મજેદાર જોક્સ : પિન્ટુ સવારે સાડીની દુકાને ગયા. દુકાનદાર પૂજા કરી રહ્યો હતો. પિન્ટુએ કહ્યું : બહાર શો કેસમાં …

0
7878

જોક્સ :

શેરબજારમાં લોસ ખાઈને બેસેલો પતિ પોતાની જાડી પત્ની તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો,

પછી તેણે મનમાં વિચાર્યું કે, મારા જીવનનું આ એકમાત્ર એવું રોકાણ છે,

જે જોત જોતામાં ત્રણ ગણું થઇ ગયું છે.

જોક્સ :

અરજી :

રાબેતા મુજબ ભીડ હતી. એક માણસ લાંબા સમયથી ચૂપચાપ ઊભો રહ્યો.

અધિકારીએ પૂછ્યું : “કાંઈ કામ છે?”

તે માણસ આગળ આવ્યો અને કહ્યું : “મારે અરજી લખવી હતી.”

અધિકારી : “શેના વિષે?”

માણસ : “પિતા દા-રૂ-ના વ્ય-સ-ની છે.”

અધિકારી : “તો તેમને સમજાવો, અમને વિનંતી કરવાની શું જરૂર છે.”

માણસ : “ના, એવું નથી. ખરેખર તેમની ઉંમર વધુ છે. તે 80 ની આસપાસ હશે.”

અધિકારી : “તો?”

માણસ : “તેથી જ્યારે તેઓ દા-રૂ પી-ને ત્યાંથી આવે છે ત્યારે તેઓ તેમની સાઇકલ સાથે રસ્તામાં પડી જાય છે. અમારે તેમને શોધીને લાવવા પડે છે.”

અધિકારી : “તો એમને સમજાવો ભાઈ, દા-રૂ ના પીવો.”

માણસ : “તે માનશે નહીં, તમે અરજી લખો.”

અધિકારી : “કોને લખવી છે?”

માણસ : “આબકારી વિભાગને.”

અધિકારી : “શું લખું?”

માણસ : “એ જ કે દા-રૂ-ના ઠેકા દુર હોવાને કારણે મારા પિતા જેવા સેંકડો લોકોએ ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે. આવી સ્થિતિમાં ઘણા વૃદ્ધો રસ્તામાં પડી જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે. જો ગામમાં કોઈ ઠેકા હોય તો આ અમારી ચિંતા દુર થઇ જાય.”

આ સાંભળી તેની બાજુમાં ઊભેલા એક વૃદ્ધની આંખો આંસુ આવી ગયા.

તેમણે હતાશ થઈને કહ્યું – “દીકરો હોય તો આવો! અને એક મારો દીકરો છે, જેણે હું દા-રૂ પીવા ન જઈ શકું એટલે મારી સાયકલ વેચી દીધી.”

જોક્સ :

પતિ : “મારી પત્ની ખોવાઈ ગઈ છે. ખરીદી કરવા ગઈ હતી, તે હજી પાછી આવી નથી.”

ઈન્સ્પેક્ટર : “પત્નીની ઊંચાઈ કેટલી છે?”

પતિ : “ક્યારેય ચેક નથી કરી.”

ઈન્સ્પેક્ટર : “શું તે પાતળી છે, કે જાડી છે?”

પતિ : “પાતળી નથી, કદાચ જાડી છે.”

ઈન્સ્પેક્ટર : “આંખોનો રંગ?”

પતિ : “ક્યારેય નોંધ્યો નથી.”

ઈન્સ્પેક્ટર : “વાળનો રંગ?”

પતિ : “ઋતુ પ્રમાણે બદલાય કરે છે”

ઇન્સ્પેક્ટર : “તેણે શું પહેર્યું હતું?”

પતિ : “ખબન નથી, કદાચ સાડી કે સલવાર સૂટ.”

ઈન્સ્પેક્ટર : “શું તે ગાડી પર ગઈ હતી?”

પતિ : “હા, કારમાં ગઈ હતી.”

ઈન્સ્પેક્ટર : “ગાડીનો રંગ?”

પાટી : “બ્લેક ઓડી A8, સુપરચાર્જ્ડ 3.0L V6 એન્જિન સાથે, મેન્યુઅલ મોડ સાથે N8 સ્પીડ ટિપટ્રોનિક ઓટોમેટિક ટ્રાન્સમિશન, 333 હોર્સપાવર જનરેટ કરે છે, અને તેમાં સંપૂર્ણ એલઇડી હેડલાઇટ છે જે પ્રકાશ ઉત્સર્જિત ડાયોડનો ઉપયોગ કરે છે. તેના આગળની સાઈડના ડાબા દરવાજા પર ખૂબ જ પાતળો સ્ક્રેચ છે. અને પછી પતિ રડવા લાગ્યો

ઈન્સ્પેક્ટર : “ચિંતા કરશો નહીં સાહેબ, અમે તમારી કાર શોધી લઈશું.”

જોક્સ :

પિન્ટુ સવારે સાડીની દુકાને ગયા.

દુકાનદાર પૂજા કરી રહ્યો હતો.

પિન્ટુએ કહ્યું : બહાર પેલા શો કેસમાં પૂતળાને સુંદર સાડી પહેરાવી છે લઇ આવો.

દુકાનદાર : તે સાડી ખુબ જ મોંઘી છે. 50,000 રૂપિયાની છે.

પિન્ટુ : પૈસાની ચિંતા ના કરો. તમે તરત જ એ સાડી કાઢો.

દુકાનદારે સાડી કાઢી.

પિન્ટુ : હવે તેને ગડી કરો.

દુકાનદારે સાડીને ગડી કરી.

પિન્ટુ : હવે તેને બોક્સમાં પેક કરો.

દુકાનદારે સાડીને બોક્સમાં પેક કરી

પિન્ટુ : હવે તેને થેલીમાં મુકો અને ગાંઠ મારી દો.

દુકાનદારે બોક્સ થેલીમાં નાખ્યું અને ગાંઠ મારી.

પિન્ટુ : હવે તેને માળીયા પર મૂકી દો.

દુકાનદાર ચોંકી ગયો!

પિન્ટુ : હું અને મારી પત્ની રોજ અહીંથી ઘરે જઈએ છીએ. અને આ સાડી જોઈને ઘરમાં રોજ ઝઘડા થાય છે,

હવે મારાથી સહન નથી થતું.