દિવસે ગાયના છાણ માંથી બનેલા છાણા સળગાવીને ઘી ગોળનું ધૂપ આપો અને પિતૃ દેવતાભ્યો અર્પણમસ્તુ મંત્રનો જાપ કરો.

6) અમાસના દિવસે પિતૃની આત્માની શાંતિ માટે કાચા દૂધમાં જવ, તેલ અને ચોખા ભેળવીને નદીમાં પ્રવાહિત કરવું જોઈએ. આ કામ સૂર્યોદયના સમયે કરવું સારું રહે છે.

પિતૃદોષને કારણે થાય છે આ બધું :

1) જે ઘરમાં પિતૃદોષ હોય છે, હંમેશા તે ઘરમાં દરેક સમયે કોઈને કોઈ બીમાર રહે છે.

2) જે ઘરમાં પિતૃદોષ હોય છે, તે ઘરમાં બાળકોમાં હંમેશા ઝગડા થતા રહે છે.

3) પિતૃદોષને કારણે દંપતીને સંતાન પ્રાપ્તિમાં ઘણું મોડું થાય છે.

4) પિતૃદોષને કારણે કોઈપણ કામમાં સફળતા નથી મળતી અને ધનનો ખોટો બગાડ પણ વધી જાય છે.

5) પિતૃદોષને કારણે વ્યક્તિના પૈસા વધુ ખર્ચ થવા લાગે છે અને તે ધીમે ધીમે ગરીબ થવા લાગે છે.

શું કહે છે જ્યોતિષી? :

જ્યોતિષીઓનું કહેવું છે કે જો કોઈ ઘરમાં કોઈ વ્યક્તિનું અકાળે મ-રૂ-ત્યુ-થ-ઇ જાય છે અને તે વ્યક્તિનું યોગ્ય રીતે વિધિ વિધાનથી શ્રાદ્ધ નથી કરવામાં આવતો તો તે ઘરમાં જન્મ લેવા વાળા સંતાનની કુંડળીમાં પિતૃદોષ હોય છે. પિતૃદોષની સૌથી વધુ અસર કુટુંબના પુત્ર સંતાન ઉપર પડે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)