પ્રેમનું પ્રતિક માનવામાં આવતા તાજમહેલને ઘરમાં રાખવું જોઈએ કે નહિ, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો.
ઘરને સુંદર અને આકર્ષક બનાવવા માટે આપણે અનેક પ્રકારની વસ્તુઓથી તેને સજાવીએ છીએ. પરંતુ કેટલીકવાર આપણે સજાવટ માટે એવી વસ્તુઓનો ઉપયોગ પણ કરીએ છીએ, જે વાસ્તુ પ્રમાણે અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘરને સુંદર તો બનાવે છે, પરંતુ તેનાથી વાસ્તુ દોષ થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં રહેવા લાગે છે.
ઘણા લોકો ઘરમાં તાજમહેલનો ફોટો કે શોપીસ સજાવત તરીકે રાખે છે. તે સુંદર પણ લાગે છે. તાજમહેલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે, તેથી ઘણા લોકો તાજમહેલની ભેટ તરીકે આપ-લે પણ કરે છે. જો તમે પણ તાજમહેલનો ફોટો અથવા શોપીસ ઘરમાં રાખો છો અથવા ભેટ તરીકે તેનો વ્યવહાર કરો છો, તો તમારે તેના શુભ અને અશુભ પરિણામો વિશે જાણવું જ જોઈએ. વાસ્તુના જાણકારોએ તાજમહેલ સાથે જોડાયેલા શુભ અને અશુભ પરિણામો જણાવ્યા છે. દિલ્હીના આચાર્ય ગુરમીત સિંહ જી પાસેથી જાણીએ કે તાજમહેલનો ફોટો ઘરમાં રાખવો યોગ્ય છે કે અયોગ્ય.
તાજમહેલને ઘરમાં રાખવો અશુભ, જાણો કારણ :
ભલે તાજમહેલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ શાહજહાંએ તાજમહેલ ત્યારે બનાવડાવ્યો હતો જ્યારે તેની પત્ની મુમતાઝનું અ-વ-સાન થયું. શાહજહાંએ તાજમહેલમાં તેની પત્નીની કબર બનાવડાવી હતી. હિંદુ ધર્મ અનુસાર ઘરમાં કબ્રસ્તાન કે સમાધિની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે. આથી ઘરમાં તાજમહેલની તસ્વીર કે શોપીસ વગેરે રાખવાની ભૂલ કરશો નહીં.

વાસ્તુમાં પણ તાજમહેલને અશુભ માનવામાં આવે છે :
વાસ્તુ અનુસાર પણ તાજમહેલની તસવીર કે શોપીસ ઘરમાં ન રાખવું જોઈએ. તાજમહેલ દુ:ખ, મ-રૂ-ત્યુ અને શોકનું પ્રતિક છે અને આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે. જેના કારણે ઘરમાં ક્લેશની સ્થિતિ સર્જાય છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય હંમેશા બગડેલું રહે છે. આની સાથે વાસ્તુ દોષોના કારણે વ્યક્તિએ આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
ભેટમાં પણ તાજમહેલનો વ્યવહાર ન કરો :
તાજમહેલ એક સમાધિ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ સમાધિ અને સમાધિ જેવી ભેટ આપવા અથવા લેવાનું પણ ટાળવું જોઈએ. એટલા માટે કોઈને પણ તાજમહેલની તસ્વીર કે શોપીસ ભેટમાં ન આપવા જોઈએ. જો તમને કોઈના તરફથી ભેટમાં તાજમહેલની તસકીર કે શોપીસ મળે તો પણ તેને ઘરમાં સજાવત તરીકે ન રાખો.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.